Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં 'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ સફાઈ અને વૃક્ષારોપણ:ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના અધિકારીઓ-કર્મચારીઓએ શ્રમદાન કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો

    7 hours ago

    સુરેન્દ્રનગરમાં 'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ સ્વચ્છતા અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ કચેરી, શ્રમ આયુક્ત કચેરી તથા નાયબ નિયામક બોઈલર કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજન થયું હતું. આ કાર્યક્રમ સુરેન્દ્રનગર હાઈવે રોડ પર આવેલા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ખાતે યોજાયો હતો. અહીં ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓએ શ્રમદાન કરી પરિસરમાં સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી. એકત્રિત થયેલા કચરાનો યોગ્ય રીતે નિકાલ કરાયો હતો. સ્વચ્છતા સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા માટે સંસ્થાના પરિસરમાં વૃક્ષારોપણ પણ કરાયું હતું. સૌએ હરિયાળી વધારવા અને પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવાનો સંકલ્પ લીધો. આ પ્રસંગે અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વચ્છતા જાળવવા અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની જવાબદારી નિભાવવાના શપથ લીધા. કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગાન સાથે થયું. આ દ્વારા સમાજમાં જવાબદારી અને જનભાગીદારીનો સંદેશ અપાયો.
    Click here to Read More
    Previous Article
    નવેમ્બર સુધીમાં પાલિકાના કાફલામાં 100 નવી ઇલેક્ટ્રિક બસો જોડાશે:આવતીકાલે પાલ-કામરેજ રૂટ પર ટ્રાયલ રન, સુરતમાં પર્યાવરણલક્ષી પરિવહનને વેગ
    Next Article
    बिजनौर में सड़क पर चल रहे लड़का और लड़की को बाइक सवारों ने जबरदस्ती बाइक पर बिठाया और लेकर हुए फरार

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment