Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિપતસિંહના પુત્ર સામે ફરિયાદ, લવાલ ગામે મારામારી કેસમાં નવો વળાંક:યુવતીને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતા કૃષ્ણપાલસિંહે માથામાં પાઇપ મારી હોવાનો આક્ષેપ; ખેડામાં સામસામે ફરિયાદ

    11 hours ago

    ખેડાના લવાલ ગામે મારામારી કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર મહિપતસિંહ ચૌહાણના પુત્ર સહિત 5 સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીએ કોલેજની એક યુવતી કે જેને ધર્મની બહેન માની છે, તેને સોશિયલ મીડિયામાં ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતા મહિપતસિંહ ચૌહાણના પુત્ર કૃષ્ણપાલસિંહે ફરિયાદીને માથામાં લોખંડની પાઇપ મારી હોવાનો આક્ષેપ કરાયો છે. ગઇકાલે મહિપતસિંહ ચૌહાણના પુત્ર કૃષ્ણપાલસિંહને લોખંડની પાઇપથી માથામાં ફટકો મારી ગંભીર ઇજા પહોંચાડાઈ હોવાનો અને તેના કાકા અને મિત્રને પણ માર મારવા મામલે માતર પોલીસ મથકે લવાલ ગામના જ 9 શખસો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. બનાવ સામે આવતા દિવ્ય ભાસ્કરે મહિપતસિંહ ચૌહાણનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો અને આ ઘટના પાછળનું સાચું કારણ જાણવા પ્રયાસ કર્યો હતો, જો કે તેમણે ઘટના અંગે કોઈપણ પ્રતિક્રિયા આપી ન હતી. જયપાલસિંહ ચૌહાણ અવારનવાર બોલાચાલી કરતો હતો લવાલ ગામના મહાવીરસિંહ કિશોરસિંહ ચૌહાણે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ નડિયાદની કોલેજમાં અભ્યાસ કરે છે અને તેમની સાથે અભ્યાસ કરતી યુવતીને આશરે દોઢેક મહિના પહેલાં સોશિયલ મીડિયા પર રિક્વેસ્ટ મોકલી હતી. આ બાબતની જાણ જયપાલસિંહ સંજયસિંહ ચૌહાણને થતાં તેઓ અવારનવાર બોલાચાલી કરતા હતા. ગત 26 સપ્ટેમ્બરના રોજ રાત્રિના નવેક વાગ્યે ગામના બગીચા પાસે મહાવીરસિંહ બેઠા હતા, ત્યારે જયપાલસિંહ, કૃષ્ણપાલસિંહ મહિપતસિંહ ચૌહાણ, મુકેશ સરદારસિંહ ચૌહાણ, આર્યન અમિત રાઠોડ અને રાજવીરસિંહ હિતેન્દ્રસિંહ ચૌહાણ ભેગા થઈને આવ્યા હતા. કૃષ્ણપાલસિંહે લોખંડની પાઇપ મહાવીરસિંહના માથામાં મારી આ દરમિયાન કૃષ્ણપાલસિંહે પોતાના હાથમાં રહેલી લોખંડની પાઇપ મહાવીરસિંહના માથામાં મારી દેતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી. માથામાંથી લોહી નીકળવા લાગતાં સ્થાનિક લોકોએ આવીને વધુ મારમાંથી છોડાવ્યા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયામાં પોસ્ટ ન મૂકવા બાબતે ઝઘડો કરતા આ પહેલા સામાજિક કાર્યકર મહિપતસિંહ ચૌહાણના પુત્ર કૃષ્ણપાલસિંહ મહિપતસિંહ ચૌહાણે પણ ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદ મુજબ, તેઓ પોતાના પિતા દ્વારા કરવામાં આવતી સામાજિક સેવાના વીડિયો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કરે છે. આ બાબતની અદાવત રાખી ગામના મહાવીરસિંહ કિશોરસિંહ ચૌહાણ તેમજ હંસરાજસિંહ ચન્દ્રસિંહ જાડેજા તેમને સોશિયલ મીડિયામાં પોસ્ટ ન મૂકવા બાબતે ઝઘડો કરતા હતા. ગત 26 સપ્ટેમ્બરના રોજ રાત્રે કૃષ્ણપાલસિંહ ગામના ગેટ પાસે ઊભા હતા ત્યારે મહાવીરસિંહ પોતાના હાથમાં લોખંડની પાઇપ લઈને આવ્યા હતા. તેમની સાથે અન્ય 8 શખ્સો પણ ગેરકાયદે મંડળી બનાવીને પહોંચ્યા હતા. મહાવીરસિંહે લોખંડની પાઇપ કૃષ્ણપાલસિંહના માથામાં મારી આ દરમિયાન સોશિયલ મીડિયામાં રીલ્સ મૂકવા બાબતે અપશબ્દો બોલી મહાવીરસિંહે લોખંડની પાઇપ કૃષ્ણપાલસિંહના માથામાં મારી દેતા તેમને ગંભીર ઈજા થઈ હતી. બૂમાબૂમ થતાં તેમને છોડાવવા પડેલા તેમના કાકા અને મિત્રને પણ ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હતો. ઘટના બાદ ઈજાગ્રસ્ત કૃષ્ણપાલસિંહને એમ્બ્યુલન્સ મારફતે ખેડાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. મહિપતસિંહ ચૌહાણ ફાઉન્ડેશન થકી વિવિધ સેવાકીય કાર્યો મહિપતસિંહ ચૌહાણ ગુજરાતના ખેડા જિલ્લાના લવાલ ગામના વતની, સામાજિક કાર્યકર અને મહિપતસિંહ ચૌહાણ ફાઉન્ડેશનના સ્થાપક છે. તેઓ 'માહી સરપંચ'ના હુલામણા નામથી પણ ઓળખાય છે. તેઓ વર્ષ 2017માં લવાલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેમણે આમ આદમી પાર્ટીમાંથી માતર અને ખંભાત બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. શ્રમિકોના પગાર, અધિકારો અને જરૂરિયાતમંદ લોકોના પ્રશ્નોને લઈને તેમણે વિવિધ રજૂઆતો અને આંદોલનો કર્યા છે. મહિપતસિંહ ચૌહાણ ફાઉન્ડેશન દ્વારા તેઓ વૃદ્ધાશ્રમ, શૈક્ષણિક સંકુલ અને અનાથ દીકરીઓના સમૂહ લગ્ન જેવી પ્રવૃત્તિઓ ચલાવે છે. અનાથ અને જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ, રહેવા તથા ભોજનની વ્યવસ્થા પણ કરેલી છે. માર્ચ 2026માં તેમના દ્વારા 101 માતા-પિતા વિહોણી દીકરીઓના સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા. મહિપતસિંહ ચૌહાણ અને જયેશ રાઠોડનો તાજેતરનો વિવાદ ગત ઓગસ્ટ અને ચાલુ સપ્ટેમ્બર મહિનામાં મહિપતસિંહ ચૌહાણ અને જયેશ રાઠોડ નામના વ્યક્તિ વચ્ચે સોશિયલ મીડિયા પર ભારે શાબ્દિક યુદ્ધ અને આક્ષેપબાજી જોવા મળી હતી. જયેશ રાઠોડ અને અન્ય વિરોધ કરનારાઓ દ્વારા મહિપતસિંહની કમાણી, તેમની 50 લાખની ગાડી અને કરોડોની સંપત્તિ તેમજ ફાઉન્ડેશનની કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર પોપટ આહીર અને મહિપતસિંહ સામે 1.60 કરોડની છેતરપિંડીના આક્ષેપો અંગે દિલીપ પટેલ (મામા) નામના વ્યક્તિ સાથે જોડીને પણ અફવાઓ અને વાતો વહેતી થઈ હતી. આ અંગે મહિપતસિંહે વીડિયો જાહેર કરીને તમામ આક્ષેપો નકારી કાઢ્યા હતા અને તેને પોતાની બદનામી કરવાનું ષડયંત્ર ગણાવ્યું હતું.થોડા દિવસો પહેલા જ આ વિવાદનો અંત આવ્યો હતો, જેમાં જયેશ રાઠોડે માફી માંગી હતી અને બંને પક્ષો વચ્ચે સુખદ સમાધાન થઈ ગયું હતું.
    Click here to Read More
    Previous Article
    ઉજ્જૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં ફરી પથ્થરમારો, લાઠીચાર્જ:સવારે પથ્થરમારો-ટિયર ગેસમાં મહિલા પોલીસ અધિકારી ઘાયલ થયા; 10 સામે FIR, 5ની ધરપકડ
    Next Article
    'સ્વાયત્ત ચૂંટણી પંચ કે ભાજપનું ટૂલ?', ગુજરાતભરમાં કોંગ્રેસનો વિરોધ:રાજકોટમાં જ્ઞાનેશ કુમારનું મુખોટું પહેરાવી કાર્યકરનો દોરડાથી બાંધ્યો; વડોદરામાં કાળા કપડાં પહેરી વિરોધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment