Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિલ્વર ઓક યુનિવર્સિટીમાં ભગવદ્ ગીતા કોર્સ શરૂ:મૂલ્ય આધારિત અને સર્વાંગી શિક્ષણ માટે ભારતીય જ્ઞાન પરંપરા કેન્દ્રની પહેલ

    12 hours ago

    સિલ્વર ઓક યુનિવર્સિટીના ભારતીય જ્ઞાન પરંપરા કેન્દ્ર દ્વારા મૂલ્ય આધારિત અને સર્વાંગી શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શ્રીમદ્ ભગવદ્ ગીતા કોર્સ શરૂ કરવામાં આવ્યો છે.આ પહેલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ (એકેડેમિક્સ) શ્રીમતી શ્વેતા ખંડવાલાની સંકલ્પના અને વાઇસ ચાન્સેલર ડૉ. સૌરિન શાહના માર્ગદર્શનથી થઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના પુત્રવધૂ શ્રીમતી રિશિતાબેન શાહ અને શ્રી જયભાઈ શાહનાં પત્ની આ કાર્યક્રમમાં ખાસ હાજર રહ્યા. ધીSamvittiના સ્થાપક ડૉ. પ્રાચી પાર્થ દેસાઈએ પણ આ પહેલને સહયોગ આપ્યો.આ કોર્સનું માર્ગદર્શન વરિષ્ઠ સંત, લેખક અને આધ્યાત્મિક શિક્ષક શ્રી પ્રેમ નિધિ પ્રભુજી અને તેમના સહયોગીઓ દ્વારા કરાશે. વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાના શાશ્વત જ્ઞાન અને આધુનિક જીવનમાં તેની પ્રાસંગિકતા વિશે શીખવવામાં આવશે. આ પહેલનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને ભારતીય જ્ઞાન પરંપરા સાથે જોડવાનો છે. તે આત્મચિંતન, કર્તવ્યબોધ, નૈતિક મૂલ્યો અને જીવનજ્ઞાનના વિકાસ માટે પ્રેરિત કરશે. આ પહેલ દ્વારા યુનિવર્સિટીએ ભારતીય જ્ઞાન અને જીવનમૂલ્યોને આધુનિક શિક્ષણ સાથે જોડ્યા છે, જે યુવાનોના સર્વાંગી વિકાસમાં મદદ કરશે.
    Click here to Read More
    Previous Article
    એ વન ઝેવિયર્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ વક્તૃત્વ સ્પર્ધામાં જીત મેળવી:ક્લસ્ટર કક્ષાની સ્પર્ધામાં કહાન દ્વિતીય સ્થાન, શ્રેયા અને અનુષ્કાએ પ્રથમ-સ્થાન મેળવ્યું
    Next Article
    રાહી ફાઉન્ડેશને લુણવા ગામમાં વિધવા બહેનોને સાડી આપી:જરૂરિયાતમંદોને 500થી વધુ કપડાં અને નાસ્તો પણ કરાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment