Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલે કહ્યું- છેલ્લી અનેક ચૂંટણીઓમાં ફિક્સિંગ થયું:મુખ્ય ચૂંટણી કમિશનરે સમજુતી કરી; કોંગ્રેસની ચૂંટણી પંચ-સરકાર વિરુદ્ધની રણનીતિ અંગે બેઠક

    1 day ago

    કોંગ્રેસ વર્કિંગ કમિટીની મંગળવારે અઢી કલાક બેઠક મળી. તેમાં રાહુલ ગાંધીએ કહ્યું, “મુખ્ય ચૂંટણી કમિશનર સંપૂર્ણપણે સમજુતી કરી ચૂક્યા છે અને દેશની ચૂંટણી વ્યવસ્થા ‘ફિક્સ’ છે. હાલની તમામ ચૂંટણીઓ ગેરકાયદેસર છે.” રાહુલે કહ્યું, "ભલે EVM હોય કે મતદાર યાદી, બંને સાથે છેડછાડ કરવામાં આવી છે. ભાજપ ચૂંટણી જીતવાની વ્યૂહરચના તરીકે બંનેનો ઉપયોગ કરી રહ્યો છે." બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર તાત્કાલિક રાજીનામું આપે. SIR તાત્કાલિક રોકવામાં આવે. હટાવવામાં આવેલા 13 કરોડ 30 લાખ નામો ફરીથી ઉમેરવામાં આવે, તેવો પ્રસ્તાવ કરવામાં આવ્યો. બેઠકમાં 68 સભ્યોએ ભાગ લીધો. કોંગ્રેસે કહ્યું કે તેમની પાર્ટી મતદાર યાદી અને ચૂંટણી પ્રક્રિયામાં કથિત ગેરરીતિના મુદ્દાઓ સંસદમાં ઉઠાવશે અને પ્રદર્શન કરશે. ખડગેએ કહ્યું- PM મોદીએ યુવાનોને મતદાન કરતા રોકવાનું કાવતરું ઘડ્યું MNS-શિવસેના (UBT)નું 4 ઑક્ટોબરે મુંબઈમાં પ્રદર્શન મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ મંગળવારે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કહ્યું કે MNS અને શિવસેના (UBT) 4 ઑક્ટોબરે ચૂંટણી પંચ વિરુદ્ધ મુંબઈમાં પ્રદર્શન કરશે. 23 સપ્ટેમ્બર: ECની અંદરના મતભેદનો અહેવાલ સામે આવ્યો 23 સપ્ટેમ્બરે ઈન્ડિયન એક્સપ્રેસમાં ચૂંટણી પંચની અંદરના મતભેદને લગતો અહેવાલ પ્રકાશિત થયો હતો. તે મુજબ, ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશીએ 10 મહિનામાં ઓછામાં ઓછા 14 વખત પંચના નિર્ણયો સામે લેખિત વાંધો વ્યક્ત કર્યો હતો. તેમાં મતદાર યાદી, SIR અને ECINet સંબંધિત નિર્ણયો સામેલ હતા. ત્યારથી વિપક્ષી દળો જ્ઞાનેશ કુમાર પર મનમાની કરવાનો આરોપ લગાવીને તેમની વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યાં છે. રાહુલ ગાંધીએ 24 સપ્ટેમ્બરે જ્ઞાનેશ પર વોટ ચોરીનો આરોપ લગાવ્યો હતો. CJPએ પણ કહ્યું હતું કે જો જ્ઞાનેશ કુમારે રાજીનામું નહીં આપ્યું તો 2 ઑક્ટોબરથી દેશવ્યાપી આંદોલન કરવામાં આવશે. બીજી તરફ, સુપ્રીમ કોર્ટે મંગળવારે ચૂંટણી પંચના નિર્ણયો પર સવાલ ઉઠાવતી અરજી પર આગામી અઠવાડિયે સુનાવણી કરવા સંમતિ આપી છે. અરજીમાં જ્ઞાનેશ કુમારની અધ્યક્ષતાવાળા ચૂંટણી પંચના નિર્ણયો પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    'SIRમાં સ્થાનિક અધિકારીઓને વધુ અધિકારો મળે':મહારાષ્ટ્રના CEOએ પણ પત્ર લખ્યો હતો, 4 માગ કરી હતી; બે ચૂંટણી કમિશનરો પણ વાંધો વ્યક્ત કરી ચૂક્યા છે
    Next Article
    નોકરી છૂટતા MBA કરતો યુવક ચોર બન્યો:' નવા ઝભ્ભા પહેરીને નીકળી ન પડતા' -ગાંધીનગર મનપાના ઉમેદવારોને સંઘવીની ટકોર, જાહેર રોડ પર શાકભાજી-ફ્રુટ નહી વેચી શકાય

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment