Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના 50 હજાર કર્મચારીઓની સોમવારથી 3 દિવસ હડતાલ:રાજકોટમાં આજે રવિવારે બેંકો શરૂ, 28 થી 30 સપ્ટેમ્બર હડતાલથી કરોડોના વ્યવહારો ખોરવાઈ જશે

    7 hours ago

    ભારત દેશની તમામ બેંકોમાં દર શનિવારે રજા રાખવાની માંગ સાથે 28 થી 30 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ બેંક હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. જેને પગલે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા આજે રવિવારે બેંક શરૂ રાખવા માટે આદેશ આપવામાં આવ્યો હતો જેથી આજે રજાના દિવસે પણ રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકોમાં કામકાજનો ધમધમાટ શરૂ રહ્યો હતો. ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયનના નેજા હેઠળના સૌરાષ્ટ્ર કચ્છના 10 હજાર સહિત રાજ્યના 50 હજાર કર્મચારીઓ હડતાલ પર ઉતરવાના છે. જેને ગ્રાહકો ગેરવ્યાજબી ગણાવી રહ્યા છે. કરોડોના બેંક વ્યવહારો અટકી જશે ત્યારે ગ્રાહકનું માનવું છે કે દર શનિવારે બેંક શરૂ રાખવી જોઈએ. ત્રણ દિવસની હડતાલ પાડનાર કર્મચારીઓ સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ તો બીજી તરફ બેંક યુનિયન પોતાની પડતર માંગણીઓને વ્યાજબી ગણાવી હડતાલ પર ઉતરવાનો નિર્ધાર કરેલો છે. રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ સેક્રેટરી સી.એન.રાણપરાએ જણાવ્યું હતું કે, બેંકની આગામી ત્રણ દિવસની હડતાલ ગેરકાયદેસર છે. આ હડતાળલ વેપારીઓ અને લોકોને હેરાન કરવા માટેની છે. બેંકમાંથી પૈસા ઉપાડવા હોય કે જમા કરાવવા હોય અને પાસબુકમાં એન્ટ્રી પડાવવી હોય તો આ તમામ બાબતો ઓનલાઈન થઈ ગઈ છે જેથી બેન્ક કર્મચારીઓ પાસે બહુ કામ જ નથી. મારું તો એવું માનવું છે કે બીજો અને ચોથો શનિવાર જે બેંકમાં રજા હોય છે તે પણ બંધ કરી દેવી જોઈએ અને માત્ર રવિવારે જ રજા આપવી જોઈએ જેથી નાના લોકો અને વેપારીઓને રાહત થાય. હડતાલ પાડનારા કર્મચારીઓ સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ અને સરકારે કર્મચારીઓ સામે ઝૂકવું ન જોઈએ. રિઝર્વ બેન્કનો આજે રવિવારે બેંક ચાલુ રાખવાનો નિર્ણય આવકારદાયક છે. ત્રણ દિવસની હડતાલને કારણે એટીએમમાં પૈસા ખૂટી જવાના અને પબ્લિકનું કામકાજ અટકી જવાનું. LIC ના નિવૃત મેનેજર અશોક પાઉંએ જણાવ્યું હતું કે, આજે રવિવારે બેંક ચાલુ રાખવામાં આવી છે તે આવકારદાયક છે પરંતુ સામે એ પણ ભૂલવું ન જોઈએ કે હડતાલ બાદ જ્યારે એક સાથે ગ્રાહકો બેંકોમાં આવશે ત્યારે ખૂબ જ તકલીફ થશે. ઘણા બધા લોકોના ચેક હોય તે હડતાલને કારણે ક્લિયર નહીં થાય. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ બેંક કર્મચારીઓની દર શનિવારે રજાની માંગણી જો સાચી હોય તો તે સ્વીકારવી જોઈએ. ડયુ ડેઇટના ચેક હડતાલના કારણે પરત જશે. જો બેંક હડતાલના કારણે ચેક પરત જશે તો તેનો દંડ કોણ ભોગવશે ? રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા કે એસબીઆઇ બેન્ક ? મારી 15 લાખની ડિપોઝિટ છે તે 28 કે 29મી સપ્ટેમ્બરે પાકતી હોય અને જો તે હું રીન્યુ નહીં કરાવું તો તેનું વ્યાજ થશે તો તેના માટે કોણ જવાબદાર? ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના પ્રમુખ નરેન્દ્ર દવેએ જણાવ્યું હતું કે, બેંક કર્મચારીઓના સાત સંગઠનના બનેલ યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સે તા.28 થી 30 સપ્ટેમ્બરના રોજ હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર - કચ્છના 10,000 સહિત રાજ્યના 50,000 બેંક કર્મચારીઓ હડતાલ પાડશે.વર્ષ 2015 માં જયારે બેંક કર્મચારીઓએ મહીનામાં ચાર શનિવારની રજાની માંગ ઉઠાવી ત્યારે આઈબીએએ સરકારની મંજુરીથી મહીનામાં બીજો અને ચોથો શનિવાર બેંક બંધ રાખવાનું કબૂલ કર્યું હતું. વર્ષ 2020માં બેંક કર્મચારી/અધિકારીઓએ ચાર શનિવારની રજાની માંગ ઉઠાવેલ ત્યારે આઈબીએ બીજા સમાધાનમાં એટલે કે 12માં દ્વિ પક્ષીય કરારમાં નિર્ણય લેવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. 12માં દ્વિ પક્ષીય કરારની વાતચીત દરમ્યાન આઈબીએ તરફથી ચાર શનિવારની રજા આપવા સહમત થયા હતા. તેને બદલે કર્મચારીઓએ અઠવાડિયાના બીજા દિવસોમાં 40 મીનીટ વધારે કામ કરવાનું નક્કી કર્યું અને સરકારને ચાર શનિવારની રજાનો પ્રસ્તાવ મૂક્યો હતો. સરકારના નાણાં મંત્રાલયે કોઈ નિર્ણય આજ દિવસ સુધી નકકી કર્યો નથી. તા.22 સપ્ટેમ્બર,2026ના રોજ સમાધાનકાર સમક્ષ વાટાઘાટ થઈ ત્યારે યુનિયન તરફથી ચાર શનિવારની રજા અંગે સરકારને જણાવેલ કે જો સરકાર કોઈ સમય મર્યાદામાં ચાર શનિવારની રજાનો નિર્ણય લેવા તૈયાર હોય તો કર્મચારી સંગઠનોએ હડતાલ મુલત્વી રાખવા સહમતી આપી પરંતુ સરકાર તરફથી કોઈ સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો નહી.વાસ્તવમાં ભારત સરકારવતી ડીપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્સના ઉચ્ચ અધિકારીઓ ચીફ લેબર કમીશ્નર (સે.) સમક્ષ ઉપસ્થિત રહયાં હતા અને પાંચ દિવસ બેંકીંગનો મુદો સરકાર સમક્ષ પેન્ડીંગ છે. આ સંદર્ભે તેમને સહીઓ પણ કરી છે. આમ છતાં પ્રજા સમક્ષ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. રિઝર્વ બેંકે રાષ્ટ્રીયકૃત બેંકોને રવિવાર તા.27 સપ્ટેમ્બરના રોજ બેંકોનું કામ કરવા આદેશ આવેલ છે. યુનિયને પણ કર્મચારીઓને સમાધાનની શરત મુજબ રવિવારે કર્મચારીઓને કામ કરવાની સૂચના આપી છે.તા.28,29 અને 30મીની હડતાલથી સામાન્ય લોકોને થોડી તકલીફ પડશે તો તે બદલ યુનિયન પ્રજાની સમક્ષ ક્ષમા યાચના ચાહે છે.રાજયના લગભગ 50 હજાર કર્મચારી તેમજ અધિકારીઓ હડતાલમાં જોડાશે. સૌરાષ્ટ્ર કચ્છમાં 10 હજાર કર્મચારી/અધિકારીઓ હડતાલમાં સામેલ થશે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં ખુલ્લામાં કચરો ફેંકનારાઓ સામે નગરપાલિકાની કાર્યવાહી:રાત્રિ ડ્રાઇવ કરી દંડ વસૂલ્યો, વેપારીઓ પાસે સ્થળ પર જ સફાઈ કરાવી
    Next Article
    Why The World’s Richest Continent Is The Poorest

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment