Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ચૂંટણી પંચ સામે કોંગ્રેસના ધરણાં:પતંગ હોટેલથી રૂપાલી સિનેમા સુધી બેનર અને પોસ્ટર સાથે રસ્તા પર ઉતરશે, મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માગ

    11 hours ago

    મતદાર યાદી સુધારણા માટેની સ્પેશિયલ સમરી રિવિઝન (SIR) પ્રક્રિયાના બહાને સમગ્ર દેશમાંથી અંદાજે 13 કરોડ જેટલા કાયદેસરના મતદારોના નામ ગેરકાયદે રદ કરી દેવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપ સાથે કોંગ્રેસ પક્ષ આક્રમક મૂડમાં આવી ગયો છે. કેન્દ્ર સરકારના કથિત દબાણ હેઠળ સ્વાયત્ત અને બંધારણીય સંસ્થા એવા ચૂંટણી પંચની નિષ્પક્ષતા જોખમાઈ હોવાનો આરોપ લગાવી દેશભરમાં વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે. આ રાષ્ટ્રવ્યાપી આંદોલનના ભાગરૂપે અમદાવાદમાં પણ પ્રદેશ તેમજ શહેર કોંગ્રેસ દ્વારા રસ્તા પર ઉતરી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે જોરદાર વિરોધ નોંધાવવાનું એલાન કરવામાં આવ્યું છે. પતંગ હોટેલથી રૂપાલી સિનેમા સુધી રેલી યોજાશે અમદાવાદમાં યોજાનારા આ વિરોધ કાર્યક્રમ અંતર્ગત સાબરમતી રિવરફ્રન્ટ સ્થિત પતંગ હોટેલથી શરૂ કરીને ઐતિહાસિક રૂપાલી સિનેમા સુધી એક વિશાળ રેલી કાઢવામાં આવશે. રેલીના સમાપન બાદ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ત્યાં ધરણાં પ્રદર્શન પર બેસશે. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી સહિત પ્રદેશ અને શહેર સંગઠનના અગ્રણી પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો બેનરો અને પ્લેકાર્ડ સાથે જોડાશે. 'વોટ ચોર, ગદ્દી છોડ'ના નારા ગૂંજશે વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ કાર્યકરો દ્વારા 'વોટ ચોર, ગદ્દી છોડ' જેવા આકરા સૂત્રોચ્ચાર સાથે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની કામગીરી સામે રોષ વ્યક્ત કરવામાં આવશે. કોંગ્રેસ નેતાઓનો આરોપ છે કે ચૂંટણી કમિશનરની ભૂમિકા શંકાના દાયરામાં છે અને ચૂંટણી પ્રક્રિયામાંથી પારદર્શિતા ગાયબ થઈ ગઈ છે. મતના પવિત્ર બંધારણીય અધિકારનું હનન થઈ રહ્યું હોવાથી મુખ્ય ચૂંટણી કમિશનર તાત્કાલિક ધોરણે પોતાના પદ પરથી રાજીનામું આપે તેવી માંગણી સાથે કોંગ્રેસે અમદાવાદમાં મોરચો માંડવાની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે.
    Click here to Read More
    Previous Article
    US Waives Tariffs On Specialty Drugs From India, 19 Other Countries
    Next Article
    ડોનેશન કૌભાંડ:વધુ 7થી 8 ફરિયાદ થશે, ટેક્સ ચોરીની રકમ 5 હજાર કરોડ સુધી હોવાનો અંદાજ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment