Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ મનપાની દબાણ હટાવ કામગીરી:રેલવે સ્ટેશનથી ગાંધીચોક સુધીનો રસ્તો બે માસ માટે વાહન વ્યવહાર બંધ, લિમવાલે બાપુની દરગાહ પાસે દબાણો દૂર કરાતા વિવાદ

    7 hours ago

    ​જૂનાગઢ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ બનાવવા અને રસ્તાઓ ખુલ્લા કરવા માટે મનપાની દબાણ શાખા તેમજ પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે સઘન દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત આગામી સમયમાં રેલવે સ્ટેશનથી ગાંધીચોક સુધીનો મુખ્ય રસ્તો આવતી કાલથી વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માર્ગ બંધ રહેવાથી નાગરિકોને અસુવિધા ન પડે તે માટે તંત્ર દ્વારા એક વૈકલ્પિક રૂટ ફાળવવામાં આવ્યો છે, જે મુજબ રેલવે સ્ટેશનથી કોર્ટ અને ચિતાખના થઇને ગાંધીચોક તરફ જઈ શકાશે. રેલવે સ્ટેશનથી ચિતાખના સુધીનો આ વૈકલ્પિક રૂટ આગામી બે માસ સુધી સતત વાહનવ્યવહાર માટે ચાલુ રહેશે તેવી માહિતી તંત્ર દ્વારા આપવામાં આવી છે. ગેરકાયદે દબાણોને મનપાના બુલડોઝર દ્વારા દૂર કરાયા ​આ દબાણ હટાવ અભિયાન દરમિયાન કોર્ટથી ચિતાખના થઈને ગાંધીચોક સુધીના રસ્તામાં નડતરરૂપ બનતા અનેક ગેરકાયદે અને અનધિકૃત દબાણોને મનપાના બુલડોઝર દ્વારા દૂર કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી દરમિયાન ગાંધીચોક વિસ્તારમાં આવેલ લિમવાલે બાપુની દરગાહની પડતર જમીન અને તેની આસપાસના વિસ્તારોમાં થયેલા દબાણોને પણ વહીવટી તંત્ર દ્વારા હટાવી દેવામાં આવ્યા છે. રસ્તાની પહોળાઈ વધારવા અને ટ્રાફિકની સમસ્યા કાયમ માટે હલ કરવાના હેતુસર આ કામગીરી ખૂબ જ ઝડપથી આગળ ધપાવવામાં આવી રહી છે, જેથી નાગરિકોને અવરજવર કરવામાં સરળતા રહે. હાઇકોર્ટની અંદર કોન્ટેમ્પ ઓફ કોર્ટનો કેસ ચાલુ ​દરમિયાન, આ કાર્યવાહીને લઈને સ્થાનિક સ્તરે રોષ અને વિરોધ પણ જોવા મળ્યો છે. પીરઝાદા પરિવાર સાથે સંબંધ ધરાવતા સૈયદ મુખ્તાર કાદરીએ આ મામલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ જગ્યા કાદરી બુઝુર્ગની જોખ અલીશાની દરગાહ છે અને આ જગ્યાને બળપૂર્વક ડિમોલિશ કરી નાખવામાં આવી છે. તેમણે વધુમાં દાવો કર્યો હતો કે આ જગ્યા અંગે હાલમાં હાઇકોર્ટની અંદર કોન્ટેમ્પ ઓફ કોર્ટનો કેસ પણ ચાલી રહ્યો છે. આ જગ્યા આદિકાળથી એટલે કે લગભગ બસો વર્ષ જૂનો ઐતિહાસિક વારસો ધરાવે છે, જ્યાં અગાઉ વડીલો બેસીને આરામ કરતા હતા. વહીવટી તંત્ર દ્વારા ભલે આ જગ્યા ટ્રાફિકમાં નડતરરૂપ હોવાનું કહેવામાં આવતું હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે આનાથી કોઈને મોટી તકલીફ નહોતી અને આ જગ્યાના તમામ કાયદેસરના દસ્તાવેજો તથા પુરાવાઓ પણ સંપૂર્ણપણે કમ્પ્લીટ છે. ધાર્મિક કે જૂની જગ્યાઓ પહેલેથી જ તોડી નાખવામાં આવી સૈયદ મુખ્તાર કાદરીએ પ્રશાસન સામે ગંભીર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, જ્યારે આ જગ્યા પહેલેથી જ તોડીને હયાત રાખવામાં નથી આવી, તો પછી વારંવાર તેને નિશાન બનાવીને શા માટે હેરાન કરવામાં આવી રહી છે. જો તંત્રને ટ્રાફિક કે રસ્તાની વાસ્તવિક સમસ્યા દૂર કરવી જ હોય, તો અન્ય ખુલ્લા રોડ ચોખ્ખા કરવા જોઈએ અને રસ્તાઓ મોટા કરવા જોઈએ. જે ધાર્મિક કે જૂની જગ્યાઓ પહેલેથી જ તોડી નાખવામાં આવી છે તેને ફરીથી પરેશાન ન કરવી જોઈએ તેવી હાર્દિક અપીલ પણ તેમણે કરી છે. આ સમગ્ર ઘટનાને કારણે સમગ્ર જૂનાગઢ શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને સ્થાનિક લોકોમાં તંત્રની કામગીરી સામે મિશ્ર પ્રતિભાવો જોવા મળી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    કરોડોના ખર્ચે બનેલું રિવરફ્રન્ટ પાર્કિંગ શોભાના ગાંઠિયા સમાન!:વાહનો ન આવતાં ધાબું ₹2 લાખમાં ઇવેન્ટ માટે ભાડે અપાયું, મોંઘી કાર-બાઇકના જોખમી સ્ટંટ
    Next Article
    किचन के कोने-कोने से भागेंगे कॉकरोच, सोने से 10 म‍िनट पहले करें ये काम, म‍िटेगा तिलचट्टों का नामोनि‍शान

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment