Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાહન ચલાવવા બાબતે જાહેરમાં મારામારી:ચાર શખસોએ ભેગા મળી યુવકને પટાથી માર માર્યો, લોકોએ કારચાલકને પકડી પોલીસને સોંપ્યો

    10 hours ago

    વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા તિબેટીયન માર્કેટ પાસે કારચાલક સહિત 4 જેટલા ઇસમોએ સ્કૂટર ચાલક યુવક સાથે ઝઘડો કરીને મારામારી કરી હતી. આ દરમિયાન એક ઇસમે બેલ્ટ વડે યુવકના માથામાં હુમલો કરતાં ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટનામાં જાહેરજનતાએ કારને રોકી કારચાલકને પકડી પોલીસને સોંપ્યો હતો. આ મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાહન ચલાવવા જેવી નજીવી બાબતે મારામારી વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં પરિવાર સાથે રહેતા અને ફ્રીજ રીપેરીંગ તથા કિચન ઇક્વિપમેન્ટ સર્વિસનું કામ કરતા 27 વર્ષીય રિષભ વિપુલભાઈ ઠાકર તા. 23 સપ્ટેમ્બરના રોજ સાંજે 6.45 વાગ્યાની આસપાસ પોતાના ટુ-વ્હીલર નંબર પર પિતાની દાંડીયા બજાર ખાતે આવેલી 'રિલાયન્સ રેફ્રિજરેશન' દુકાને રેફ્રિજરેશનનો સામાન લેવા જઈ રહ્યા હતા. આ દરમિયાન તિબેટીયન માર્કેટ પાસે તેમની આગળ કાર જઈ રહી હતી. ટ્રાફિકના કારણે કાર ધીમી પડતાં રિષભભાઈ તેમની સ્કૂટર કારની સાઇડમાંથી પસાર થવા જતા કારચાલકે કાર તેમની તરફ દબાવી હતી. આ અંગે રિષભભાઈએ કારચાલકને વાહન જોઈને ચલાવવા કહેતાં કારચાલકે અપશબ્દો બોલ્યો હતો. ત્યારબાદ બદામડી બાગ તરફ જવાના કટ પાસે કારચાલકે કાર ઊભી રાખી હતી. કારમાં સવાર અન્ય 3 ઇસમો નીચે ઉતરીને રિષભભાઈ સાથે ગાળાગાળી અને બોલાચાલી કરવા લાગ્યા હતા. વાત વણસતાં ઝપાઝપી થઈ હતી અને બે ઇસમોએ રિષભભાઈને મૂઢ માર માર્યો હતો. આ દરમિયાન કાળા રંગનું ટી-શર્ટ પહેરેલા એક ઇસમે હાથમાં રહેલા બેલ્ટ વડે રિષભભાઈના માથાના કપાળની ડાબી બાજુએ માર મારતાં તેમને ઈજા થઈ હતી. લોકોએ કારચાલકને પકડી પોલીસને સોંપ્યો હુમલા બાદ ચારેય ઇસમો કારમાં બેસીને ત્યાંથી ભાગવા લાગ્યા હતા. રિષભભાઈ કારના પાછળના ભાગે લટકી ગયો હતો અને કાર નર્સિંગ હોમ ચાર રસ્તા તરફ પહોંચતાં તેમણે બૂમાબૂમ કરી હતી. જેથી જાહેર જનતાએ કારને રોકાવી હતી. કારમાં સવાર 3 ઇસમો નાસી ગયા હતા, જ્યારે કારચાલક મોહિબખાન પઠાણને લોકોએ પકડી રાખ્યો હતો. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે રિષભભાઈને સારવાર માટે SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આરોપી અદનાન અબ્દુલરજાક ખોખર, ઉં.વ. 25, (રહે. મકાન નં. 47, પત્રકાર કોલોની સોસાયટી, જે.પી. પોલીસ સ્ટેશનની પાછળ, તાંદલજા, વડોદરા), મોહમદ સાજીદખાન પઠાણ, ઉં.વ. 23, (રહે. મકાન નં. ૪૮, ભીમ સિટી, દિવાળીપુરા, કુંટેલા, તા. ડભોઇ, વડોદરા), અલ્તાક ઉર્ફે અંકુ ઐયુબખાન પઠાણ, ઉં.વ. 29, (રહે. મકાન નં. 501, ડ્રીમ હાઇસ, તાંદલજા, વડોદરા) અને અને મોહીબખાન ઇદ્દીશખાન પઠાણ, ઉં.વ. 25, (રહે. મકાન નં. 24, અમજદપાર્ક, મદીના હોટલની બાજુમાં, તાંદલજા, વડોદરા) પોલીસે ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સગીર બાળકી સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સજા:ઈડર સ્પેશિયલ પોક્સો કોર્ટે 40 હજાર દંડ અને પીડિતાને 1 લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો
    Next Article
    LPU में दंगा किसने भड़काया, क्यों हुए LPU में दंगे? Lovely Professional University | Punjab protests

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment