Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજુલામાં વનકર્મીઓ હુમલો કરનાર બીમાર સિંહ ત્રીજા દિવસે પકડાયો:વનવિભાગે મેગા સર્ચ કરી કાતર ગામની સીમમાં લોકેશન શોધ્યું, ટ્રેન્ક્યુલાઇઝ કરી પાંજરે પૂર્યો

    1 day ago

    અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના નવી બારપટોળી ગામની સીમમાં બે વનકર્મીઓ પર સિંહે હુમલો કર્યાની ઘટના બાદ વનવિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા મેગા ઓપરેશનને ત્રીજા દિવસે સફળતા મળી છે. ત્રણ દિવસની સતત શોધખોળ બાદ કાતર ગામની સીમમાંથી 12 વર્ષથી વધુ ઉંમરના ડાલામથા નર સિંહને ટ્રેન્ક્યુલાઇઝ કરી સુરક્ષિત રીતે પાંજરે પૂરવામાં આવ્યો હતો. સિંહ પકડાઈ જતાં વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આ સિંહને જાફરાબાદ સ્થિત બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો છે. ત્રણ દિવસની શોધખોળ બાદ સિંહનું લોકેશન મળ્યું 26 સપ્ટેમ્બરની રાત્રે નવી બારપટોળી ગામની સીમમાં ફોરેસ્ટર ટ્રેકર્સ સહિત બે વનકર્મીઓ પર સિંહે હુમલો કર્યો હતો. ઘટનાને પગલે વનવિભાગમાં દોડધામ મચી ગઈ હતી. હુમલાખોર સિંહને શોધવા માટે વનકર્મીઓથી લઈને વરિષ્ઠ અધિકારીઓ સુધીની વિવિધ ટીમો સતત ત્રણ દિવસથી મેદાનમાં ઉતરી હતી. સિંહનું લોકેશન મેળવવા માટે અલગ-અલગ ટીમો બનાવી સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ગીચ ઝાડીવાળા વિસ્તારમાં કોર્ડન કરી ટ્રેન્ક્યુલાઇઝ કરાયો ત્રીજા દિવસે વનવિભાગ દ્વારા અત્યાર સુધીનું મોટું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન કાતર ગામની સીમમાં ગીચ ઝાડીવાળા વિસ્તારમાં સિંહનું લોકેશન મળ્યું હતું. સિંહને બહાર નીકળવાની શક્યતા ન રહે તે માટે વનવિભાગની ટીમોએ સૌપ્રથમ સમગ્ર વિસ્તારને ચારેય તરફથી કોર્ડન કર્યો હતો. ત્યારબાદ સાવચેતીપૂર્વક કાર્યવાહી હાથ ધરી સિંહને ટ્રેન્ક્યુલાઇઝ કરવામાં આવ્યો હતો. સિંહને બેભાન કર્યા બાદ પાંજરે પૂર્યો ટ્રેન્ક્યુલાઇઝ કર્યા બાદ સિંહને સુરક્ષિત રીતે પાંજરામાં પૂરવામાં આવ્યો હતો. 10 વર્ષથી વધુ ઉંમરના આ ડાલામથા નર સિંહને પકડવામાં સફળતા મળતાં ત્રણ દિવસથી ચાલી રહેલા ઓપરેશનનો અંત આવ્યો હતો. સિંહ પકડાઈ જતાં વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને મોટી રાહત મળી હતી. ફોરેસ્ટર અને ટ્રેકર પર કર્યો હતો હુમલો અમરેલીના રાજુલા તાલુકાના નવી બારપટોળી ગામની સીમમાં 26 સપ્ટેમ્બરનું રાત્રે આ બીમાર સિંહનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન સિંહે અચાનક બે વનકર્મી પર હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં ફોરેસ્ટર એમ.જે.ખાવડીયાની કમરે અને ટ્રેકર ભરત જોગદીયાની છાતી પર ગંભીર ઈજા થઈ હતી. બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક રાજુલાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાંથી ટ્રેકરની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે ભાવનગર રીફર કરાયા છે. મધરાતે બનેલા આ બનાવની જાણ થતાં જ શેત્રુંજી ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી. 10 ટીમો, ડ્રોન અને સાસણની વિશેષ ટીમોની મદદથી વનવિભાગનું મેગા સર્ચ સિંહની ભાળ મેળવવા માટે વનવિભાગ દ્વારા અલગ-અલગ 10 ટીમો બનાવવામાં આવી છે. રાજુલા, જાફરાબાદ અને ખાંભા એમ ત્રણેય રેન્જના આરએફઓ અને વનકર્મચારીઓ દ્વારા સંભવિત અવરજવરવાળા વિસ્તારોનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. સિંહના પગલાં અને અન્ય નિશાનીઓના આધારે તેની હાજરી અંગે તપાસ હાથ ધરાઈ રહી છે. સિંહની શોધખોળ માટે વનવિભાગ દ્વારા ડ્રોનની મદદ પણ લેવામાં આવી હતી તેમજ જમીની સ્તરે સર્ચ કરવામાં આવ્યું હતું. ઓપરેશનને વધુ અસરકારક બનાવવા માટે સાસણથી વિશેષ ટીમોને પણ બોલાવવામાં આવી હતી. ACF રાજન જાદવના નેતૃત્વ હેઠળ વનવિભાગની ત્રણેય રેન્જની ટીમો દ્વારા બોર્ડર વિસ્તાર સહિત સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ગુજ્જુ લવગુરુના પરિવારને 3.60 કરોડની મદદ:કેદારનાથમાં 14 સુરતીઓ ફસાયા, ઈન્ફ્લુએન્સર મહિપતસિંહના પુત્રના હુમલામાં ટ્વિસ્ટ, પત્ની ટોળું લઈને પહોંચી
    Next Article
    તાપી શુદ્ધિકરણના દાવા વચ્ચે પાલિકાની બેવડી નીતિ:અડાજણ સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું ગંદુ પાણી સ્ટોર્મ ડ્રેનેજ મારફતે નદીમાં ભળતું હોવાની ગંભીર ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment