Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાપોદ્રામાં અચાનક ચક્કર આવ્યા ને યુવક ઢળી પડ્યો:મિત્રએ બે વાર ઊભો કરવાનો પ્રયાસ કર્યો પણ પ્રાણ પંખેરું ઊડી ગયું

    7 hours ago

    સુરત શહેરમાં અચાનક ચક્કર આવીને કે બેભાન થઈને રસ્તા પર ઢળી પડવાની અને મોત નીપજવાની ઘટનાઓમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. કાપોદ્રામાં નાના વરાછા ખાતે આવી જ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં રસ્તા પરથી પસાર થઈ રહેલા 45 વર્ષીય અપરિણીત યુવક અચાનક ઢળી પડતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. દિન દયાલ નગર રહેતા અને કાપોદ્રા વિસ્તારમાં રખડતું જીવન ગુજારતા 45 વર્ષીય પિંટુ બુધાભાઈ રાઠોડ રસ્તા પરથી ચાલીને જઈ રહ્યા હતા. તે દરમિયાન કાપોદ્રા નાના વરાછા ઢાળ ખાતે અચાનક ચક્કર આવી જતાં તેઓ રસ્તા પર ફસડાઈ પડ્યા હતા. તેમની સાથે રહેલા અન્ય એક યુવકે પિંટુભાઈને બચાવવા માટે બે વાર ઊંચા કરી ઊભા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ ફરીથી રસ્તા પર ઢળી પડ્યા હતા અને ગણતરીની મિનિટોમાં જ તેમના પ્રાણ પંખેરું ઊડી ગયા હતા. થોડા દિવસોથી કમળા સહિતની બીમારીથી પીડાતા હોવાની આશંકા પીન્ટુભાઈ અપરિણીત હતા અને કોઈ સ્થિર કામ-ધંધો કરતા નહોતા. તેઓ રખડતું-ભટકતું જીવન ગુજારીને વિસ્તારમાં રહેતા તેમના સગા-સંબંધી કે બહેનના ઘરે જમવા જતા હતા. છેલ્લા થોડા દિવસોથી તેઓ કમળો તેમજ અન્ય શારીરિક બીમારીઓથી પીડાતા હોવાનું જાણવા મળ્યું છે. બીમારી અને અચાનક નબળાઈ આવી જવાના કારણે તેઓ રસ્તા પર બેભાન થઈને ઢળી પડ્યા હોવાનું પ્રાથમિક તબક્કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરિવારે પીએમ ન કરાવતાં મૃતદેહ સોંપાયો ઘટના બનતાં જ આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતાં પીન્ટુભાઈને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ તેમના વાલી-વારસો અને પરિજનોને જાણ કરવામાં આવી હતી. પરિવારજનો દ્વારા પોસ્ટમોર્ટમ કરાવવાની ના પાડવામાં આવતાં પોલીસે જરૂરી કાગળી કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહ પરિવારજનોને સોંપ્યો હતો. રસ્તા પર બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ચોમાસાની વિદાય રેખા ડીસા-નલિયામાંથી પસાર:1 ઓક્ટોબર સુધી રાજ્યમાં હળવા વરસાદની સંભાવના; આજે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
    Next Article
    CJP को Protest की Permission नहीं, Mumbai Police ने बताई वजह | Shivaji Park | CEC Gyanesh Kumar|Vote

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment