Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાહીબાગમાં ટેમ્પોચાલકના પ્રેમમાં પાગલ સગીરાનો ઘરમાં ડ્રામા:​માતા-પિતાને મારવા દોડતી અને આત્મહત્યાની ધમકી આપતી, કપડાંમાંથી ફોન મળતાં હોટેલ-વીડિયોની પોલ ખુલી

    10 hours ago

    ​અમદાવાદના શાહીબાગમાં 26 વર્ષીય ટેમ્પોચાલક યુવકના પ્રેમમાં પાગલ 17 વર્ષીય સગીરાએ ઘરમાં તોડફોડ કરી માતાપિતા સાથે મારામારી શરૂ કરતાં પરિવારે અભયમ હેલ્પલાઇનની મદદ લીધી હતી. અભયમની ટીમે સ્થળ પર પહોંચી કાઉન્સેલિંગ હાથ ધર્યું ત્યારે સગીરા બાથરૂમમાં પુરાઈ ગઈ હતી. ટીમે તેને બહાર કાઢી તપાસ કરતાં તેના કપડાંમાંથી છુપાવેલો સ્માર્ટફોન મળી આવ્યો હતો. જેમાં યુવક સાથેના ફોટો-વીડિયો અને હોટેલ રોકાણની પોલ ખુલી હતી. મહિલા અભ્યમે સગીરાનું કાઉન્સેલિંગ કરી પોક્સો એક્ટ હેઠળની કાયદાકીય કાર્યવાહી સમજાવી હતી. બાદમાં પરિવારની માફી માગી હતી. ઘરે જૂઠ્ઠું બોલીને પ્રેમી સાથે ફરવા જતી શાહીબાગમાં રહેતા એક પિતાએ 181 હેલ્પલાઇન પર કોલ કરીને જણાવ્યું હતું કે, તેમની 17 વર્ષીય પુત્રી છેલ્લા કેટલાક સમયથી પરિવાર પર અત્યાચાર ગુજારી રહી છે. અભયમની ટીમ ઘરે પહોંચી ત્યારે સામે આવ્યું કે સગીરા છેલ્લા 9 મહિનાથી 26 વર્ષીય ટેમ્પોચાલકના પ્રેમમાં પડી હતી. તે ઘરે જૂઠ્ઠું બોલીને તેની સાથે ફરવા અને તેના પારિવારિક લગ્નપ્રસંગોમાં જતી હતી. માતા-પિતાને મારવા દોડતી અને આત્મહત્યાની ધમકી આપતી અગાઉ ચાર વખત તેની પાસેથી છુપા મોબાઈલ પકડાયા હતા. પૂછપરછ કરતાં જ તે માતા પર હાથ ઉપાડતી, બૂમાબૂમ કરી ઘરમાં તોડફોડ કરતી અને આપઘાત કરી લઈશ તેવી ધમકીઓ આપતી હતી. અગાઉ સ્થાનિક પોલીસ ચોકીમાં પણ અરજી કરાઈ હતી તેમ છતાં વલણ બદલાયું નહોતું. કપડાંમાંથી ફોન મળતાં હોટેલ-વીડિયોની પોલ ખુલી મહિલા અભયમની ટીમે સગીરાનું કાઉન્સેલિંગ કરતા તે ઉશ્કેરાઈ ગઈ હતી અને બાથરૂમમાં પુરાઈ ગઈ હતી. તેને સમજાવીને દરવાજો ખોલાવ્યો હતો. બાદમાં તપાસ કરતાં સગીરાના કપડાંમાંથી ફોન મળી આવ્યો હતો. આ દરમિયાન જ સ્ક્રીન પર યુવકના ઉપરાછાપરી ફોન આવી રહ્યા હતા. ફોનની ગેલરી તપાસતાં યુવક સાથેના ફોટા, વીડિયો અને હોટેલ સંબંધિત વિગતો સામે આવી હતી. અભયમની ટીમે સમજાવતાં સગીરા ભાંગી પડી અભયમની ટીમે પરિવાર તેમજ સગીરાને પોક્સો એક્ટ અને બાળ સુરક્ષા કાયદાની ગંભીર જોગવાઈઓ અંગે માહિતગાર કર્યા હતા. હોટેલ રોકાણ અને વાંધાજનક સ્થિતિના પુરાવા જોતાં યુવક સામે ગુનો નોંધાઈ શકે છે અને તેનું ભવિષ્ય જોખમાઈ શકે છે તે સમજાવતાં સગીરા ભાંગી પડી હતી. બાદમાં માતાપિતાની માફી માંગી હતી અને સંબંધોથી દૂર રહેવાની ખાતરી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    કોહલીની અદભુત-અકલ્પનીય ઇનિંગ:ODIમાં ફાસ્ટેસ્ટ 15,000 રન ફટકારનાર બેટર બન્યો, સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો; ગિલની 10મી વન-ડે સેન્ચુરી
    Next Article
    અમેરિકા સ્થિત દંપતીના બે પુત્ર બાઇક ચોર બન્યા:નંબર પ્લેટ હટાવી મોજશોખ ખાતર કરતાં ચોરી, 8 વાહનો રિકવર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment