Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિવિલ હોસ્પિટલના ભોજનમાં જીવાત !:રાજકોટનો વિડિયો વાયરલ થતા દિવ્યભાસ્કરનું રિયાલિટી ચેક, રસોડામાં સ્વચ્છતા પણ સડેલા બટેટા મળ્યા, દર્દીના સગાએ અપૂરતી સુવિધાનો લગાવ્યો આરોપ

    18 hours ago

    રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. આ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને આપવામાં આવતા ભોજનની થાળીમાંથી જીવાત નીકળી હોવાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. અને દર્દીઓની સુરક્ષા અને ભોજનની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સમગ્ર મામલે વાસ્તવિકતા જાણવા માટે દિવ્ય ભાસ્કરની ટીમે સિવિલ હોસ્પિટલમાં પહોંચીને સ્થળ પર રિયાલિટી ચેક હાથ ધર્યું હતું. જેમાં રસોડામાં સ્વચ્છતા પણ સડેલા બટેટા જોવા મળ્યા હતા. દર્દીના સગાએ અપૂરતી સુવિધાનો આરોપ લગાવ્યો હતો. જોકે રસોડામાં ફરજ બજાવતા ડાયેટિશિયને ભોજનમાં કોઈ બેદરકારી હોવાના આરોપો ફગાવ્યા હતા. દિવ્ય ભાસ્કરની ટીમે સૌપ્રથમ વિડિયો વાયરલ કરનાર દર્દીના સગા અમિત રાઠોડ સાથે ખાસ રૂબરૂ મુલાકાત કરી હતી. જેમાં અમિત રાઠોડે જણાવ્યું હતું કે, તેમના બનેવી કૌશિકભાઈ સિવિલ હોસ્પિટલ પ્લાસ્ટિકસર્જરી વોર્ડમાં સારવાર હેઠળ દાખલ છે. 25 સપ્ટેમ્બરના રોજ બપોરે દર્દીને આપવામાં આવેલા ભોજનની થાળીમાં ધનેડા જેવી જીવાત જોવા મળી હતી. આ અંગે નર્સિંગ સ્ટાફ અને ડૉક્ટરના કહેવાથી તેમણે આરએમઓ (RMO) સાહેબને લેખિત ફરિયાદ પણ કરી હતી. અમિત રાઠોડે વધુમાં ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે, હોસ્પિટલમાં સારવાર સારી મળે છે પરંતુ પાયાની સુવિધાઓનો ભારે અભાવ છે. દર્દીઓ માટે સ્ટ્રેચર અને વ્હીલચેર જેવી સુવિધાઓ પણ પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ નથી. આ સિવાય તેમણે મનપાના આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગને ફોન કરીને જાણ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈએ ફોન ઉપાડ્યો નહોતો. જ્યારે ડૉ. વાંકાણી સાથે વાત થઈ ત્યારે તેમણે તુરંત સ્થળ તપાસ કરવાને બદલે 'નિયમ મુજબ ચેકિંગ થાય છે' તેવો જવાબ આપ્યો હતો. દર્દીના સગાના આરોપો બાદ દિવ્ય ભાસ્કરની ટીમ સિવિલ હોસ્પિટલના મુખ્ય રસોડામાં પહોંચીને સ્થિતિનું રિયાલિટી ચેક કર્યું હતું. ચેકિંગ દરમિયાન રસોડામાં પ્રથમ દ્રષ્ટિએ સ્વચ્છતા જળવાયેલી જોવા મળી હતી. અને સ્થળ પર 8 જેટલા કર્મચારીઓ દ્વારા ગરમાગરમ રોટલી, દાળ અને શાક બનાવવામાં આવી રહ્યા હતા. જેની ઉપર દેખરેખ રાખવા મહિલા ડાયેટિશિયન હાજર હતા. જોકે રસોડાની ઝીણવટભરી તપાસ દરમિયાન શાકભાજીના સંગ્રહ સ્થાન પરથી બટેટાનો કોથળો ખોલવામાં આવતા તેમાંથી અમુક બટેટા સડેલા અને ખરાબ હાલતમાં મળી આવ્યા હતા. રસોડાની વ્યવસ્થા અને વાયરલ વિડિયો અંગે દિવ્ય ભાસ્કરે ત્યાં હાજર ડાયેટિશિયન મનીષાબેન પરમાર સાથે સીધી વાતચીત કરી હતી. ડાયેટિશિયન મનીષાબેન પરમારે ભોજનમાં જીવાત હોવાના તમામ આરોપોને સખત શબ્દોમાં ફગાવી દીધા હતા. તેમણે બચાવ કરતા જણાવ્યું હતું કે, વિડિયોમાં જે વસ્તુ દેખાઈ રહી છે તે કોઈ જીવાત કે ધનેરું નથી પરંતુ વઘારમાં વપરાયેલું શેકેલું/વધુ પાકેલું જીરૂ છે. આ વાત અમે દર્દીના સગાને પણ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ડાયેટિશિયને દાવો કર્યો હતો કે, હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તેમજ દાળ અને અન્ય અનાજને બનાવતા પહેલા બે-ત્રણ વખત ગરમ પાણીથી ધોવામાં આવે છે. રસોડાની કામગીરી સરળતાથી ચાલે તે માટે 10 લોકો રસોઈ બનાવવા અને 9 લોકો દર્દીઓને ભોજન વિતરણ કરવા માટે એમ કુલ 19 લોકોનો પૂરતો સ્ટાફ તૈનાત છે. આમ, તંત્ર દ્વારા સફાઈ અને ગુણવત્તાના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ સડેલા શાકભાજીની હાજરી અને દર્દીઓની સુવિધા અંગેના પ્રશ્ને તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.
    Click here to Read More
    Previous Article
    બેરણાના રામટેકરી આશ્રમમાં વૈદિક સનાતન ધર્મ કથા યોજાઈ:પુનિત હરિયાણીએ ભક્તિમય સત્સંગ અને આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું
    Next Article
    પહેલી વન-ડેમાં વેસ્ટ ઇન્ડીઝની એગ્રેસિવ શરૂઆત:ભારત પહેલી વિકેટ માટે તરસ્યું; WI તરફથી જોન કેમ્પબેલ અને જસ્ટિન ગ્રીવ્સની તોફાની બેટિંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment