Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં જાહેર રોડ પર શાકભાજી-ફ્રૂટના વેચાણ પર પ્રતિબંધ:આજથી લારી-સામાન જપ્તની સાથે દંડ થશે; વેપારીઓએ કહ્યું-પહેલાં વેજીટેબલ માર્કેટ બનાવો પછી પ્રતિબંધ મૂકો

    1 day ago

    અમદાવાદમાં જાહેર રોડ ઉપર શાકભાજી અને ફ્રૂટ વેચવા ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે પ્રતિબંધ લગાવ્યો છે. રોડ ઉપર લારીઓ ઉભી રાખી શાકભાજી તેમજ ફ્રૂટ વેચવાના કારણે ટ્રાફિક થતો હોવાના પગલે આ નિર્ણય કર્યો છે. માત્ર કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા વેજીટેબલ માર્કેટમાં જ વેચાણ કરવાનું રહેશે. જો જાહેર રોડ કે ફૂટપાથ પર વેચાણ કરશે તો લારી તેમજ સામાન જપ્ત કરી દંડ કરવા સુધીની કાર્યવાહી કરાશે. આ પહેલાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરેક ઝોનમાં વેજીટેબલ માર્કેટો બનાવવાનો નિર્ણય લીધો હતો. પરંતુ વોર્ડ દીઠ ત્રણથી ચાર માર્કેટ બનાવવા પડે એવી સ્થિતિ છે. દરેક વોર્ડમાં ત્રણથી ચાર મોટા શાક માર્કેટો હોય છે. પરંતુ હજુ વોર્ડ દીઠ ત્રણ વેજીટેબલ માર્કેટ બનાવવામાં આવે તો રોડ ઉપરથી શાકભાજીના વેપારીઓને દૂર કરી શકાશે. રીંકુબેને જણાવ્યું કે અમે ગરીબ છીએ અને શાકભાજીનો વેપાર કરીએ છીએ. જો અમને શાકભાજીના થડા ફાળવવામાં આવે તો અમે ત્યાં વેપાર કરવા જવા તૈયાર છીએ. પરંતુ વેજીટેબલ માર્કેટ જ બનાવ્યા નથી તો કેવી રીતે વેપાર કરવા જઈશું. જાહેર નોટિસ દ્વારા કડક સૂચના અમદાવાદ મનપાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જાહેર નોટિસ મારફતે જણાવ્યું છે કે, શહેરમાં વેપાર કરતા તમામ ફળ અને શાકભાજીનાં સ્ટ્રીટ વેન્ડર્સને સૂચના આપવામાં આવે છે કે જાહેર રસ્તાઓ, ફૂટપાથ અને ટ્રાફિકને અડચણરૂપ થાય તેવી કોઈપણ જગ્યાઓ પર શાકભાજી અને ફળનું વેચાણ કરવા પર પ્રતિબંધ છે. રસ્તાઓ પર વેપાર કરવાથી ટ્રાફિકની ગંભીર સમસ્યાઓ સર્જાય છે અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. માલ-સામાન જપ્તની સાથે દંડ પણ થશે તમામ સ્ટ્રીટ વેન્ડર્સને કડક સૂચના છે કે, તેઓએ પોતાની વેચાણ પ્રવૃત્તિઓ માત્ર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નક્કી કરાયેલ શાકભાજી માર્કેટ તથા નિયત કરાયેલા અન્ય સ્થળોએ જ કરવાની રહેશે. જો કોઈ પણ વેન્ડર્સ આ સૂચનાનું ઉલ્લંઘન કરીને જાહેર રસ્તા પર કે ફૂટપાથ પર વેચાણ કરતા જણાશે તો તેને ‘ગેરકાયદેસર દબાણ’ ગણવામાં આવશે. જેથી કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી કરાશે, જેમાં માલ-સામાન અને લારી જપ્ત કરવા તેમજ આકરો દંડ ફટકારવાની કાર્યવાહીનો પણ સમાવેશ થાય છે. વેપારીઓને ફરજિયાત વેજીટેબલ માર્કેટમાં બેસવું પડશે શહેરમાં ખાસ કરીને સાંજના સમયે રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા શાકભાજીની લારીઓ અને બજાર ભરાતું હોય તેના કારણે થતું હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ-અલગ સ્થળો પર વેજીટેબલ માર્કેટ બનાવવામાં આવ્યા છે, પરંતુ વેપારીઓ વેજીટેબલ માર્કેટમાં વેચાણ કરતા નથી, જેના પગલે AMCના એસ્ટેટ વિભાગ દ્વારા હવે રોડ પરના તમામ શાકભાજી અને ફ્રૂટના વેપારીઓને વેજીટેબલ માર્કેટમાં ફરજિયાત બેસે તેના માટે રોડ પર વેચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    'વોટ ચોર કહા મિલેગા, બીજેપી દફતર મેં', અમદાવાદમાં કોંગ્રેસ આક્રમક:સરદાર બાગ પાસે જ્ઞાનેશ કુમારનું પૂતળી સળગાવી ધરણા, પોલીસ દોડતી થઈ
    Next Article
    ભરૂચમાં પેટ્રોલ પંપ પર સરપંચે તલવાર બતાવી આતંક મચાવ્યો:મહિલા કર્મચારી સાથે વિવાદ બાદ કાર ચઢાવવાનો પ્રયાસ, ગુનો દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment