Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાપરમાં કૌટુંબિક કાકાનું ભત્રીજી પર દુષ્કર્મ:5 વર્ષની બાળકી પર નજર બગાડી હવસનો શિકાર બનાવી, બાળકીને સારવાર માટે ખસેડાઈ

    10 hours ago

    રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ વિસ્તારમાં આવેલ કારખાનામાં કામ કરતા બિહારના શ્રમિક પરિવારની 5 વર્ષની માસુમ દીકરી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ દુષ્કર્મ અન્ય કોઈ નહિ પરંતુ બાળકીના જ કૌટુંબિક કાકાએ આચર્યું હોવાનું સામે આવતા નરાધમ કાકા ઉપર ફિટકાર વરસી રહી છે. હાલમાં બાળકીની તબિયત બગડતા તેને રાજકોટની ઝનાના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી શાપર પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધવા અને આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. બિસ્કિટ લઇ આપી બાળકીને હવસનો શિકાર બનાવી બાળકીના પિતાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, તેઓ મૂળ બિહારના વતની છે અને 5 વર્ષથી શાપરમાં રહી કારખાનામાં મજૂરી કામ કરે છે. સંતાનમાં કુલ 4 દીકરી અને એક દીકરો છે. જેમાંથી બે દીકરી બિહારમાં તેમમાં પરિવાર સાથે રહે છે જયારે શાપરમાં તેમની સાથે દીકરો અને બે દીકરી રહે છે. ગઈકાલે રાબેતા મુજબ પતિ-પત્ની અલગ અલગ કારખાનામાં કામ અર્થે ગયા હતા. આ દરમિયાન દીકરો અને દીકરી અભ્યાસ અર્થે ગયા હતા અને 6 વર્ષની બાળકી અભ્યાસ કરવા ગઈ ન હતી. દીકરીએ માતા-પિતાને રડતા રડતા આપવીતી જણાવી આ પછી અમારા જ ગામનો મંજવ અવારનવાર અમારા ઘરે આવતો રહેતો હતો અને પરિચિત હોવાથી મારા બાળકો પણ તેને ઓળખતા હતા. સાંજના 4.30 વાગ્યે ઘરે આવી 6 વર્ષની દીકરી એકલી હોવાથી બિસ્કિટ લઇ આપી બાળકીને હવસનો શિકાર બનાવી હતી. બાળકીએ અમને ફોન કર્યા હતા પણ કારખાનામાં હતા ત્યારે અવાજ ન સંભળાતા ફોન ઉપાડી શક્યા ન હતા. સાંજે 8 વાગ્યે ઘરે પહોંચતા બાળકીએ રડતા રડતા આપવીતી જણાવી હતી. જેથી અમે તાત્કાલિક આરોપીના ઘરે ગયા હતા અને પુછપરછ કરતા પોતે સ્વીકાર કરતો ન હતો. જેથી અમે શાપર પોલીસ સ્ટેશને જાણ કરી હતી. આરોપી ઝડપાયો પોલીસે તાત્કાલિક આરોપી નરાધમને અટકાયત કરીને પુછપરછ કરતા બાળકીને હવસનો શિકાર બનાવી હોવાનો સ્વીકાર કર્યો હતો. પોલીસ બાળકીને રાજકોટ ઝનાના હોસ્પિટલ સારવાર માટે ખસેડી હતી. પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડી ધરપકડ કરવા તપાસ તજવીજ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    લઘુશંકા કરવા બાબતે બોલાચાલી બાદ પાઈપ વડે હુમલો:સરદારનગર સર્કલ પાસે ટાયરના દુકાનદારે આધેડ અને તેમના સંબંધીને ફટકાર્યા
    Next Article
    પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ કોંગ્રેસમાં જોડાશે, નવરાત્રિ પહેલાં નવાજૂની:અમિત ચાવડાએ કહ્યું- હાઇકમાન્ડ સાથે ચર્ચા ચાલુ, બાપુએ પણ કહ્યું- હા સાચી વાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment