Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આક્ષેપો પુરવાર ન થતાં કોર્ટે બચાવ પક્ષની દલીલો માન્ય રાખી:એસીબી ટ્રેપમાં ગાંધીગ્રામના તત્કાલીન પીઆઇને ફસાવવાના કેસમાં પૂર્વ પીએસઆઈ અને કોન્સ્ટેબલનો નિર્દોષ છૂટકારો

    7 hours ago

    રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચકચારી અને બહુચર્ચિત કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. પોતાના જ ઉપરી અધિકારીને ACBના ખોટા કેસમાં ફસાવવા માટે એક વ્યક્તિનું અપહરણ કરવા, ધાકધમકી આપવા તથા બનાવટી પુરાવા ઊભા કરવાના ગંભીર આક્ષેપો હેઠળ ગુનો નોંધાયા બાદ કેસની સંપૂર્ણ સુનાવણી, સાક્ષીઓની ઉલટતપાસ અને બચાવ પક્ષની દલીલોને ધ્યાને લીધા બાદ સેશન્સ કોર્ટ દ્વારા તત્કાલીન PSI મહેન્દ્રકુમાર જેબલીયા, PC પ્રશાંતભાઈ રાઠોડ, પ્રતાપભાઈ કરપડા અને વિશાલભાઈ દાવેરાને નિર્દોષ મુક્ત કરવા હુકમ કર્યો છે. જામનગર રોડ પર આવેલ મહાવીર રેસિડેન્સીમાં રહેતા અંકિત શાહ નામના નાગરિકે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે વર્ષ 2020માં ગાંધીગ્રામ પોલીસે તેમના ભાઈ નમન શાહના કાર પાર્કિંગમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. ત્યારબાદ આ કેસના આરોપી પોલીસ કર્મચારીઓ તેમના ઘરે આવ્યા હતા અને PSI જેબલીયા બોલાવે છે તેમ કહી અંકિતનું બળજબરીથી I20 કારમાં અપહરણ કરી ગયા હતા. કારમાં બેઠા બાદ પોલીસ અધિકારીઓએ PI કે.એ. વાળા સાથે મનદુઃખ હોવાનું જણાવી તેમને ફસાવવા માટે રેકોર્ડિંગ ડિવાઈસ આપીને PIની ચેમ્બરમાં મોકલ્યા હતા અને ACB ટ્રેપ કરાવવા દબાણ કર્યું હતું. ​ગંભીર આક્ષેપોના આધારે પોલીસે IPCની કલમ 365 (અપહરણ), 506(2) (ધમકી આપવી), 120(બી) (ગુનાહિત કાવતરું), 166 અને 195(6) (ખોટો પુરાવો ઊભો કરવો) હેઠળ ગુનો નોંધી અદાલતમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. સુનાવણી દરમિયાન પ્રોસિક્યુશન પક્ષ દ્વારા કુલ 11 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી અને 11 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, કેસમાં રજૂ કરવામાં આવેલી સી.ડી. અંગે એફ.એસ.એલ. અધિકારીની પણ વિશેષ ઉલટતપાસ કરવામાં આવી હતી, જેના આધારે બંને પક્ષો વચ્ચે કાનૂની દલીલો થઈ હતી. ​સુનાવણી દરમિયાન બચાવ પક્ષના એડવોકેટ રઘુવીર બસીયાએ કોર્ટ સમક્ષ સબળ તર્કો રજૂ કર્યા હતા. તેમણે દલીલ કરી હતી કે આરોપીઓ પોલીસ કર્મચારીઓ હોવાથી તપાસના કામકાજ અર્થે ફરિયાદીના ઘરે જવું સ્વાભાવિક ક્રિયા હતી. ફરિયાદી દ્વારા કરવામાં આવેલા આક્ષેપો પ્રથમદર્શી રીતે જ ખોટા અને મનઘડત જણાય છે. રજૂ કરાયેલા કથિત પુરાવાઓ કેસ સાબિત કરવા માટે પૂરતા કે ગ્રાહ્ય નથી. ​કોર્ટે બચાવ પક્ષના એડવોકેટની દલીલો, સાક્ષીઓની ઉલટતપાસમાં સામે આવેલા વિરોધાભાસો અને કાનૂની જોગવાઈઓને સંપૂર્ણ રીતે ગ્રાહ્ય રાખી હતી. પ્રોસિક્યુશન પક્ષ આરોપીઓ સામેના આક્ષેપો શંકાથી પર સાબિત કરવામાં નિષ્ફળ રહેતા કોર્ટે તમામ આરોપીઓને બિનશરતી નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ઉપરકોટ ભવ્ય 'લાઈટ એન્ડ સાઉન્ડ શો શરૂ:ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં પ્રથમવાર શરૂ થયેલા લાઈટ એન્ડ સાઉન્ડ શોની પ્રમોશનલ ઓફર હેઠળ આગામી બે અઠવાડિયા સુધી માત્ર 50 રૂપિયામાં ટિકિટ ઉપલબ્ધ રહેશે.
    Next Article
    SIR Controversy: Gyanesh Kumar के बाद क्यों चर्चा में आई EC की IT Head Seema Khanna ? |BJP | EC |

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment