Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બુધવારની બપોરે:મુંબઈની ફૅશન સ્ટ્રીટ

    9 hours ago

    અશોક દવે ‘કિ ત્તે મેં દિયા…?’ ‘લે જાઓ સા’બ… સિર્ફ ઢાઈ હજાર.’ સાઉથ મુંબઇના આઝાદ મેદાન પર બૉમ્બે જીમખાનાની સામે 385-દુકાનો ફક્ત તૈયાર કપડાં માટે બનેલી છે. અહીં મુંબઈની ગુજરાતણો મન મૂકીને ખરીદી કરે છે. એ વાત જુદી છે કે, એમને કપડાં લેવા કરતાં ખુમચાવાળા ફેરિયાઓ સાથે ભાવતાલની રકઝક કરવાનો ભારે ઉત્સાહ હોય છે. કૉમિક એ વાતનું છે કે, ફેરિયાએ એક ડ્રેસના ત્રણ-ચાર હજાર કીધા હોય ને તમે મોંઢું ફેરવી લો, એટલી વારમાં એ સીધો એક હજાર ઓછા કરી નાંખે. ‘લે લો બેનજી....દો હજાર મેં લે લો!’ મુંબઈમાં રહેતા ન હો તો મનમાં મુસ્કુરાઇ જવાય કે, પહેલે જ ઘાએ સીધા એક હજાર ઓછા કરી નાંખ્યા! એણે એક હજાર ઓછા કર્યા છે, એટલે સ્માર્ટ થઇને ગુજરાતણો દોઢ હજાર ઓછા કરવાનો મમરો મૂકે. ‘ક્યા બેન જી....ઇતના તો ઘર મેં ભી નહિ પરવડતા! ઠીક હૈ...દેઢ હજાર મેં લે લો!’ દેશભરના હિંદી કરતા મુંબઇનું હિંદી અનોખું છે. હજી તમે કોઈ રિસ્પૉન્સ ન આપો, તો બીજા પાંચસો ઓછા થઈ જાય! તમે મુંબઈ બહારના હો તો મનમાં ફેરિયાની દયા આવવા માંડે કે, બિચારો બૉણી કરવા માટે આટલો નીચે ઉતર્યો છે, એમાં કમાતો શું હશે? તમે સાધારણ રસ બતાવો ને માલ લઇ લેવાની ઇચ્છા કરો, તો સાથે આવેલ મુંબઈગરો આપણી કોણી ખેંચીને ઘટનાસ્થળ છોડી દેવાનો ઇશારો કરે, એમાં પેલો બીજા પાંચસો ઓછા કરી આપે. મારે હકીકતમાં બનેલો એક બનાવ છે. મારા પિતરાઇ (ફર્સ્ટ કઝિન) સ્વ.હિમાંશુ સાથે હું એકાદું શર્ટ લેવા ફૅશન સ્ટ્રીટમાં ગયો. મારે પરફૅક્ટ વ્હાઇટ શર્ટ લેવું હતું. એના રૂ અઢી હજાર કીધા. હિમાંશુએ ચેતવણી આપી હતી કે ‘ભાવ-બાવની માથાકૂટમાં તું ના પડતો. એ મારા ઉપર છોડી દેજે.’ વૉશિંગ-પાઉડરની જાહેરાતમાં આવે છે, એવી દૂધ સી સફેદીવાળું એક શર્ટ ગમી ગયું. એટલું ગમી ગયું કે, મારે ભાવતાલે ય કરવો નહોતો, પેલાએ શર્ટના કોઇ પંદરસો કીધા હતા. હું એટલો ઈમ્પ્રેસ્ડ હતો કે, મને વાંધો નહોતો કે, એ શર્ટ હું હજાર કે બારસોમાં ય લઇ લઉં. પણ હિમાંશુએ મારી કોણી દબાવી રાખી હતી. કન્યા પહેલી જ નજરે ગમી ગઇ હોય ને આપણા પપ્પા મોંઢું મચકોડે અને હાલ પૂરતો ખેલ ખતમ થઇ જાય, એમ હું ય નિરાશ થઈ ગયો કે, અમદાવાદમાં મૂળ તો આવું શર્ટ મળે નહિ અને મળે તો 3-4 હજારથી ઓછું ન હોય! હિમાંશુના ઇશારાથી અમે દસેક ફૂટ પૂરતું ઘટનાસ્થળ છોડ્યું. પેલાએ સીધા પાંચસો ઓછા કરી નાંખ્યા, ‘લે જાઓ સા’બ...એક હજાર મેં લે જાઓ!’ મારું મન ચોંટી ગયું હતું એ શર્ટમાં (હા....ક્યારેક બીજી જગ્યાએ પણ મન ચોંટી જાય છે!). પણ હિમાંશુએ બચ્ચન-સ્વરૂપ ધારણ કર્યું હતું. એ બચ્ચનવાળા સપાટ મોંઢા સાથે મારી કોણી ખેંચીને ચાલવા માંડ્યો. એની હિંમત તો જુઓ! પેલાએ એ શર્ટના રૂ.1,500/- કીધા હતા ને હિમાંશુએ ફક્ત ત્રણ સો રૂપિયા કહ્યા. મને થયું, ફેશન-સ્ટ્રીટના બધા ફેરિયાઓ ભેગા થઇને અમને મારવા ન આવે! પણ અમે ચાલવા માડ્યું, એના એક પગલાંદીઠ પેલાએ સો-સો રૂપિયા ઓછા કરવા માડ્યા. હિમાંશુએ મારી સામે આંખ કાઢીને એક શબ્દ ય બોલવાની મનાઇ કરી હતી. સાલી શરમ આવે કે, અઢી હજારમાં ઉતરી ઉતરીને તમે આઠસો-હજાર કરો....સીધા રૂ.300/-? પંદરસોના હજાર, પછી પાંચસો અને છેવટે સત્યનો એટલે કે હિમાંશુનો વિજય થયો! હું ખુશ થતો રૂ.300/માં જ એ શર્ટ લઈ આવ્યો. પંદરસોનું શર્ટ 300માં મળે, એ નાની સિદ્ધિ ન કહેવાય! મને એ શર્ટની ‘સફેદી’ એટલી ગમી ગઇ હતી કે બસ, ગમી ગઈ હતી! અમદાવાદ પાછા આવીને પહેલું કામ એ શર્ટ પહેરી જોવાનું કર્યું. અરે બાપ રે! જેવી ખભામાંથી બાંય (sleeves) કાઢી, તો ભડક થઈ ગયો. બન્ને બાંય ઊલટી સિવાયેલી હતી મતલબ, બગલવાળો ભાગ ઊલટો સિવાયો હતો. ‘ઓહ ભગવાન! આવું શર્ટ પહેરવું કેવી રીતે? અમદાવાદ પાછો આવી ગયો હતો એટલે શર્ટ બદલાવવા મુંબઇ પાછું તો જવાય નહિ! બાંય અડધી કપાવીને હાફ-સ્લિવ્ઝનું ય કરી ન શકાય! સિલાઇનો ભાગ બહાર આવતો હતો. મોટું મન રાખીને ઘરના નોકરને એ શર્ટ (વાળી સંકેલીને) ગિફ્ટ આપ્યું. મને એમ કે, બિચારો ખુશ થશે, એને બદલે ચહેરા પર કોઇ પણ ભાવ લાવ્યા વિના એ બોલ્યો, ‘શેઠ...આવું ઊંધી બાંયનું શર્ટ હું શું કરીશ? શેઠ, કોક બીજાને… ના શેઠ, બીજાને ય અપાય એવું નથી. આની બાંયો ઊલટી છે!’ એના પ્રતિભાવ પરથી એક ખ્યાલ આવી ગયો કે, ‘ઑબ્લાઇજ’ કરવા માટે ય આ શર્ટ કોઇને ગિફ્ટમાં અપાય એવું નથી. તો પછી કરવું શું? એ જમાનામાં રૂ.300/- કોઈ ફાલતુ રકમ નહોતી. હકીએ સૂચન કર્યું કે, પ્યાલા-બરણીવાળી આવે એટલે એને બતાવીશું. સ્ટીલની એકાદી તપેલી મળી જાય તો ખોટું નહિ! હકીની ધારણા દસ ટકા સાચી પડી. સ્ટીલની થાળી તો નહિ, પણ પેલીએ મને પૂછ્યું, ‘શાયેબ....આ ખમીસના બદલામાં તો એકાદ ચમચી આવે… આલું?’ મને થયું કે, આવાં જ બીજાં આઠ-દસ શર્ટો લઇ આવું તો કમ-સે-કમ થાળી તો આવે! એટલી બધી બુદ્ધિ દોડાવવાને બદલે હકીનું સૂચન ગમ્યું, ‘જુઓ....આજકાલ તો પગલૂછણિયાં ય મોંઘાં...!’ સિક્સર – ઓહ....ઘેર ક્યારે આવો છો? – બસ. તમે હો ત્યારે.
    Click here to Read More
    Previous Article
    LeBron James’ 76ers Move Takes an Unexpected Turn as Unique Commute Draws Attention
    Next Article
    કેળવણી:યુવાધનને ઘરઆંગણે રાખવા શિક્ષણનું રાષ્ટ્રીયકરણ જરૂરી!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment