Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં રહેતી મોડેલ યુવતી સાથે દુષ્કર્મ:વડોદરાના બિલ્ડર પાર્થ પરીખે મેટ્રિમોનિયલ સાઈટ પરથી સંપર્ક કરી સ્ટેમ્પ પેપર પર લગ્નનું સોગંદનામું કરી હોટેલમાં લઇ જઈ શારીરિક શોષણ કર્યું

    8 hours ago

    રાજકોટ શહેરના મોરબી રોડ પર રહેતી અને મોડેલિંગ કરતી યુવતી સાથે મેટ્રિમોનિયલ સાઈટ મારફત સંપર્કમાં આવેલા વડોદરાના શખ્સે લગ્નની લાલચ આપી અવાર નવાર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. યુવતીએ ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ વડોદરાના પાર્થ પરીખએ યુવતી સાથે વાતચીત કરી વિશ્વાસ કેળવી લગ્નનો વાયદો કરી હોટેલમાં લઇ જઈ અનેક વખત દુષ્કર્મ આચરી લગ્ન અંગેનું સોગંધનામું કરાવી હવશનો શિકાર બનાવી હતી. ત્યારબાદ અનુસૂચિત જાતીની યુવતી સાથે મારા પરિવારજનો લગ્ન કરવા માટે માનશે નહિ તેમ કહી તરછોડી દીધી હતી. એટલું જ નહીં યુવતીએ ફરિયાદ કરવાનું કહેતા અંગત પળોના ફોટો-વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપતા સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસે દુષ્કર્મ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે. સાદી ડોટ કોમ મારફત પાર્થની ફ્રેન્ડ રીક્વેસ્ટ આવી હતી મોરબી રોડ પર રહેતી અને મોડેલિંગના વ્યવસાય સાથે સંકળાયેળી 36 વર્ષીય યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણીના લગ્ન માટે તે અને પરિવારના સભ્યો સારા પાત્રની શોધમાં હતા જેથી ચાર વર્ષ પહેલા સાદી ડોટ કોમમાં તેમનું એકાઉન્ટ બનાવ્યું હતું. આશરે એકાદ વર્ષ પહેલા સાદી ડોટ કોમ મારફત પાર્થ વિજયભાઈ પરીખની ફ્રેન્ડ રીક્વેસ્ટ આવી હતી. જે બાદ મોબાઇલ નંબરની આપ-લે થતા એકબીજા સાથે વાતચીત કરતા હતા. જેમાં પાર્થ પોતે અપરણીત અને પાર્ક ફ્રેશ કોલ્ડ સ્ટોરેજના વ્યવસાય સાથે સંકળાયેલ છે તેમજ પાર્ક સ્પેશ ગ્રુપમા બીલ્ડરને લગત વ્યવસાયમા ભાગીદારીથી જોડાયેલ હોવાનું અને પોતે જૈન વાણીયા સમાજમાંથી આવતો હોવાનું જણાવ્યું હતું. શુટીંગ હોય ત્યારે તેની પોતાની કારમાં અમદાવાદ લઇ જતો ફરિયાદીએ પાર્થને જણાવ્યું હતું કે હું અનુસૂચિત સમાજમાંથી આવુ છું તમને જ્ઞાતી બાધ તો નથી ને.?તમારા પરિવારજનો અનુસૂચિત સમાજ સાથે સંબંધ બાંધવા હા પાડશે.? ત્યારે પાર્થે સ્પષ્ટ કહ્યું કે મને કે મારા પરિવારને તમે અનુસૂચિત સમાજમાંથી આવો છો તેનો કોઇ વાંધો નથી. ગત માર્ચ મહીનામાં પાર્થ રાજકોટ આવતા મોરબી રોડ પર શંકર ભગવાનના મંદીર પાસે મળ્યા હતા. ત્યારબાદ ઘણીવાર રાજકોટ મળવા માટે આવતો અને શુટીંગ હોય ત્યારે તેની પોતાની કારમાં અમદાવાદ લઇ જતો હતો ત્યાંથી વડોદરા ચાલ્યો જતો હતો. શાપર હોટલમાં લઇ જઈ રાત્રી રોકાણ કર્યું હતું ગઇ તા.21.03.2026ના રોજ તે અમદાવાદ મળવા આવ્યો અને શુટીંગ પૂરૂ થતા પાર્થ રાજકોટ મૂકવા માટે આવ્યો હતો. રસ્તામાં પાર્થે વાત કરી હતી કે, આપણે હોટેલમાં રોકાઇ જશું જેથી ના પાડતા થોડો સમય મારી સાથે રોકાજે પછી હુ તને તારા ઘરે મૂકી જઈશ તેમ કહ્યું હતું. જેથી તેણી શાપર ખાતે આવેલ લોડ્ઝ ઇકો ઇન હોટેલમાં પાર્થ સાથે રોકાવા ગઈ હતી જયા જમ્યા બાદ પાર્થને કહ્યું કે હવે તુ મને ઘરે મૂકી જા. તે સમયે કહ્યું કે હવે મોડુ થઈ ગયું છે. તુ રોકાઇ જા, હું તને અલગથી રૂમ લઇ આપુ છુ. જેથી તેણી હોટેલમાં જ રોકાઈ હતી. 100 રૂપીયાના સ્ટેમ્પ ઉપર લગ્નનુ સોગંધનામુ કરાવ્યું હતું. ત્યારબાદ પાર્થએ કહ્યું કે હવે તો આપણા લગ્ન થવાના જ છે તો તુ મારી સાથે શારીરીક સબંધ બાંધ હું તને કાયમ વફાદાર રહીશ. તે સમયે ડરી જતાં કહ્યું કે, ના આ વસ્તુ અત્યારે શક્ય નહીં બને. દરમ્યાન તેણે વાતચીતથી વિશ્વાસ અપાવી કહ્યું કે, તુ મારી ઉપર ભરોસો રાખ કહી જબરદસ્તી શારીરીક સંબંધ બાંધવાની શરૂઆત કરી હતી અને બીજા દિવસે ઘરે મૂકી ગયો હતો. પાર્થને કહ્યું કે, તમે મારા પરિવારને મળી લ્યો. જેથી પાર્થ માતા-પિતા તથા મારા ભાઈને મળવા માટે વાપી ગયો હતો. તે સમયે પાર્થે વિશ્વાસ અપાવી કહ્યું કે હું લગ્ન કરીશ જ. દરમ્યાન ગત તા.11.08.2026ના પાર્થ વાપી આવ્યો હતો અને આજે આપણે લગ્ન કરવાના છે તેમ કહી વડોદરા લઇ ગયો હતો અને ત્યાં 100 રૂપીયાના સ્ટેમ્પ ઉપર લગ્નનુ સોગંધનામુ કરાવ્યું હતું. આ સમયે એમ કહ્યું કે અત્યારે આપણે રજીસ્ટર લગ્ન કરી લઈએ બાદ આપણે ધામધૂમથી લગ્ન કરીશુ, હું મારા પરિવારને મનાવી લઇશ. બાદ તેણે થોડા દિવસમા લગ્નનુ પ્રમાણપત્ર વોટસએપથી મોકલ્યું હતુ જે ખોટુ હોવાની શક્યતા છે. ત્યારબાદ અવાર-નવાર મળતો અને અલગ-અલગ જગ્યાએ શારીરીક સબંધ બાંધી અંગતપળોના ફોટા તથા વિડીયો પણ ઉતારતો હતો. ત્યારબાદ પાર્થને ઘણી વખત કહ્યું કે, આપણે લગ્નની તારીખ જોવડાવી લઇએ તો તે અવાર-નવાર બહાના બતાવ્યા કરતો હતો. બાદ સામાજિક રીત રિવાજ મુજબ લગ્ન કરવાનું કહેતા પાર્થે કહ્યું કે હવે મારા ઘરના લોકોને અનુસૂચિત સમાજની છોકરી ઘરમાં આવે તે પસંદ નથી. જેથી પાર્થએ મને આપેલ લગ્ન અંગેનો વાયદો યાદ કરાવતા તેણે મારી જ્ઞાતિ અંગે વાંધાજનક શબ્દો ઉચ્ચારી હવે મને ફોન નહી કરતી તેમ જણાવી દીધુ હતું. જે બાબતે પાર્થના પિતા વિજયભાઈને ફોન કરતાં કહ્યું કે, આ બાબતે ફોન કરવાનો નહી અને પાર્થ અત્યારે હોસ્પીટલમાં આઇ.સી.યુ. મા એડમીટ છે તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. થોડા દિવસ બાદ પાર્થને કહ્યું કે, જો તમે મને દગો આપશો તો હુ પોલીસ ફરીયાદ કરીશ. તે સમયે પાર્થે કહ્યું કે તારા અને મારા અંગતપળોના જે ફોટા છે તે હુ વાયરલ કરી દઇશ તેમ કહી ધમકી આપી હતી. અંતે યુવતીએ બી ડિવિઝન પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મમતાએ CECને વેનિશ કુમાર કહ્યા:કોંગ્રેસે કહ્યું- જ્ઞાનેશ કુમારને વડાપ્રધાન બનાવી દેવા જોઈએ; TMC સાંસદે કહ્યું– તેમને ફક્ત CJP જ હટાવી શકે છે
    Next Article
    વલસાડમાં ‘વિકસિત ભારત–2047’ અંતર્ગત સ્પર્ધા યોજાઈ:તાલુકા કક્ષાની વક્તૃત્વ અને ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment