Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીએચડી પરીક્ષા સામે એનએસયુઆઈનો ઉગ્ર વિરોધ:ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પર ગંભીર આક્ષેપો,પરીક્ષા નિયંત્રક પર ખોટી નોટો ઉડાડી વિરોધ કરાયો, કુલપતિ યુનિવર્સિટી એ જ ફરક્યા નહીં

    7 hours ago

    ​ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા લેવાયેલ પીએચડીની પરીક્ષામાં વ્યાપક ગેરરીતિઓ આચરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સાથે નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા (NSUI) દ્વારા યુનિવર્સિટી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન અને આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આંદોલન દરમિયાન એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટીમાં પરીક્ષા નિયંત્રક પર ખોટી નોટો ઉડાડીને પોતાનો રોષ અને અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો, તેમજ યુનિવર્સિટીમાં આવવાની જાણ કુલપતિને થતા કુલપતિ યુનિવર્સિટીમાં ફરક્યા ન હોવાનું પણ સામે આવ્યું હતું. ​આ મામલે એનએસયુઆઈના જિલ્લા પ્રમુખ મયુર સાવલિયાએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે આજે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં આગામી સમયમાં વર્ષ 2025-26 ની પીએચડીની પરીક્ષા લેવાની છે અને તેમાં સીસીટીવી કેમેરા વગર તથા અનામતની સીટો છુપાવીને પરીક્ષા લેવામાં આવી છે. તમામ પીએચડીની પરીક્ષામાં ધાંધીલી થઈ છે અને અમે કુલપતિ પાસે માંગણી રાખી છે કે પીએચડી પરીક્ષા રદ થાવી જોઈએ. સીસીટીવી વગર પરીક્ષા લેવાઈ હોવાથી અમને શંકા છે કે પરીક્ષામાં વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઈને તેમના મળતિયાઓને પાસ કરાવી દીધા છે, જેના કારણે નાના વર્ગના તથા ખેડૂતોના દીકરાઓ અને મહેનત કરતા સાચા વિદ્યાર્થીઓ પાછળ રહી ગયા છે. ​NSUI ના જિલ્લા પ્રમુખ મયુર સાવલિયાએ વધુમાં જણાવ્યું હતું કે અમુક એવા ધારાસભ્યો પણ પીએચડીની પરીક્ષા દેવા આવ્યા હતા અને એણે પણ પરીક્ષા દીધી છે, પરંતુ આજ લગી એ ધારાસભ્ય જ્યારે જરી કઈ બહાર જાય ત્યારે વીડિયો ઉતારે છે, પરંતુ આ પીએચડીની પરીક્ષા વગર કેમેરાએ લેવાઈ છે તો તે બાબતે કુલપતિ અત્યારે મૌન છે અને અમને શંકા છે કે એણે પણ કુલપતિ સાથે સેટિંગ કરી લીધું છે. આજે અમે આવેદનપત્ર આપીને પંદર દિવસની ટાઇમ લિમિટ આપી છે, અને જો આ પરીક્ષા રદ કરવામાં નહીં આવે તો અમે અહીંયા ઉપવાસ આંદોલન કરીશું અને યુનિવર્સિટીનો ઘેરાવો કરીશું. ​ આ લોકોએ પૈસાથી જ સેટિંગ કર્યું છે અને એક-એક વિદ્યાર્થીઓ પાસેથી પંદર-પંદર લાખ રૂપિયા લેવામાં આવ્યા છે. જેથી અમે કીધું કે તમને પૈસાની ભૂખ હોય તો આલ્યો અમે એને પૈસા ઉડાડીને આપ્યા છે, તમે આ પૈસા લઈ લ્યો પણ અમારા વિદ્યાર્થીઓ સાથે સેટિંગ કરીને ખેડૂતોના દીકરાઓ અને નાના લોકોને શું કામે બરબાદ કરો છો. ​આ કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ પહેલેથી જ વિવાદિત રહ્યા છે અને અગાઉ પણ એણે અનેકો એવા વિવાદિત કાર્યો કર્યા છે. આજે પણ આ વિવાદો યથાવત છે ત્યારે અમે વિદ્યાર્થીઓ માટે લડીશું અને જ્યાં લગી આ પરીક્ષા રદ નહીં થાય ત્યાં લગી વિદ્યાર્થીઓના હિત માટે લડત ચાલુ રાખીશું અને ઉગ્ર આંદોલનો કરીશું. પંદર દિવસની સમય મર્યાદા પૂરી થયા બાદ જો આ પરીક્ષા રદ નહીં થાય તો યુનિવર્સિટીના ગેટે આગામી સમયમાં ઉપવાસ આંદોલન પણ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ‘EC exposed, but no fresh ground to challenge SIR’: Lawyers on legal fallout of IE report
    Next Article
    અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો:PM મોદીની ડિગ્રી જાહેર કરવાના કેસમાં ડબલ જજની બેન્ચે કેજરીવાલની અપીલ ફગાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment