Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવાનના બેન્ક ખાતામાંથી બારોબાર 84 હજાર સેરવી લીધા:UPI થકી ઓનલાઈન 23 ટ્રાન્ઝેક્શનોથી ખેલ પાડ્યો, ગાંધીનગરમાં સાયબર ઠગોનું વધુ એક કારસ્તાન

    1 day ago

    ગાંધીનગરના માધવગઢ ગામના 26 વર્ષીય યુવાનના બેંક ખાતામાંથી સાયબર ઠગોએ ઓનલાઇન યુપીઆઈ મારફતે 23 જેટલા ટ્રાન્ઝેક્શનો કરી 84 હજારથી વધુની રકમ સાયબર ગઠિયાઓ ધ્વારા સેરવી લેવામાં આવી છે. આ અંગે યુવાનની ફરિયાદના આધારે ચિલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાન મસાલાના ઓનલાઇન પેમેન્ટ કરતાં પીન ખોટો બતાવ્યો માધવગઢ વચલોવાસમાં રહેતા અને સોલર કંપનીમાં નોકરી કરતા શૈલેષ બુધાજી ચૌહાણનાનો પગાર બેંક ઓફ ઇન્ડિયાની સાદરા શાખામાં આવેલા ખાતામાં જમા થાય છે. તે પોતાના નાણાકીય વ્યવહારો માટે ફોન પેનો ઉપયોગ કરતો હતો. ગત 17 સપ્ટેમ્બરના રોજ સાંજના કામ પતાવીને શૈલેષ ઘરે પરત જઈ રહ્યો રહ્યો હતો. બેંકમાં જઈને બેલેન્સ ચેક કરતાં પગ નીચેથી જમીન સરકી ગઈ તે વખતે મજરા ખાતે પાન મસાલો ખરીદવા ઊભા રહ્યો હતો. દરમિયાન તેણે ઓનલાઇન પેમેન્ટ કરવા માટે પોતાનો યુપીઆઈ પીન નંબર નાખ્યો ત્યારે ફોનમાં પીન ખોટો બતાવતો હતો અને વ્યવહાર નિષ્ફળ ગયો હતો. આથી તેણે રોકડા નાણાં ચૂકવીને કામ ચલાવ્યું હતું. ત્યારબાદ 21 સપ્ટેમ્બરના રોજ તેને નાણાંની જરૂરિયાત ઊભી થતાં ત સાદરા સ્થિત બેંકમાં ગયા હતા. જ્યાં ખાતાની તપાસ કરતાં માત્ર રૂ.98.03 રૂપિયાનું બેલેન્સ જોઈ શૈલેષના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ અંગે બેંક અધિકારીઓ સાથે ચર્ચા કરતા ખબર પડી કે તેના ખાતામાંથી અસંખ્ય યુપીઆઈ ટ્રાન્ઝેકશન થયા છે. જ્યારે છેલ્લા ચાર દિવસમાં તેણે કોઈ જ વ્યવહાર કર્યો ન હતો. બાદમાં બેંક થકી મોબાઈલ અને હિસ્ટ્રી ચેક કરતા કોઈ મેસેજ કે રેકોર્ડ ન મળતા સાયબર ફ્રોડ થયાનું માલૂમ થયું હતું. અલગ-અલગ ટ્રાન્ઝેકશનથી 84 હજાર સેરવી લીધા બેંકનું સ્ટેટમેન્ટ કઢાવવામાં આવતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. તા. 17સપ્ટેમ્બરના રોજ ખાતામાંથી સૌપ્રથમ રૂ. 5000નું ટ્રાન્ઝેકશન થયું હતું. ત્યારબાદ 18 સપ્ટેમ્બરના રોજ એક પછી એક સળંગ 22 જેટલા અલગ-અલગ ટ્રાન્ઝેકશન કરવામાં આવ્યા હતા. આમ, માત્ર બે દિવસના ટૂંકા ગાળામાં કુલ રૂ. 84,348ની રકમ ઓનલાઇન બારોબાર સેરવી લેવામાં આવી હતી. આ ઘટના અંગે સાયબર ક્રાઇમ પોર્ટલ ઉપર ઓનલાઇન ફરિયાદ કરતા ચિલોડા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સુપ્રીમ કોર્ટે કહ્યું- છઠ્ઠા ધોરણથી 3-લેંગ્વેજ પોલિસી લાગુ નહીં થાય:આ વર્ષે ત્રીજી ભાષામાં વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં નહીં આવે; CBSEએ છૂટનો વિરોધ કર્યો હતો
    Next Article
    તળાજામાંથી દેશી બનાવટના બે તમંચા સાથે બે શખ્સો ઝડપાયા:ક્રાઈમ બ્રાન્ચે દિહોર જવાના માર્ગ પતી દિહોર અને ઝાંઝરેરના શખ્સને ઝડપી પાડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment