Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ:મંગળવારના રોજ ભારતીય શેરબજાર સતત બીજા સત્રમાં દબાણ હેઠળ રહ્યું

    7 hours ago

    મંગળવારના રોજ ભારતીય શેરબજાર સતત બીજા સત્રમાં દબાણ હેઠળ રહ્યું હતું. અગાઉના સત્રમાં સેન્સેક્સ અને નિફ્ટી ઘટીને બંધ થયા હતા. નવા સત્રમાં પણ બજાર નબળા સ્તરે ખુલ્યું હતું અને સેન્સેક્સ તથા નિફ્ટીમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ પરિસ્થિતિ બજારમાં જોખમ ઘટાડવાના વલણ અને નબળા રોકાણકાર સેન્ટિમેન્ટને દર્શાવે છે. વર્તમાન પરિસ્થિતિમાં ઝડપી સુધારા કરતાં અસ્થિરતા સાથેની હિલચાલ વધુ મહત્વપૂર્ણ બની શકે છે. મંદીના કારણો :- બજારના દબાણ પાછળ મુખ્યત્વે ક્રૂડ ઓઈલના વધતા ભાવ, ઊંચા અમેરિકન બોન્ડ યીલ્ડ, સતત FII વેચવાલી અને પશ્ચિમ એશિયાની ભૂરાજકીય અનિશ્ચિતતા જવાબદાર રહી છે. અમેરિકાના 10 વર્ષના બોન્ડ યીલ્ડમાં 5.24 થી 5.27 ટકાની ઊંચી સપાટી જોવા મળતા વૈશ્વિક રોકાણકારોમાં જોખમ ઘટાડવાનું વલણ મજબૂત બન્યું છે. સાથે ઊંચા ક્રૂડથી ભારતના આયાત ખર્ચ અને મોંઘવારી અંગેની ચિંતા વધી રહી છે. વૈશ્વિક બજારોના સંકેતો ભારતીય બજાર માટે અનુકૂળ રહ્યા નથી. એશિયામાં નિક્કેઈ આશરે 1.1 ટકા, શાંઘાઈ કમ્પોઝિટ 0.32 ટકા, હેંગસેંગ 0.64 ટકા અને કોસ્પી 0.5 ટકા નીચે હતા. અમેરિકન બજારોમાં પણ ઊંચા બોન્ડ યીલ્ડ અને મોંઘવારી અંગેની ચિંતાને કારણે નબળાઈ જોવા મળી હતી. વૈશ્વિક સ્તરે ઊંચા યીલ્ડ અને મજબૂત ડોલરનું સંયોજન ઉભરતા બજારો માટે પડકારરૂપ બની રહ્યું છે. સ્થાનિક સ્તરે DIIની ખરીદી બજારને આધાર આપી રહી છે, પરંતુ તે FII વેચવાલીને સંપૂર્ણપણે સંતુલિત કરી શકી નથી. આ ઉપરાંત રૂપિયો ડોલર સામે 95.98 ની આસપાસ બંધ રહ્યો હતો અને હવે 96 ની માનસિક સપાટી નજીક તેની હિલચાલ પણ બજાર માટે મહત્વપૂર્ણ બની છે. વેચવાલી લગભગ વ્યાપક રહી હતી. 29 સપ્ટેમ્બરના પ્રારંભિક સત્રમાં 16 માંથી 13 મુખ્ય ક્ષેત્રોના સૂચકાંકોમાં ઘટાડો જોવા મળ્યો હતો. બેન્કિંગ અને નાણાકીય સેવાઓમાં ખાસ દબાણ રહ્યું હતું, જ્યારે એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા સ્ટીલ અને બજાજ ફાઇનાન્સ જેવા મોટા શેરોમાં નબળાઈ જોવા મળી હતી. બીજી તરફ ગ્રાહક ટકાઉ વસ્તુઓના ક્ષેત્રમાં મર્યાદિત સકારાત્મક હિલચાલ જોવા મળી હતી. સંસ્થાકીય પ્રવાહમાં વિદેશી અને સ્થાનિક રોકાણકારોની વિપરીત દિશા યથાવત રહી છે. FII દ્વારા રૂ. 5,353.22 કરોડની વેચવાલી સામે DII દ્વારા રૂ. 5,189.02 કરોડની ખરીદી નોંધાઈ હતી. DIIની ખરીદી બજારના ઘટાડાને મર્યાદિત કરવામાં મદદરૂપ બની રહી છે, પરંતુ FIIની સતત વેચવાલી બજારની ટકાઉ પુનઃપ્રાપ્તિ સામે મુખ્ય અવરોધ બની રહી છે. ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી ઉછાળો ભારતીય શેરબજાર માટે સૌથી મહત્વપૂર્ણ નકારાત્મક પરિબળ બની રહ્યો છે. 29 સપ્ટેમ્બરે ક્રૂડ આશરે 107 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યું હતું. ઊંચા ક્રૂડ ભાવથી ભારતના આયાત બિલ, ચાલુ ખાતા અને મોંઘવારી પર દબાણ વધવાની શક્યતા છે. સાથે અમેરિકાના ઊંચા યીલ્ડને કારણે સોના સહિતની કોમોડિટીમાં પણ અસ્થિરતા જોવા મળી રહી છે. ભાવિ દિશા :- આગામી સત્રોમાં બજારની દિશા માટે 22,500 ની નિફ્ટી સપાટી અને 72,000 ની સેન્સેક્સ સપાટી અત્યંત મહત્વપૂર્ણ રહેશે. ભારે ઘટાડા બાદ તબક્કાવાર ખરીદી પરત આવવાની શક્યતા રહેશે અને 22,800 થી 23,000 તરફ પુનઃપ્રાપ્તિનો પ્રયાસ થઈ શકે છે. બીજી તરફ 22,500 ની નીચે નિર્ણાયક ઘટાડો બજારમાં વધુ વેચવાલીનું દબાણ ઊભું કરી શકે છે. સેન્સેક્સમાં 72,500 ની નીચે નબળાઈ વધે તો 72,000 થી 71,000 તરફ દબાણ જોવા મળી શકે છે. FII વેચવાલીમાં ઘટાડો, DIIની સતત ખરીદી અને ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈ આવે તો બજારને ટેકો મળી શકે છે. હાલના પરિબળોને જોતા આગામી તબક્કામાં એકતરફી દિશા કરતાં ઊંચી અસ્થિરતા, તબક્કાવાર વેચવાલી અને નીચલા સ્તરે પસંદગીની ખરીદીનું સંયોજન જોવા મળે તેવી શક્યતા રહેશે. તા. 30.09.2026 ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે... તા. 29.09.2026ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 22715 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 22570 પોઈન્ટના પ્રથમ અને 22505 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 22773 પોઈન્ટ થી 22808 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 22880 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ....!!! હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ ગ્લેનમાર્ક ફાર્મા ( 2399 ) :- ફાર્માસ્યુટિકલ સેક્ટરની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ. 2399 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ. 2373 ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ. 2424 થી રૂ. 2437 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ. 2450 ઉપર તેજી તરફી ધ્યાન...!! કોલગેટ પામોલિવ ( 1802 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એફએમસીજી સેક્ટરનો આ સ્ટોક રૂ. 1802 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ. 1787 ના સપોર્ટથી આ સ્ટોક રૂ. 1824 થી રૂ. 1830 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! ઓબેરોય રિયલ્ટી ( 1760 ) :- રિયલ એસ્ટેટ સેક્ટરનો આ સ્ટોક રૂ. 1744 ના પ્રથમ તેમજ રૂ. 1727 ના બીજા સપોર્ટથી રૂ. 1774 થી રૂ. 1780 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! એથર એનર્જી ( 1433 ) :- ઓટો સેક્ટરનો આ સ્ટોક રૂ. 1404 ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ. 1453 થી રૂ. 1460 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! અદાણી એનર્જી સોલ્યુશન્સ ( 1318 ) :- પાવર ટ્રાન્સમિશન અને એનર્જી સેક્ટરનો આ સ્ટોક રૂ. 1294 ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ. 1329થી રૂ. 1340 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! ડૉ. રેડ્ડીઝ ( 1237 ) :- રૂ. 1213નો પ્રથમ તેમજ રૂ. 1208ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ. 1248 થી રૂ. 1255 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!
    Click here to Read More
    Previous Article
    LeBron James, Joel Embiid, Tyrese Maxey and Jaylen Brown: Can the 76ers’ New Star Quartet Coexist?
    Next Article
    જમ્મુ-કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબાનો આતંકી ઠાર:સેનાને જંગલમાં છુપાયા હોવાની જાણકારી મળી, એન્કાઉન્ટર કર્યું; સપ્ટેમ્બરમાં 5 આતંકી માર્યા ગયા

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment