Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેસકોર્સમાં યોગનો મહાસંગમ:માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત હજારો લોકોએ ઉત્સાહભેર યોગાભ્યાસ કર્યો

    10 hours ago

    દેશના વડાપ્રધાન મોદીના જાહેર સેવા અને સુશાસનના સફળ 25 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યભરમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રાજકોટ મહાપાલિકાના સંયુક્ત ઉપક્રમે રાજકોટના ઐતિહાસિક માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એક અત્યંત ભવ્ય અને વિશાળ ‘યોગ અને ધ્યાન શિબિર’નું આયોજન કરાયું હતું. વહેલી સવારે આયોજિત આ કાર્યક્રમમાં આ સમગ્ર ગ્રાઉન્ડ મંત્રોચ્ચાર અને યોગમય વાતાવરણથી ગૂંજી ઊઠ્યું હતું. શિશપાલજીએ 2 કલાક સુધી યોગ-ધ્યાનની ક્રિયાઓ કરાવી યોગનાં આ મહાસંગમમાં હજારોની સંખ્યામાં નાગરિકો, યુવાનો, બહેનો અને વડીલોએ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહીને એકસાથે સામૂહિક રીતે વિવિધ યોગાસનો તથા પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના શિશપાલજીએ શિબિરમાં હાજર તમામ લોકોને સતત 2 કલાક સુધી શારીરિક અને માનસિક સ્વસ્થતા આપતા વિવિધ આસનો, પ્રણાયામ અને ધ્યાનની ક્રિયાઓ અત્યંત સરળ શૈલીમાં કરાવી હતી. વહેલી સવારના આહલાદક વાતાવરણમાં હજારો લોકોએ એકસાથે યોગ કરી આખા રાજકોટને શારીરિક સ્વસ્થતા અને તંદુરસ્તીનો સકારાત્મક સંદેશ આપ્યો હતો. સકારાત્મક વિચારો માટે સ્વસ્થ જીવન જરૂરી: માધવ દવે શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના સુશાસન અને જાહેર સેવાના 25 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે સેવા સંકલ્પ અભિયાન હેઠળ આયોજિત યોગ શિબિર રાજકોટને સ્વસ્થતા તરફ લઈ જવાની એક અદ્ભુત પહેલ છે. આખું સ્ટેડિયમ ગ્રાઉન્ડ લોકોની ભવ્ય હાજરીથી ભરાઈ ગયું છે. જો આપણું જીવન સ્વસ્થ હશે તો જ આપણને સકારાત્મક વિચારો આવશે અને તો જ આપણે સૌ વિકસિત ભારતના નિર્માણમાં આપણું શ્રેષ્ઠ યોગદાન આપી શકીશું, તેથી દરેકે રોજ નિયમિત યોગ કરવા જોઈએ. રાજકોટ '15 મિનિટ યોગ સિટી' તરીકે જાહેર: મેયર ડો. નેહલ શુકલ મેયર ડો. નેહલ શુકલે જણાવ્યું હતું કે, વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના સપનાને સાકાર કરવા નાગરિકોનું તંદુરસ્ત હોવું જરૂરી છે. રાજકોટ મહાપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે રાજકોટને '15 મિનિટ યોગ સિટી' જાહેર કરાયું છે, જે હેઠળ શહેરના તમામ વિસ્તારોમાં સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન યોગ કોચિંગ સેન્ટરો ચાલે છે. પદાધિકારીઓ અને નાગરિકો એકસાથે યોગાભ્યાસમાં જોડાયા આ વિશાળ યોગ શિબિરમાં ધારાસભ્ય રમેશ ટીલાળા, ધારાસભ્ય ડો. દર્શિતા શાહ સહિત રાજકોટના રાજકીય-સામાજિક અગ્રણીઓ, મનપાના અધિકારીઓ અને યોગ બોર્ડના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને સામાન્ય નાગરિકો સાથે બેસીને યોગાભ્યાસમાં જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    ગવાણા ગામે દસાડા-બેચરાજી ફોરલેન માર્ગનું ખાતમુહૂર્ત:145 કરોડના ખર્ચે ટૂ-લેનમાંથી ફોરલેનમાં રૂપાંતરિત કરાશે;પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો
    Next Article
    NDTV Defence Summit 2026 LIVE Updates: Experts On Building Bharat's Arsenal of Innovation

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment