Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બુધવારનું રાશિફળ:સિંહ અને કુંભ જાતકોને મળશે મોટો ફાયદો, વૃષભ અને મિથુન રાશિના લોકોએ ગુસ્સા પર કાબૂ રાખવો

    9 hours ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 30 સપ્ટેમ્બર 2026, બુધવારના રોજ ભાદરવા વદ પક્ષની ચોથ અને પાંચમ તિથિ ​​છે. આ દિવસની ચંદ્ર રાશિ બપોરે 01:13 સુધી મેષ અને ત્યાર બાદ વૃષભ છે. રાહુકાળ બપોરે 12:29 થી 1:58 સુધી રહેશે.. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ- આ પડકારભર્યા સમયમાં પણ તમે તમારી યોગ્યતા અને આત્મવિશ્વાસ દ્વારા કોઈ પણ પરેશાનીનો સામનો કરવામાં સક્ષમ રહેશો. ઉન્નતિ માટે સ્વભાવમાં થોડું સ્વાર્થીપણું લાવવું જરૂરી રહેશે. ખાસ કરીને મહિલાઓ માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. નેગેટિવ- કોઈપણ વિપરિત પરિસ્થિતિમાં ગભરાવવા અને તણાવ લેવાની જગ્યાએ શાંતિથી સમસ્યાઓને ઉકેલવાની કોશિશ કરો. કોઈ પાસેથી વધારે અપેક્ષા રાખવાની જગ્યાએ પોતાના કામની ક્ષમતા પર વિશ્વાસ રાખો. વ્યવસાય- વ્યવસાયિક માર્કેટિંગ સંબંધિત કાર્યોમાં ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે. કોઈપણ પ્રકારનું જોખમ લેવાનું ટાળો. લવ- પતિ-પત્ની વચ્ચે તાલમેલનો અભાવ રહેશે. પ્રેમ સંબંધોમાં એક બીજા પ્રત્યે આકર્ષણ વધશે. સ્વાસ્થ્ય- કબજિયાત તથા વાયુ વિકાર જેવી પરેશાનીઓથી રાહત મેળવવા માટે ખાનપાન અને દિનચર્યાને યોગ્ય રાખો. લકી કલર- લીલો લકી નંબર- 6 પોઝિટિવ- વ્યવસ્થિત વાતાવરણ રહેશે, પરંતુ અન્ય લોકોની સલાહ લેવાની જગ્યાએ પોતાના મનના અવાજને સાંભળો અને તેનો અમલ કરો. જેથી તમે સારી રીતે પોતાના કામને અંજામ આપી શકશો. જો કોઈ પોલિસીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તરત જ નિર્ણય લો. કોઈ મોટા સમાચાર મળી શકે છે. નેગેટિવ- સામાજિક અને રાજનૈતિક ગતિવિધિઓથી અંતર જાળવી રાખો. તમારા થોડાં કામમાં કોઈ વિઘ્ન પડી શકે છે. કોઈ ખરાબ વ્યક્તિ દ્વારા અપયશ મળવાની પણ શક્યતા છે. વ્યવસાય- ફાયનાન્સ સંબંધી કોઈપણ ગતિવિધિમાં ખૂબ જ સાવધાની જાળવવાની જરૂર છે. તમને સ્ટાફ અને કર્મચારીઓનો સહયોગ મળશે. લવ- ઘરમાં સુકૂનભર્યું વાતાવરણ રહેશે. કોઈ સમારોહમાં પણ પરિવાર સાથે જવાનો પ્રોગ્રામ બનશે. સ્વાસ્થ્ય- ગેસ અને કબજિયાત સંબંધિત વસ્તુઓનું સેવન ન કરો. પોઝિટિવ રહો અને થોડી સાવધાની જાળવો. લકી કલર- કેસરી લકી નંબર- 5 પોઝિટિવ- તમારી વ્યવસ્થિત દિનચર્યા અને કાર્ય પ્રણાલીથી દરેક કામ શાંતિથી પૂર્ણ થઈ જશે. થોડા લોકો જે તમારા વિરુદ્ધ હતા, આજે તમે નિર્દોષ છો તે તેમને સમજાઈ જશે અને સંબંધ ફરી મજબૂત થઈ જશે. કોઈ શુભ સમાચાર પણ મળી શકે છે. નેગેટિવ- ક્યારેક-ક્યારેક ગુસ્સા અને ચીડિયાપણું જેવા સ્વભાવના કારણે થોડી મુશ્કેલીઓ આવી શકે છે. બહારની વ્યક્તિનો તમારા વ્યક્તિગત જીવનમાં દખલ ન થવા દો. તમારા વ્યક્તિગત સંબંધોને મધુર જાળવી રાખો. વ્યવસાય- વ્યવસાયમાં વર્તમાન ગતિવિધિઓ પર જ ધ્યાન કેન્દ્રિત રાખવું યોગ્ય રહેશે. કોઈ નવી ગતિવિધિને શરૂ કરવા માટે યોગ્ય સમયની રાહ જુઓ. લવ- પરિવારમાં સુકૂનભર્યું વાતાવરણ રહેશે. લગ્ન યોગ્ય લોકો માટે યોગ્ય સંબંધ આવી શકે છે. સ્વાસ્થ્ય- થાક અને તણાવનો પ્રભાવ તમારી કાર્યક્ષમતા તથા મનોબળ પર પડી શકે છે. લકી કલર- વાદળી લકી નંબર- 7 પોઝિટિવ- દિવસ કામથી ભરેલો રહેશે. સંતાન સાથે જોડાયેલી કોઈ મહત્ત્વપૂર્ણ જવાબદારીને પૂર્ણ કરી લેવાથી રાહત મળશે. યુવાઓને પોતાની મહેનત પ્રમાણે કોઈ કાર્યમાં સારું પરિણામ પ્રાપ્ત થવાનું છે. સાંજે પરિવાર સાથે કોઈ મનોરંજન વગેરેમાં સમય પસાર થશે. નેગેટિવ- બપોર પછી થોડી વિપરીત પરિસ્થિતિઓ પણ બનશે. ક્યારેક-ક્યારેક એવું લાગશે કે પરિસ્થિતિઓ હાથમાંથી સરકી જઈ રહી છે, જોકે, ધૈર્ય અને સંયમથી તમે તમારી સમસ્યા પર કાબુ મેળવી લેશો. વ્યવસાય- કાર્યસ્થળ પર યોગ્ય ગતિશિલતા રહેશે. કર્મચારીઓના કારણે થોડી મુશ્કેલીઓ આવશે. જેને તમે સમજદારી સાથે ઉકેલી લેશો. લવ- ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. જીવનસાથીની અસ્વસ્થતાના કારણેઘર પર વધારે સમય આપવો પડી શકે છે. સ્વાસ્થ્ય- નકારાત્મક વિચાર હાવી થવાથી તેનો ખરાબ પ્રભાવ તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે. લકી કલર- આસમાની લકી નંબર- 2 પોઝિટિવ- ઉત્તમ ગ્રહ સ્થિતિ બની રહી છે. તમે છેલ્લા કેટલાક સમયથી જે લક્ષ્ય નક્કી કર્યું છે, આજે તેના પર કામ કરવાનો ઉત્તમ સમય છે. સંતાનને પણ કોઈ સિદ્ધિ મળવાથી ઘરમાં ખુશીભર્યું વાતાવરણ રહેશે. સાથે જ ક્યાંક અટવાયેલા પૈસા પણ આજે પાછા મળી શકે છે. નેગેટિવ- નજીકના સંબંધોમાં રૂપિયા-પૈસાને લઈને થોડો મતભેદ થવા જેવી સ્થિતિ બની રહી છે. નકારાત્મક પરિસ્થિતિઓમાં પોતાનું મનોબળ તથા આત્મવિશ્વાસ મજબૂત રાખો. અન્ય લોકોની વાતો તથા અફવાઓ પર ધ્યાન ન આપો. જો મુસાફરી કરી રહ્યા હોવ તો તમારા સામાનનું ધ્યાન રાખો. વ્યવસાય- કારોબારમાં વિસ્તરણ કરવા માટે તમારા વ્યવસાયિક સંપર્કોને વધુ મજબૂત બનાવો. કોઈ ધારાસભ્ય અથવા રાજનેતા સાથે તમને મુલાકાતનો અવસર મળે તો તેને ગુમાવશો નહીં. લવ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે, ઘરમાં પણ સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. પરંતુ પ્રેમ સંબંધોમાં મર્યાદાનું ધ્યાન રાખવું જરૂરી છે. સ્વાસ્થ્ય- હવામાનને અનુરૂપ તમારી દિનચર્યા રાખો. ગેસ અને અપચાને કારણે સાંધાના દુખાવાની સમસ્યા પણ વધી શકે છે. લકી કલર- સફેદ લકી નંબર- 6 પોઝિટિવ- ઉધાર આપેલા અથવા અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. ચતુરાઈ અને વિવેકથી કામ લેવાથી પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે. સંતાનની કારકિર્દી અથવા શિક્ષણ સંબંધિત કોઈ ચિંતાનો પણ ઉકેલ મળશે. નેગેટિવ- કોઈ પણ સમસ્યા આવે ત્યારે ધૈર્ય જાળવી રાખો અને શાંતિથી ઉકેલ શોધો. અહંકાર અને ગુસ્સામાં આવીને કોઈ સાથે ઝઘડો કરવાથી તમારા માન-સન્માન પર પ્રશ્ન ઊભો થઈ શકે છે. દેખાડાની વૃત્તિને કારણે બિનજરૂરી ખર્ચ ન કરો. મામા પક્ષ સાથે થોડા વાદવિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે. વ્યવસાય- કારોબારમાં આ સમયે આંતરિક વ્યવસ્થા અને કાર્યપ્રણાલીમાં કેટલાક ફેરફારો લાવવાની જરૂર છે. નેટવર્કિંગ તેમજ વેચાણ સંબંધિત કાર્યોમાં સારા અવસરો મળવાના છે. લવ- વિપરીત પરિસ્થિતિઓમાં પરિવારનો સાથ તથા સહકાર તમારું મનોબળ જાળવી રાખશે. તેમજ દાંપત્ય જીવનમાં પણ મધુરતા જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય- આહારની સાથે સાથે કસરત અને યોગ જેવી પ્રવૃત્તિઓ પર પણ ધ્યાન આપો. રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવી જરૂરી છે. લકી કલર- લાલ લકી નંબર- 5 પોઝિટિવ- ગ્રહોની સ્થિતિ સકારાત્મક રહેશે. વ્યક્તિગત કાર્યો સંબંધિત લેવાયેલો કોઈ મહત્વપૂર્ણ નિર્ણય વધુ સારો સાબિત થશે. કોઈ સગાના આગમનથી પરિવારમાં ખુશીભર્યું વાતાવરણ રહેશે. તેમજ કોઈ સમસ્યાનો પણ ઉકેલ આવશે. નેગેટિવ- આ સમયે સંતાનનું મનોબળ જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે. કારણ કે તેઓ પોતાના કારકિર્દીને લઈને થોડા ચિંતિત રહેશે. બિનજરૂરી રીતે બીજાઓની મુશ્કેલીઓમાં ન પડો, તેનાથી તમારું જ નુકસાન થશે. અને કાર્યોમાં પણ વિઘ્ન રહેશે. વ્યવસાય- વ્યવસાય સંબંધિત કોઈપણ મહત્વપૂર્ણ યોજનાઓ પર પુનર્વિચાર કરો અથવા આજે મુલતવી જ રાખો. કારણ કે અત્યારે પરિસ્થિતિ અનુકૂળ નથી. લવ- વૈવાહિક સંબંધમાં કંઈક ને કંઈક મનદુઃખ ચાલતું રહેશે. પ્રેમ સંબંધોમાં મર્યાદામાં રહેવું જરૂરી છે. સ્વાસ્થ્ય- પ્રદૂષણ અને વર્તમાન હવામાનથી પોતાનો બચાવ કરો. વધુ ભીડવાળા સ્થળે જવાનું પણ ટાળો. લકી કલર- વાદળી લકી નંબર- 3 પોઝિટિવ- આજનો દિવસ ઉત્તમ રીતે પસાર થશે. તમારું કોઈ સ્વપ્ન સાકાર થવાનું છે. તેને પ્રાપ્ત કરવા માટે માત્ર આત્મવિશ્વાસ અને મહેનતની જરૂર છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં વધુ સારા પરિણામો મળશે. મોટાભાગનાં કામ વ્યવસ્થિત રીતે પૂર્ણ થતાં જશે. નેગેટિવ- અન્ય લોકોની મદદ કરતી વખતે એ પણ ધ્યાન રાખો કે તમારા પોતાના કાર્યોમાં વિક્ષેપ ન આવે. ભાઈઓ સાથે કોઈ મનદુઃખની સ્થિતિ ઊભી થઈ શકે છે, પરંતુ થોડી સમજદારી અને સૂઝબૂઝથી કામ લેવાથી પરિસ્થિતિઓ અનુકૂળ પણ થઈ જશે. વ્યવસાય- વ્યાવસાયિક પ્રવૃત્તિઓ ઉત્તમ રહેશે. પરંતુ કોઈના દખલથી તમારી કોઈ યોજના બગડી શકે છે. ઓફિસનું વાતાવરણ શાંતિપૂર્ણ અને સુખદ રહેશે. લવ- પારિવારિક વાતાવરણ સુખ-શાંતિભર્યું રહેશે. પ્રેમ સંબંધોને લગ્ન માટે પારિવારિક નિર્ણય લેવા માટે સમય અનુકૂળ છે. સ્વાસ્થ્ય- સકારાત્મક અભિગમ રાખો અને વ્યવસ્થિત દિનચર્યા બનાવો. તેનાથી તમે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ અનુભવશો. લકી કલર- લીલો લકી નંબર- 8 પોઝિટિવ- આજે પારિવારિક તેમજ વ્યક્તિગત પ્રવૃત્તિઓમાં આખો દિવસ વ્યસ્ત રહેશો. પરિવાર સાથે ખરીદી વગેરેમાં પણ સમય પસાર થશે તથા સામાજિક વર્તુળ પણ વિસ્તરશે. પ્રતિષ્ઠિત લોકો સાથેની મુલાકાત લાભદાયક અને સન્માનજનક રહેશે. નેગેટિવ- આ સમયે કરવામાં આવેલી કોઈપણ મુસાફરીના સકારાત્મક પરિણામો નહીં મળે. સારું રહેશે કે તમે તમારા વર્તમાન કાર્યો પર જ ધ્યાન આપો. ક્યારેક બિનજરૂરી ગુસ્સો અને ચીડિયાપણું રહી શકે છે. તમારી આ ખામીઓ પર કાબૂ મેળવો. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શનનું જરૂર પાલન કરો. વ્યવસાય- આજે વ્યવસાય સંબંધિત કોઈ સમસ્યામાંથી રાહત મળશે. નોકરી કરતા લોકો પર લક્ષ્ય પૂર્ણ કરવાનો દબાણ યથાવત રહેશે. લવ- દાંપત્ય સંબંધોમાં ચાલી રહેલી સમસ્યાનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવો, જેથી પરિવારની વ્યવસ્થા પર તેની નકારાત્મક અસર ન પડે. સ્વાસ્થ્ય- વર્તમાન હવામાનને કારણે કોઈ પ્રકારના ચેપની આશંકા જણાઈ રહી છે. તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખો. લકી કલર- પીળો લકી નંબર- 2 પોઝિટિવ- ઘરમાં સુખ અને શાંતિભર્યું વાતાવરણ બનશે. પરિવારના સભ્યો વચ્ચે ચાલી રહેલા મનદુઃખનો પણ ઉકેલ આવશે. કોઈ પણ મુશ્કેલમાં મુશ્કેલ કામને તમે તમારા પરિશ્રમ દ્વારા ઉકેલવાની ક્ષમતા રાખશો. તેનાથી આત્મવિશ્વાસ પણ વધશે. નેગેટિવ- પરંતુ ધ્યાન રાખો કે બેદરકારી અને મોડું કરવાના કારણે કેટલાક મહત્વપૂર્ણ કામ અધૂરા રહી શકે છે. કોઈ કાર્યક્રમમાં માનહાનિ પણ થઈ શકે છે અથવા તમારા સન્માનને ઠેસ પહોંચી શકે છે. ક્યાંય પણ નિરર્થક વાતચીત અથવા વધુ પડતા બોલવાથી પરહેજ કરો. વ્યવસાય- કારોબારમાં જૂની પાર્ટીઓ સાથેના સંબંધોને વધુ સારા બનાવી રાખો. કામની ગુણવત્તામાં સુધારો થવાને કારણે તમને સારા ઓર્ડર મળી શકે છે. લવ- પારિવારિક વાતાવરણ સુખમય રહેશે. કોઈ નજીકના મિત્ર સાથે પારિવારિક ગેટ-ટુગેધર પણ થશે. સ્વાસ્થ્ય- આ સમયે ખાણીપીણીનું ખાસ ધ્યાન રાખો. કારણ કે ગેસ અને એસિડિટીની સમસ્યા વધી શકે છે. લકી કલર- આસમાની લકી નંબર- 3 પોઝિટિવ- કુંભ રાશિ માટે ગ્રહોની સ્થિતિ સકારાત્મક બની રહી છે. તમે કઠોર મહેનત અને પરિશ્રમથી તે બધું હાંસલ કરશો જેની તમે ઈચ્છા રાખી છે. સફળતા અને પ્રગતિના માર્ગો પ્રબળ બની રહ્યા છે. યુવા વર્ગ પણ કોઈ સિદ્ધિ હાંસલ કરીને તણાવમુક્ત અનુભવશે. નેગેટિવ- પરંતુ કોઈપણ અજાણ્યા વ્યક્તિથી અંતર જાળવી રાખો. તમે કોઈ કાવતરું અથવા ષડ્યંત્રનો ભોગ બની શકો છો. રોજિંદા ઉપયોગની વસ્તુઓ ખરાબ થવાને કારણે સમારકામના કામમાં પૈસા ખર્ચ થશે. પરંતુ ઘરમાં ખરાબ વસ્તુઓ રાખવી જોઈએ નહીં. વ્યવસાય- આજે કાર્યક્ષેત્રમાં કેટલાક નક્કર અને મહત્વપૂર્ણ નિર્ણયો લેશો, જેના કારણે લાંબા સમયથી પડતર રહેલા કામો ઝડપથી પૂર્ણ થઈ જશે. લવ- ઘર તથા વ્યવસાય વચ્ચે તમે વધુ સારું સંતુલન જાળવી રાખશો. પ્રેમ સંબંધો પણ મધુર રહેશે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય સંબંધિત કોઈ જૂની સમસ્યા ફરીથી ઊભી થઈ શકે છે, તેથી બેદરકારી ન રાખો અને તમારી વ્યવસ્થિત દિનચર્યા જાળવો. લકી કલર- કેસરી લકી નંબર- 1 પોઝિટિવ- જો તમે કોઈ વિશેષ કાર્ય માટે પ્રયત્નશીલ છો, તો તે સંબંધિત યોગ્ય સફળતા મળવાની છે. અન્ય ઘણી પ્રવૃત્તિઓમાં પણ તમારી હાજરી જળવાઈ રહેશે. લોકોની વાતોની પરવા કર્યા વિના તમારા કાર્યો પર ધ્યાન કેન્દ્રિત રાખવું તમને લાભ આપશે. નેગેટિવ- વ્યક્તિગત બાબતોમાં ખૂબ સાવચેત રહેવાની જરૂર છે. ધ્યાન રાખો કે કોઈ નજીકના મિત્રો અને સંબંધીઓ સાથેના સંબંધો ખરાબ ન થાય. અને આ માટે તમારે જ યોગ્ય પ્રયાસો કરવા પડશે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ પર વધુ ધ્યાન આપવું જોઈએ. વ્યવસાય- કાર્યક્ષેત્રમાં આજે કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનું મુલતવી રાખો. કારણ કે અન્ય કાર્યોમાં વ્યસ્ત રહેવાને કારણે તમે આ તરફ ધ્યાન આપી શકશો નહીં. લવ- પારિવારિક વાતાવરણ સુખમય રહેશે. ઘરમાં મહેમાનોની પણ અવરજવર રહેશે. લાંબી ડ્રાઇવ પર જવાનો અવસર મળશે. સ્વાસ્થ્ય- વર્તમાન હવામાનથી પોતાની સુરક્ષા જાળવવા માટે પોતાની દિનચર્યાને વ્યવસ્થિત રાખો, તેમજ ખાણીપીણી પણ યોગ્ય રાખવી જરૂરી છે. લકી કલર- ગુલાબી લકી નંબર- 9
    Click here to Read More
    Previous Article
    35 साल पुराना गाना, हीरोइन के प्यार में दीवाना था हीरो, 90 के दशक का ये गाना कई बार हुआ रीमिक्स
    Next Article
    30 સપ્ટેમ્બરનું ટેરો રાશિફળ:મિથુન અને મકર રાશિની કોઈ ઈચ્છા પૂરી થશે, સિંહ અને કન્યા જાતકોએ નિર્ણય લેવામાં સંભાળવું

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment