Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં આપઘાતના બે બનાવ:પતિએ મોબાઈલમાં ઓછું ધ્યાન આપવાનું કહેતા પરિણીતાનો ગળેફાંસો ખાઈ અને બીમારીથી કંટાળી ઝેરી દવા પી જનાર વૃદ્ધે જીવન ટુંકાવ્યું

    10 hours ago

    રાજકોટ શહેરમાં આપઘાતના બે કરૂણ બનાવો સામે આવ્યા છે. વાવડી વિસ્તારમાં મોબાઈલ ઓછો વાપરવા અંગે પતિએ ઠપકો આપતાં પરિણિતાએ ગળાફાંસો ખાઈ લીધો હતો, જ્યારે ઘનશ્યામનગરમાં બીમારીથી કંટાળીને ઝેરી દવા પી જનાર વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસે બંને ઘટનાઓમાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 23 વર્ષીય પરિણીતાએ ગળાફાંસો ખાધો પ્રથમ બનાવની વિગત અનુસાર, વાવડી ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારના પટેલ ચોક પાસે રહેતી અને મૂળ બિહારની 23 વર્ષીય ફુલકુમારી શિવપૂજન રાયે ગઈકાલે બપોરે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. ગંભીર હાલતમાં તેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. મૃતક પરિણિતા અને તેનો પતિ મજૂરી કામ કરતા હોવાનું અને તેમને સંતાનમાં બે બાળકો હોવાનું ખુલ્યું છે. બે દિવસ પહેલાં પતિએ મોબાઈલ વાપરવા બાબતે ઠપકો આપ્યો હતો, જેનું લાગી આવતા આ પગલું ભર્યાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. કેન્સરની બીમારીથી કંટાળીને વૃદ્ધે જીવન ટુંકાવ્યું બીજા બનાવમાં, કોઠારીયા રોડ પર આવેલા ઘનશ્યામનગરમાં રહેતા 64 વર્ષીય આનંદભાઈ શાંતિલાલ જોબનપુત્રાએ ગત 27 સપ્ટેમ્બરે પી.ડી. માલવીયા કોલેજ પાસેના બગીચામાં એસિડ ગટગટાવી લીધું હતું. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. માલવીયાનગર પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક કેન્સરની ગંભીર બીમારીથી પીડાતા હોવાથી કંટાળીને આ આત્યંતિક પગલું ભર્યું હતું. બંને બનાવો અંગે સંબંધિત પોલીસ મથકો દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    VHPની સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને રજૂઆત:ગરબામાં સુરક્ષા અને પવિત્રતા જાણવવાની માંગ; ઓળખપત્ર વગર ગરબામાં પ્રવેશ નહીં આપવાની રજૂઆત
    Next Article
    Employee Earning Rs 1 Lakh A Month Struggles To Save Beyond Rs 20,000, Internet Reacts

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment