Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતિના ત્રાસથી કંટાળી પુત્રને લઇ પરિણીતા માવતરે જતી રહી:‘દીકરો નહીં આપે તો મારી નાખીશ’ પતિએ ધમકી આપતા પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો, ફરિયાદ દાખલ

    19 hours ago

    માલીયાસણ ગામે માવતરના ઘરે રહેતી પરિણીતાએ કોઠારીયા સોલવન્ટ પાસે નુરાનીપરામાં રહેતા પતિ વિરૂધ્ધ કુવાડવા પોલીસ સ્ટેશનમાં ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે. એટલું જ નહિ પરંતુ મારો દીકરો નહીં આપે તો હું જાનથી મારી નાખીશ કહી પતિએ તેવી ધમકી આપતા પરિણીતાએ ઘઉંમા નાખવાના ઝેરી ટીકડા ખાઇ આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. હાલ બનાવ અંગે ફરિયાદ આધારે કુવાડવા પોલીસે પતિ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ અમદાવાદ હાઇવે પર માલીયાસણ ગામે ચાંદની પાનની બાજુમાં રહેતાં રજીયાબેન ઉર્ફે રીઝવાના (ઉ.વ.35)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કોઠારીયા સોલવન્ટ નુરાનીપરામાં રહેતા પતિ સત્તાર ઇબ્રાહિમભાઈ ખેભરનું નામ આપી જણાવ્યું હતું કે, પોતે છેલ્લા ત્રણ મહિનાથી પિયરમાં રહે છે અને તેમના લગ્ન આજથી 10 વર્ષ પહેલા સતાર ખેભર સાથે થયા હતાં. લગ્નજીવન થકી સંતાનમાં સાડા ચાર વર્ષનો એક દીકરો છે. પતિ પહેલા ડ્રાયવીંગનું કામકાજ કરતો હાલમાં કાંઈ કામ ધંધો કરતા નથી. લગ્ન થયા ત્યારે શરૂઆતમાં પતિ સારી રીતે રાખતો હતો. બાદ સમય જતા વાતવાતમાં શારીરીક તથા માનસીક ત્રાસ આપવાનું ચાલુ કર્યું હતુ. લગ્ન સંસાર બગડે નહીં તે માટે બધુ સહન કરતી હતી. ત્રણ મહિના પહેલા પરિણીતા પુત્રને લઇ માવતરે આવી ગઇ હતી. દરમિયાન તા.24.09.2026ના રોજ ઘરે તેના ભાઈ અનીશભાઈ આવ્યા હતા અને વાત કરી હતી કે, સતારભાઈનો મને ફોન આવ્યો છે અને કહ્યું છે કે, હું મારા દીકરાને લઈને જ રહીશ અને ગાળો બોલવા લાગ્યા જેથી ગાળો બોલવાની ના પાડતા મને કહ્યું હતું કે જો મારા દીકરાને મને નહીં આપે તો તેને જાનથી મારી નાંખીશ તેમ કહી ફોન કાપી નાખ્યો હતો જે વાત ભાઇએ કર્યા બાદ પરિણીતાને અલગ-અલગ વિચારો આવવા લાગ્યા હતા અને સાંજના 6 વાગ્યે ઘરે કોઈ હાજર ન હતા ત્યારે ઘરમાં પડેલ ઘંઉમાં નાંખવાનો પાવડર ચાર-પાંચ ચમચી ખાઈ લીધો હતો. થોડીવારમાં ઉલ્ટી ઉબકા અને ચકકર આવતા નીચે પડી જતા ફળીયામાંથી પરિણીતાના ભાઈ તથા ભાભી આવી અને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. હાલ પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યા બાદ પતિ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા કુવાડવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ભારતીય નેશનલ જનતા દળના નેતાઓ સામે ગુનો નોંધાશે:56 હજારથી વધુ દાતાઓ પાસેથી ₹1143 કરોડનું બોગસ દાન મેળવી 343 કરોડની કરચોરી આચરી
    Next Article
    પાટણના સિદ્ધપુર અને શંખેશ્વરમાંથી બે બોગસ ડોક્ટર ઝડપાયા:ડિગ્રી-લાયસન્સ વગર પ્રેક્ટિસ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment