Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડોનેશન કૌભાંડ:વધુ 7થી 8 ફરિયાદ થશે, ટેક્સ ચોરીની રકમ 5 હજાર કરોડ સુધી હોવાનો અંદાજ

    13 hours ago

    રાજકીય પક્ષોના ડોનેશન કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમ વધુ 7થી 8 પાર્ટીના હોદ્દેદારો, સીએ સહિતની ટોળકી સામે ગુનો નોંધશે. ઈન્કમટેક્સ વિભાગે 1 વર્ષ પહેલા 23 રાજકીય પક્ષોની ઓફિસો પર દરોડા પાડ્યા હતા, જેમાં 4થી 5 હજાર કરોડની ટેક્સ ચોરી બહાર આવી હતી. જે 23 રાજકીય પક્ષોની ઓફિસો પર દરોડા પાડવામાં આવ્યા હતા. તેમાં સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી, ગરીબ કલ્યાણ પાર્ટી, ભારતીય નેશનલ જનતા દળ, સત્યવાદી રક્ષક પાર્ટીનો સમાવેશ થાય છે. આ ચાર પક્ષના હોદ્દેદારો તેમ જ સીએ સામે સીઆઈડી ક્રાઈમે પોલીસે રૂ.2283 કરોડનું દાન લઈને રૂ.684 કરોડની ટેક્સ ચોરી કરી હોવાની ફરિયાદ નોંધી છે. ટેક્સ ચોરી કૌભાંડમાં ડિપાર્ટમેન્ટે વર્ષ પહેલા અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, નવસારીમાં આવેલી 23 રાજકીય પક્ષની ઓફિસો પર દરોડા પાડ્યા હતા, જેમાં 5 હજાર કરોડની ટેક્સ ચોરી બહાર આવી હોવાની માહિતી છે. તેમાંથી સીઆઈડી ક્રાઈમે 4 પક્ષના હોદ્દેદારો સામે ગુના નોંધ્યા છે. જ્યારે બાકી રહેલા પક્ષના હોદ્દેદારો રડારમાં હોવાનું પોલીસનું કહેવું છે. વર્ષ પહેલાં આ પાર્ટીઓની ઓફિસમાં દરોડા પડ્યા હતા - ભારતીય રાષ્ટ્રીય તંત્ર પાર્ટી - રાષ્ટ્રવાદી જનતા પાર્ટી - નવસર્જન ભારતીય પાર્ટી - જનતાવાદી કોંગ્રેસ - સત્તા કલ્યાણ - સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી - ગરીબ કલ્યાણ પાર્ટી - ભારતીય નેશનલ જનતા દળ - સત્યવાદી રક્ષક પાર્ટી - ભારતીય જનક્રાંતિ દળ - રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટી - સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી - લોક કલ્યાણ પાર્ટી - રાષ્ટ્રીય ક્રાંતિકારી સમાજવાદી પાર્ટી - જનસંઘર્ષ વિરાટ પાર્ટી - યુવા જનજાગૃતિ પાર્ટી - સૌરાષ્ટ્ર જનતા પ્રકાશ મધરલેન્ડ નેશનલ પાર્ટી - લોકતંત્ર જાગૃતિ ઘણી પાર્ટીઓએ એક જ કરદાતા પાસેથી દાન લીધું પોલીસની તપાસમાં એવી પણ માહિતી બહાર આવી છે કે, આ રાજકીય પક્ષોએ એકના એક જ કરદાતા પાસેથી જુદા જુદા રાજ્યોમાંથી દાન મેળવ્યું હતું. આ રીતે કરદાતાએ વધારે રકમનું દાન બતાવીને ટેક્સ ચોરી કરી હતી. જ્યારે રાજકીય પક્ષોએ પણ તેમના નામે જુદા જુદા શહેર અને રાજ્યોમાં ઓફિસો શરૂ કરીને કરોડો રૂપિયાનું દાન લીધું હતું.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં ચૂંટણી પંચ સામે કોંગ્રેસના ધરણાં:પતંગ હોટેલથી રૂપાલી સિનેમા સુધી બેનર અને પોસ્ટર સાથે રસ્તા પર ઉતરશે, મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માગ
    Next Article
    'Rumour-Rage': Punjab's Lovely Professional University On Campus Violence

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment