Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપી શુદ્ધિકરણના દાવા વચ્ચે પાલિકાની બેવડી નીતિ:અડાજણ સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું ગંદુ પાણી સ્ટોર્મ ડ્રેનેજ મારફતે નદીમાં ભળતું હોવાની ગંભીર ફરિયાદ

    1 day ago

    સુરતની જીવાદોરી સમાન તાપી નદીને પ્રદૂષણમુક્ત કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના અંદાજપત્ર સાથે વિવિધ શુદ્ધિકરણ પ્રોજેક્ટ્સ અને કવાયતો હાથ ધરવામાં આવી રહી છે. જોકે, પાલિકાના પોતાના જ એક સત્તાવાર પ્રકલ્પમાંથી ગંદુ પાણી સીધું તાપી નદી તરફ વહેવડાવાતું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થતાં તંત્રના દાવાઓની પોલ ખુલ્લી પડી ગઈ છે. રાંદેર ઝોન હેઠળ અડાજણ વિસ્તારમાં આવેલા આનંદ મહેલ રોડ પર પાલિકા સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું ગંદુ ડ્રેનેજ પાણી ખુલ્લેઆમ નજીકની સ્ટોર્મ ડ્રેનેજ (વરસાદી ગટર) લાઇનમાં છોડવામાં આવી રહ્યું છે, જે આગળ જઈને સીધું તાપી નદીમાં ભળી રહ્યું છે. સામાન્ય નાગરિકોને દંડ, પોતાના સંકુલ સામે આંખ આડા કાન શહેરમાં પર્યાવરણ અને જળસ્ત્રોતોની જાળવણી માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગંદા પાણી (સીવેજ) અને વરસાદી પાણી (સ્ટોર્મ વોટર) ના નિકાલ માટે તદ્દન અલગ-અલગ પાઇપલાઇન નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે, જેથી વરસાદી ગટરમાં ગંદકી ન ભળે. નિયમ મુજબ, જો કોઈ સામાન્ય નાગરિક, બિલ્ડર કે ખાનગી એકમ વરસાદી ગટરમાં ગટરનું ગેરકાયદે કનેક્શન જોડે તો તંત્ર તાત્કાલિક ભારે દંડ ફટકારે છે અને જોડાણ કાપી નાખે છે. પરંતુ ખુદ મહાનગરપાલિકાની માલિકીના આટલા મોટા સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાંથી ખુલ્લેઆમ નિયમોના ધજાગરા ઉડાવાઈ રહ્યા હોવા છતાં અધિકારીઓ તમાશો જોઈ રહ્યા છે. તંત્રની બેવડી નીતિ સામે શહેરીજનોમાં ભારે રોષ એક તરફ પાલિકા ગેરકાયદે જોડાણો પકડવાના બણગાં ફૂંકે છે અને ગંદા પાણીને એસટીપી (STP) માં ટ્રીટ કર્યા બાદ જ નિકાલ કરવાની મોટી-મોટી વાતો કરે છે, ત્યારે બીજી તરફ પોતાના જ પરિસરમાં ચાલતી આ ગંભીર બેદરકારી તંત્રની બેવડી નીતિ છતી કરે છે. કરોડો રૂપિયાનું આંધણ કર્યા પછી પણ જો તંત્ર પોતાના જ સંકુલોમાંથી પ્રદૂષિત પાણી નદીમાં જતું અટકાવી શકતું ન હોય, તો સમગ્ર પ્રોજેક્ટની પારદર્શિતા અને વિશ્વસનીયતા પર મોટા પ્રશ્નાર્થ ઊભા થાય છે. આ ગંભીર લાપરવાહી બદલ તાત્કાલિક અસરથી તટસ્થ તપાસ કરી કનેક્શન કાપવામાં આવે તેમજ જવાબદાર અધિકારીઓ સામે કડક શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી લોકમાંગ બુલંદ બની છે.
    Click here to Read More
    Previous Article
    રાજુલામાં વનકર્મીઓ હુમલો કરનાર બીમાર સિંહ ત્રીજા દિવસે પકડાયો:વનવિભાગે મેગા સર્ચ કરી કાતર ગામની સીમમાં લોકેશન શોધ્યું, ટ્રેન્ક્યુલાઇઝ કરી પાંજરે પૂર્યો
    Next Article
    Video: Screams Heard As Part Of Nepal Mountain Crumbles Into River In Seconds

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment