Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ભાવનગરમાં પીવાનું પાણી નહીં મળે પણ ગલીએ-ગલીએ દારૂ મળે છે':'હર્ષ સંઘવી રીલ્સ બનાવાને બદલે બહેન-દીકરીઓની સુરક્ષા પર ધ્યાન આપે', વિરોધ પક્ષ નેતાના સન્માન સમારોહમાં અમિત ચાવડા

    1 day ago

    ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સતત 9 ટર્મથી વિજેતા બનેલા કોર્પોરેટર ભરતભાઈ બુધેલીયાને ફરી વખત વિરોધ પક્ષના નેતા તરીકે નિમણૂક કરવામાં આવી છે, ત્યારે શિવશક્તિ હોલ ખાતે આજે(27 સપ્ટેમ્બર) એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કરાયું હતું . જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા પૂર્વ સાંસદ શક્તિસિંહ ગોહિલ વિશેષ હાજર રહ્યા હતાં. કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા તરીકે ચૂંટાયેલા ભરતભાઈ બુધેલિયા અને અન્ય કોર્પોરેટરોને અભિનંદન આપતા કોંગ્રેસ નેતાઓએ શાસક પક્ષ ભાજપ, કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અને સ્થાનિક મુદ્દાઓને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં. પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, ભાવનગરમાં પીવાનું પાણી કદાચ નહીં મળે પણ ગલીએ ગલીએ દારૂ મળે છે. ગૃહમંત્રી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, હર્ષ સંઘવી રીલ્સ બનાવવામાં વ્યસ્ત રહેવાને બદલે બહેન-દીકરીઓની સુરક્ષા પર ધ્યાન આપે. ભરતભાઈ નવ ટર્મ જીતીને લોકોના દિલ જીત્યા: અમિત ચાવડા કાર્યક્રમને સંબોધતા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજકારણ એ સૌથી અઘરો ક્ષેત્ર છે જ્યાં દર પાંચ વર્ષે જનતાની અદાલતમાં પરીક્ષા આપવી પડે છે ભરતભાઈ સતત નવ ટર્મથી ચૂંટાઈને માત્ર ચૂંટણી જ નથી જીત્યા પણ લોકોના દિલ પણ જીત્યા છે. આજે શિક્ષણનું વ્યાપારીકરણ થઈ ગયું છે ‘આજે શિક્ષણનું વ્યાપારીકરણ થઈ ગયું છે. મોંઘા શિક્ષણ પછી પણ યુવાનોને રોજગાર મળતો નથી અને NEET જેવી પરીક્ષાઓમાં પેપર લીક થવાની ઘટનાઓ બને છે, ડાયમંડ, સિરામિક, નાના વેપારીઓ અને ખેડૂતો સહિત તમામ વર્ગો આજે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.’ 'ગેરકાનૂની પ્રવૃત્તિઓ માટે હપ્તા ગાંધીનગર સુધી પહોંચે છે' ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડ અને દારૂ-ડ્રગ્સના દૂષણ અંગે બોલતા તેમણે આરોપ લગાવ્યો કે કાગળ પર દારૂબંધી હોવા છતાં ગેરકાનૂની પ્રવૃત્તિઓ માટે હપ્તા ગાંધીનગર સુધી પહોંચે છે, જેના કારણે ‘ઉડતા ગુજરાત’ જેવી સ્થિતિ સર્જાઈ છે અમિત ચાવડાએ કાર્યકરોને આહ્વાન કર્યું હતું કે લોકશાહી અને બંધારણીય અધિકારોના રક્ષણ માટે ભાવનગરમાંથી મજબૂત અવાજ ઉઠવો જોઈએ અને 2027ની વિધાનસભા ચૂંટણીમાં પરિવર્તનની શરૂઆત ભાવનગરથી થાય તે માટે કટિબદ્ધ બનવું પડશે. 'ભાજપના શાસનમાં ભાવનગરના ઉદ્યોગો ભાંગી પડ્યા' પૂર્વ સાંસદ શક્તિસિંહ ગોહિલે ભાવનગરના મતદારોનો આભાર માનતા જણાવ્યું હતું કે, ભાજપના અનેક હથકંડાઓ છતાં જનતાએ કોંગ્રેસના 8 કોર્પોરેટરોને ચૂંટીને વિરોધ પક્ષનું કાયદેસરનું સ્થાન અપાવ્યું છે. ભાવનગરમાં આલ્કોક એશડાઉન બંધ થઈ ગયું છે અને પ્લાસ્ટિક ઉદ્યોગ ભાંગી પડતા લોકો રોજીરોટી માટે સુરત તરફ પલાયન કરી રહ્યા છે ભાજપે મિલની જમીનમાં ‘જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક’ બનાવવાની જાહેરાત કરી હતી પરંતુ ત્યાં એક ઈંટ પણ મુકાઈ નથી.
    Click here to Read More
    Previous Article
    લવાલ ગામે મહિપતસિંહના પુત્ર અને ભાઈ પર 9 શખસોનો હુમલો:લોખંડનો પાઈપ મારી માથું ફોડી નાખ્યું, પુત્રના મિત્રને પણ માર્યો; રિલ્સ અપલોડ કરવા મુદ્દે ડખ્ખો
    Next Article
    Students, Teachers Injured In Clashes At Kolkata Film Institute

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment