Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તળાજામાંથી દેશી બનાવટના બે તમંચા સાથે બે શખ્સો ઝડપાયા:ક્રાઈમ બ્રાન્ચે દિહોર જવાના માર્ગ પતી દિહોર અને ઝાંઝરેરના શખ્સને ઝડપી પાડ્યા

    1 day ago

    ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે તળાજાના દિહોર જવાના રોડ પરથી બે શખ્સોને ₹10,000ની કિંમતના બે દેશી બનાવટના તમંચા સાથે ઝડપી પાડ્યા છે. એલસીબીએ બંને આરોપીઓની અટકાયત કરી તળાજા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દેશી બનાવટના 2 નંગ તમંચા મળ્યા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી પૂર્વ બાતમીના આધારે દિહોર-લાકડિયા રોડ પરથી દિલીપ ઉર્ફે સુખો બાલાભાઈ મકવાણા (રહે. દિહોર) અને દીપક ઉર્ફે દીપભાઈ ભૂપતભાઈ લાધવા (રહે. પીથલપુર)ને આંતરીને તલાશી લેવાતાં તેમના કબજામાંથી દેશી બનાવટના 2 નંગ તમંચા મળી આવ્યા હતા. એલસીબીની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ઝડપાયેલા આરોપી દિલીપ ઉર્ફે સુખા સામે અગાઉ પણ તળાજા, નિલમબાગ, ભરતનગર, ખૂંટવડા અને વરતેજ પોલીસ સ્ટેશનોમાં આર્મ્સ એક્ટ હેઠળ ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પોલીસે બંને સામે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ માટે તળાજા પોલીસને સોંપ્યા છે.
    Click here to Read More
    Previous Article
    યુવાનના બેન્ક ખાતામાંથી બારોબાર 84 હજાર સેરવી લીધા:UPI થકી ઓનલાઈન 23 ટ્રાન્ઝેક્શનોથી ખેલ પાડ્યો, ગાંધીનગરમાં સાયબર ઠગોનું વધુ એક કારસ્તાન
    Next Article
    રાજકોટમાં 17 કિલો મેફેડ્રોન સાથે શખ્સ ઝડપાયો:મોરબીમાં NDPS ના ગુનામાં 2 માસથી નાસતો ફરતો આરોપી માદક પદાર્થની ડિલિવરી કરવા આવ્યો ને' પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment