Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાહન ટોઈંગ મામલે બબાલ, પોલીસકર્મીને કહ્યું- મારી ગાડી કેમ ઉપાડી?:સંગમ ચાર રસ્તા પાસે ચાલક અને કર્મચારીઓ વચ્ચે મારામારી, કપડાં ફાટી ગયા; વીડિયો વાયરલ

    8 hours ago

    વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમન અને નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરાયેલાં વાહનો સામે ટ્રાફિક પોલીસ દ્વારા નિયમિત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ડ્રાઇવ દરમિયાન સંગમ ચાર રસ્તા નજીક શ્રી રાધે કોમ્પ્લેક્સ બહાર એક ચકચારી ઘટના સામે આવી છે. ટ્રાફિક પોલીસની ઉપસ્થિતિમાં ટોઈંગ ક્રેન સ્ટાફ દ્વારા નો-પાર્કિંગમાંથી એક બાઇક ક્રેનમાં ચડાવવામાં આવતાં વાહનમાલિક ઉશ્કેરાઈ ગયો હતો. ચાલકે "મારી ગાડી કેમ ઉપાડી? અહીંથી ઉઠાવવાની પરમિશન કોણે આપી?" જેવા સવાલો કરી બાઇક તરત જ નીચે ઉતારવાની જીદ પકડી હતી. બોલાચાલીમાંથી છૂટાહાથની મારામારી વાહનમાલિક અને ટોઈંગ ક્રેનના સ્ટાફ વચ્ચેની બોલાચાલી જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી. બબાલ વધતાં આસપાસમાંથી સ્થાનિકોનું ટોળું પણ એકઠું થઈ ગયું હતું. મામલો એટલો બિચક્યો કે લોકો અને કર્મચારીઓ વચ્ચે સીધી ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી. આ ધમાસાણ દરમિયાન ટોઈંગ ક્રેનના એક કર્મચારીના કપડાં પણ ફાટી ગયા હતા. પરિસ્થિતિ વણસતી જોઈ સ્થળ પર હાજર ટ્રાફિક પોલીસકર્મીએ વચ્ચે પડીને મામલો થાળે પાડવા ભારે જહેમત ઉઠાવી હતી. ટ્રાફિક જવાને સ્પષ્ટતા કરી હતી કે વાહન પ્રતિબંધિત નો-પાર્કિંગ ઝોનમાં હોવાના કારણે જ કાયદેસરની ટોઈંગ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં વારસિયા પોલીસ એક્શનમાં ઘટનાસ્થળે થયેલી આ મારામારી અને ઝપાઝપીનો વીડિયો કોઈ રાહદારીએ મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો, જે ગણતરીની મિનિટોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. વીડિયો સામે આવ્યા બાદ સમગ્ર વિવાદ વારસિયા પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. વારસિયા પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી તેમજ વાયરલ વીડિયોના આધારે ઝપાઝપી કરનારા શખ્સો સામે કાયદેસરની તપાસ હાથ ધરી આગળની તજવીજ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    મિશન ક્લીન વડોદરા:મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોનમાં ગંદકી કરનારાઓ સામે લાલ આંખ, 11.41 લાખના દંડ સાથે 10 એકમો સીલ
    Next Article
    નવેમ્બર સુધીમાં પાલિકાના કાફલામાં 100 નવી ઇલેક્ટ્રિક બસો જોડાશે:આવતીકાલે પાલ-કામરેજ રૂટ પર ટ્રાયલ રન, સુરતમાં પર્યાવરણલક્ષી પરિવહનને વેગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment