Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લઘુશંકા કરવા બાબતે બોલાચાલી બાદ પાઈપ વડે હુમલો:સરદારનગર સર્કલ પાસે ટાયરના દુકાનદારે આધેડ અને તેમના સંબંધીને ફટકાર્યા

    9 hours ago

    ભાવનગરના સરદારનગર વિસ્તારમાં લઘુશંકા કરવા બાબતે થયેલી નજીવી બોલાચાલીમાં ટાયરની દુકાન ધરાવતા શખ્સે ઉશ્કેરાઈ જઈને એક આધેડ અને તેમના સંબંધી પર પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલાખોરે બંનેને પાઈપના ઘા મારીને ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે આધેડે ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. અપશબ્દો બોલી હુમલા કર્યો ભરતનગરમાં આવેલ શ્રીનાથજીનગરમાં રહેતા અને લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા 53 વર્ષીય હેમંતકુમાર હરિલાલ કનાડા પોતાના સંબંધી કૌશિક પંડ્યા સાથે બાઈક પર ઘર તરફ જઈ રહ્યા હતા. સરદારનગર વિસ્તારમાં લઘુશંકા માટે ઉભા રહેતા 'મોરલીધર ટાયર' નામના દુકાનદાર મયુર કમલેશભાઈ સુંધાણીએ આવીને પૂછપરછ કરી બોલાચાલી કરી હતી. બોલાચાલી ઉગ્ર બનતા મયુરે કેબિનમાંથી પાઈપ લાવી હેમંતકુમારના શરીરે પાઈપના ઘા ઝીંકી દીધા હતા. બચાવવા ગયેલા સંબંધી પર પણ હુમલો હેમંતકુમારને બચાવવા માટે વચ્ચે પડેલા તેમના સંબંધી કૌશિક પંડ્યા પર પણ શખ્સે પાઈપ અને પાટુ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. હુમલા બાદ શખ્સે બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ઘોઘારોડ પોલીસે આધેડની ફરિયાદના આધારે આરોપી મયુર સુંધાણી વિરુદ્ધ BNS એક્ટ અને જી.પી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વાહનચલાવવા બાબતે જાહેરમાં મારમારી:ચાર શખસોએ ભેગા મળી યુવકને પટાથી માર માર્યો, લોકોએ કારચાલકને પકડી પોલીસને સોંપ્યો
    Next Article
    શાપરમાં કૌટુંબિક કાકાનું ભત્રીજી પર દુષ્કર્મ:5 વર્ષની બાળકી પર નજર બગાડી હવસનો શિકાર બનાવી, બાળકીને સારવાર માટે ખસેડાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment