Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'જ્ઞાનેશ ગદ્દાર'ના પોસ્ટર, ગુજરાતભરમાં કોંગ્રેસનો આક્રમક વિરોધ:વડોદરા-સુરતમાં કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઘર્ષણ, મહિલાઓની પણ ટીંગાટોળી; રાજકોટમાં કાર્યકરને દોરડાથી બાંધ્યો

    2 days ago

    SIR પ્રક્રિયાના નામે દેશભરમાંથી 13 કરોડ જેટલા મતદારોના નામ રદ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે દેશભરમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના તાત્કાલિક રાજીનામાની માગ સાથે આજે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. રાજકોટ, વડોદરા, સુરત અને જૂનાગઢ જેવા મુખ્ય શહેરોમાં કોંગ્રેસી કાર્યકરોએ કાળા કપડાં ધારણ કરી, સૂત્રોચ્ચાર અને ચક્કાજામ કરીને ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. રાજકોટમાં જ્ઞાનેશ કુમારનું મહોરું પહેરાવી ગદ્દારના પોસ્ટર સાથે વિરોધ રાજકોટમાં શહેર કોંગ્રેસ દ્વારા એક યુવા કાર્યકરને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનું મહોરું પહેરાવી, દોરડાથી બાંધીને કલેક્ટર કચેરી સુધી લઈ જવામાં આવ્યો હતો. આ ઉપરાંત શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદિપસિંહ જાડેજાએ જ્ઞાનેશ કુમારનું મહોરું પહેરનારને ઘૂંટણીએ બેસાડ્યો હતો અને બોચી પકડીને ચલાવ્યો હતો. આ પ્રતિકાત્મક પ્રદર્શન દ્વારા કોંગ્રેસે ચૂંટણી પંચની સ્વાયત્તતા સામે પ્રહારો કર્યા હતા. કોંગ્રેસે આ તકે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, કેન્દ્રની ભાજપ સરકાર જે કામ કરી શકતી નથી તે કોંગ્રેસે કરીને બતાવ્યું છે. રાજકોટના વિરોધની તસવીરો સુરતમાં બેરિકેડ્સ તોડી હલ્લાબોલ અને ટીંગાટોળી સુરતમાં શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. "વોટ ચોર, ગાદી છોડ" ના નારા સાથે કાર્યકરોએ કલેક્ટર કચેરીમાં ઘૂસવાનો પ્રયાસ કરતા પોલીસ બેરિકેડ્સ તોડી પાડ્યા હતા. મહિલા કાર્યકરોએ દિલ્હીમાં અને બિહારમાં લાગેલા GEN-Zના 'એ અંદર કી બાત હૈ, પોલીસ હમારે સાથ હૈ'ના નારા લગાવ્યાં હતાં. પોલીસે રસ્તો રોકનારા કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી, જેમાં એક કાર્યકર પોલીસ વાનની સામે સૂઈ જતાં સ્થિતિ વણસી હતી. મહિલાઓની પણ ટીંગાટોળી સાથે અયકાયત કરાઈ હતી. સુરતના વિરોધની તસવીરો વડોદરામાં કાળા કપડાં અને પૂતળાદહન સાથે વિરોધ વડોદરામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરો કાળા વસ્ત્રો અને કાળી પટ્ટી ધારણ કરી રસ્તા પર ઉતર્યા હતા. શહીદ ભગતસિંહની તસવીરો અને “સ્વાયત્ત ચૂંટણી પંચ કે ભાજપનું ટૂલ?” લખેલા બેનરો સાથે રસ્તા પર ઉતરેલા કાર્યકરોએ ચૂંટણી કમિશનરના રાજીનામાની માગ કરી ઉગ્ર નારેબાજી કરી હતી. મહિલા કાર્યકરો સહિતનાએ લોકશાહી અને મતાધિકારના રક્ષણનો મુદ્દો ઉઠાવી ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે ગંભીર સવાલો ઊભા કર્યા હતા. વિરોધ દરમિયાન પૂતળાદહન કરવામાં આવતા પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ભારે ઘર્ષણ અને ધક્કામુક્કીના દૃશ્યો સર્જાયા હતા. વડોદરાના વિરોધની તસવીરો જૂનાગઢમાં કલેક્ટરને આવેદનપત્ર જૂનાગઢ ખાતે પણ કોંગ્રેસ સમિતિના નેતા કરશનદાસ ભાદરકા અને કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીમાંથી ગેરરીતિપૂર્વક નામો કાઢી નાખવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    लोहगढ़ में केतन को मेरे सामने चेतन ने धक्का दिया, मुझे बोला, तुझे भी फेंकू- चश्मदीद ने बताया आंखों देखा हाल
    Next Article
    નિરમા યુનિ.પાસે NSUIનો વિરોધ, પોલીસ બંદોબસ્ત ખડકાયો:ત્રણ બસ ભરી કાર્યકર્તાઓની અટકાયત, પ્રોફેસરનો વધુ એક વીડિયો વાઈરલ- 'બાપ હૈ, બાપ હી રહેંગે'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment