Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં પેટ્રોલ પંપ પર સરપંચે તલવાર બતાવી આતંક મચાવ્યો:મહિલા કર્મચારી સાથે વિવાદ બાદ કાર ચઢાવવાનો પ્રયાસ, ગુનો દાખલ

    21 hours ago

    ભરૂચ જિલ્લાના દહેજ પંથકમાં જણીયાદરા ગામના સરપંચ દ્વારા પેટ્રોલ પંપ પર ખુલ્લી તલવાર સાથે આતંક મચાવ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પેટ્રોલ પંપ પર સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ સરપંચે મહિલા કર્મચારી સહિત અન્ય સ્ટાફને ધમકાવી વાતાવરણ તંગ બનાવી દીધું હતું. આ સમગ્ર ઘટનાના દૃશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. શું હતી સમગ્ર ઘટના? મળતી માહિતી મુજબ, જણીયાદરા ગામના સરપંચ ઇન્દરવર્ધનસિંહ પ્રવિણસિંહ રાણા (ઉર્ફે અલ્પેશ) પોતાની કારમાં પેટ્રોલ પુરાવવા માટે પેટ્રોલ પંપ પર આવ્યા હતા. આ દરમિયાન પંપ પર ફરજ બજાવતી મહિલા કર્મચારીએ તેમને અન્ય પોઇન્ટ પર કાર લઈ જવા માટે જણાવ્યું હતું. આ સામાન્ય સૂચન બાદ અહમ ઘવાતાં સરપંચ ઉશ્કેરાઈ ગયા હતા અને મહિલા કર્મચારી સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી. વિવાદ વધતાં સરપંચ પોતાની કારમાંથી તલવાર કાઢી લાવ્યા હતા અને ખુલ્લી તલવાર સાથે મહિલા કર્મચારી તરફ ધસી જઈ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છે. બૂમાબૂમ થતાં પેટ્રોલ પંપના અન્ય કર્મચારીઓ દોડી આવ્યા હતા. દરમિયાન કર્મચારીઓએ પોલીસને જાણ કરવાની વાત કરતાં સરપંચે રોષે ભરાઈને કર્મચારીઓ પર કાર ચઢાવી દેવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે પંપના કર્મચારીઓમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો. સરપંચે રોષે ભરાઈને કર્મચારીઓ પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો આ સમગ્ર મામલે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી હતી. દહેજ પોલીસ ઇન્સ્પેક્ટર (PI) હિતેશસિંહ ઝાલા સાથે ટેલિફોનિક વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, સરપંચ વિરુદ્ધ રાત્રે જ કાયદેસરનો ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સરપંચ સામે ઝપાઝપી કરવી, ગાળાગાળી કરવી, જાનથી મારી નાખવાની ધમકી આપવી, વાહન ચઢાવી દેવાનો પ્રયાસ કરવો તેમજ હથિયાર (તલવાર) રાખવા બદલ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીને નોટિસ પાઠવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે સરપંચનો ટેલીફોનીક સંપર્ક કરતા તેમણે ફોન ઉઠાવ્યો ન હતો અને ત્યાર બાદ ફોન સ્વિચ ઓફ આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં જાહેર રોડ પર શાકભાજી-ફ્રૂટના વેચાણ પર પ્રતિબંધ:આજથી લારી-સામાન જપ્તની સાથે દંડ થશે; વેપારીઓએ કહ્યું-પહેલાં વેજીટેબલ માર્કેટ બનાવો પછી પ્રતિબંધ મૂકો
    Next Article
    MBA કરતો યુવક ચોર બન્યો, માથાના મુંડનથી ભાંડો ફોડ્યો:60 હજારના પગારની નોકરી છૂટી જતા બ્લિન્કિટમાં જોબ શરૂ કરી, પગાર પૂરો ન પડતા બાઇક ચોરી કરવા લાગ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment