Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મમતાએ CECને વેનિશ કુમાર કહ્યા:કોંગ્રેસે કહ્યું- જ્ઞાનેશ કુમારને વડાપ્રધાન બનાવી દેવા જોઈએ; TMC સાંસદે કહ્યું– તેમને ફક્ત CJP જ હટાવી શકે છે

    13 hours ago

    SIR વિવાદ અને ચૂંટણી પંચમાં આયુક્તો વચ્ચેના મતભેદો સામે આવ્યા બાદ મુખ્ય ચૂંટણી કમિશનર સતત વિપક્ષના નિશાન પર છે. પશ્ચિમ બંગાળનાં પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તો તેમને ‘વેનિશ કુમાર’ સુધી કહી દીધું છે. વળી, તેમની પાર્ટીના સાંસદ કલ્યાણ બેનર્જીએ કહ્યું છે કે માત્ર ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) જ CEC જ્ઞાનેશ કુમારને હટાવી શકે છે. જો CJP કોઈ નક્કર પડકાર આપે, તો તેઓ કુમારને હટાવી શકે છે; બીજી કોઈ રાજકીય પાર્ટી આવું કરી શકતી નથી. કોંગ્રેસે શનિવારે પશ્ચિમ બંગાળ ભાજપ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યના નિવેદન પર કટાક્ષ કર્યો. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ કહ્યું કે મુખ્ય ચૂંટણી કમિશનરને વડાપ્રધાન બનાવી દેવા જોઈએ. જે બીજાને વડાપ્રધાન બનાવી શકે છે, તેણે પોતે વડાપ્રધાન બનવું જોઈએ. હકીકતમાં, સમિક ભટ્ટાચાર્યએ એક દિવસ પહેલાં કહ્યું હતું કે જ્ઞાનેશ કુમારે પશ્ચિમ બંગાળમાં હિંસામુક્ત વિધાનસભા ચૂંટણી યોજવામાં અને મતદાર યાદીને સ્વચ્છ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ કાર્ય માટે તેમને પદ્મ ભૂષણ મળવો જોઈએ. આ તરફ, વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન INDIA બ્લોકે 30 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં તમામ પાર્ટીઓની બેઠક બોલાવી છે. કોંગ્રેસ, મમતા TMC, CPIM સહિત અનેક પાર્ટીઓના સામેલ થવાની શક્યતા છે. ભટ્ટાચાર્યએ શું કહ્યું? ઉત્તર 24 પરગણાના પાણીહાટીમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન ભટ્ટાચાર્યએ કહ્યું કે પશ્ચિમ બંગાળના લોકોએ લાંબા સમય બાદ એવી ચૂંટણી જોઈ, જેમાં ભય અને હિંસાનું વાતાવરણ નહોતું. તેમના જણાવ્યા અનુસાર, લોકોને સ્વતંત્ર રીતે મતદાન કરવાની તક મળી અને ચૂંટણી દરમિયાન હત્યાની ઘટનાઓ બની નહોતી. તેમણે કહ્યું કે સરહદ સાથે જોડાયેલા રાજ્ય પશ્ચિમ બંગાળમાં જ્ઞાનેશ કુમારે મતદાર યાદીમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોનાં નામ દૂર કરવાની પહેલ કરી. ભટ્ટાચાર્યએ કહ્યું કે રાજ્યની જનતા CECના કામથી ખુશ છે અને તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરે છે. સમિક ભટ્ટાચાર્યના નિવેદન પર વિપક્ષી નેતાઓનો પલટવાર શિવસેના (UBT) નેતા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું- સમિક ભટ્ટાચાર્ય જેવા પરિપક્વ નેતા પાસેથી આવી ટિપ્પણીની અપેક્ષા નહોતી. કદાચ પશ્ચિમ બંગાળમાં BJPની મોટી જીત બાદ તેઓ વિશેષરૂપે આભાર વ્યક્ત કરવા માંગતા હોય. RJD સાંસદ મનોજ ઝાએ ભટ્ટાચાર્યના નિવેદન પર કટાક્ષ કરતાં કહ્યું- હું તેમની બુદ્ધિમત્તાને નમન કરું છું. ચોરી-લૂંટના આરોપોના પુરાવાઓ વચ્ચે આવી વિચારસરણી માટે સમિકને સૌથી પહેલાં ભારત રત્ન મળવો જોઈએ. ત્યાર બાદ જ કોઈ અન્ય વિશે વિચારવું જોઈએ. SIR મામલે વિવાદ, કોંગ્રેસે દેશભરમાં પ્રદર્શન કર્યું આ મામલો ચૂંટણી પંચના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સામે આવ્યો છે.વિપક્ષ ચૂંટણી પંચના કાર્યો પર સવાલ ઉઠાવી રહ્યો છે. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે બે ચૂંટણી કમિશનરોએ SIR સાથે સંબંધિત કેટલાક એવા નિર્ણયોને લઈને વાંધો ઉઠાવ્યો, જે કથિત રીતે તેમના નામે લેવામાં આવ્યા હતા. કોંગ્રેસે જ્ઞાનેશ કુમારને હટાવવાની અને તેમની ધરપકડની માંગને લઈને શુક્રવારે દેશભરમાં પ્રદર્શન કર્યું. ચૂંટણી સાથે જોડાયેલા કેટલાક આદેશો અને કથિત સોફ્ટવેર ફેરફારોને લઈને સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરવામાં આવી છે. રાહુલ ગાંધીના નિવેદન પર પણ ભટ્ટાચાર્યનો પલટવાર રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને CEC જ્ઞાનેશ કુમાર પર ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લગાવતા તેમને “દેશદ્રોહી” કહ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે આ લોકો ચૂંટણીમાં ચેડાં કરીને લોકશાહીના પાયાને નુકસાન પહોંચાડી રહ્યા છે. ભટ્ટાચાર્યએ રાહુલ ગાંધીના આ નિવેદનને ફગાવી દેતાં કહ્યું કે કોંગ્રેસ પોતે તેમની વાતો પર ધ્યાન આપતી નથી અને તેમની પોતાની પાર્ટી પણ તેમને ગંભીરતાથી લેતી નથી. બે ચૂંટણી કમિશનરોએ 4 મોટા સવાલો ઉઠાવ્યા 1. ફોર્મ-6માં ફેરફાર: નવા મતદારો પાસેથી અગાઉની SIR યાદીમાં પોતાનું અથવા પરિવારના સભ્યનું નામ હોવાની માહિતી માંગવા પર બંનેએ સવાલ ઉઠાવ્યો. ચૂંટણી કમિશનર સંધૂએ તેને ગેરકાયદેસર ગણાવીને દૂર કરવાની માંગ કરી હતી. 2. મતદાર ડેટાનો કન્ટ્રોલ: બંનેએ સવાલ કર્યો કે મતદાર ડેટાબેઝનો કન્ટ્રોલ દિલ્હીમાં કેમ વધી રહ્યો છે અને રાજ્યોની પહોંચ કેમ મર્યાદિત થઈ રહી છે. 3. બંગાળમાં 16 લાખ અપીલો: સંધૂએ પૂછ્યું કે દૂર કરવામાં આવેલા નામોને લઈને આશરે 16 લાખ અપીલો કોણે અને કોની મંજૂરીથી દાખલ કરી. 4. ગોવાના 97 મતદારો: તપાસમાં યોગ્ય ઠરેલા 97 મતદારોને સોફ્ટવેરની સમસ્યાને કારણે અંતિમ યાદીમાં ઉમેરી શકાયા નહીં.
    Click here to Read More
    Previous Article
    બોલિવૂડના લાડકા ઓરીના જયપુરમાં લગ્ન!:ડેસ્ટિનેશન વેડિંગની કંકોત્રી વાયરલ, એરપોર્ટ પર મહેમાનોનું ખાસ સ્વાગત કરાયું; રવિવારે યોજાશે શાદી મુબારક
    Next Article
    રાજકોટમાં રહેતી મોડેલ યુવતી સાથે દુષ્કર્મ:વડોદરાના બિલ્ડર પાર્થ પરીખે મેટ્રિમોનિયલ સાઈટ પરથી સંપર્ક કરી સ્ટેમ્પ પેપર પર લગ્નનું સોગંદનામું કરી હોટેલમાં લઇ જઈ શારીરિક શોષણ કર્યું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment