Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં ખુલ્લામાં કચરો ફેંકનારાઓ સામે નગરપાલિકાની કાર્યવાહી:રાત્રિ ડ્રાઇવ કરી દંડ વસૂલ્યો, વેપારીઓ પાસે સ્થળ પર જ સફાઈ કરાવી

    7 hours ago

    ભરૂચ શહેરને સ્વચ્છ રાખવા નગરપાલિકાએ ખુલ્લામાં કચરો ફેંકનારાઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. ડોર ટુ ડોર કચરા કલેક્શનની સુવિધા હોવા છતાં, ઘણા લોકો જાહેર સ્થળોએ કચરો ફેંકી રહ્યા હતા. આથી નગરપાલિકાએ રાત્રે ખાસ ડ્રાઇવ ચલાવી. મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલના કહેવા પર સેનેટરી ઇન્સ્પેક્ટરોની ટીમોએ રાત્રે વોચ રાખી. ખુલ્લામાં કચરો ફેંકવા આવેલા કેટલાક લોકોના વીડિયો ઉતારી તેમની સામે દંડની કાર્યવાહી કરાઈ. ટીમોએ લોકોને જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા અને ડોર ટુ ડોર કચરા કલેક્શનનો ઉપયોગ કરવા સમજાવ્યા. દુકાનો બહાર કચરો ફેંકતા વેપારીઓ પાસે સ્થળ પર જ સફાઈ કરાવાઈ. આ કાર્યવાહીથી જાહેર સ્થળોએ કચરો ફેંકનારાઓમાં ડર ફેલાયો છે. ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે કહ્યું કે, સ્વચ્છતા જાળવવા આવી રાત્રિ ડ્રાઇવ આગળ પણ ચાલુ રહેશે. ગંદકી ફેલાવનારાઓ સામે નિયમ પ્રમાણે પગલાં લેવાશે.
    Click here to Read More
    Previous Article
    ગૃહમંત્રીએ અમદાવાદમાં દેશની પ્રથમ LNG ટ્રેનને લીલી ઝંડી આપી:ટેન્ક ફૂલ થવા પર 2200 કિમી ચાલશે, LNG અને ડીઝલ વચ્ચે સ્વિચ કરી શકશે એન્જિન
    Next Article
    ગુજરાતના 50 હજાર કર્મચારીઓની સોમવારથી 3 દિવસ હડતાલ:રાજકોટમાં આજે રવિવારે બેંકો શરૂ, 28 થી 30 સપ્ટેમ્બર હડતાલથી કરોડોના વ્યવહારો ખોરવાઈ જશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment