Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ જિલ્લામાં 'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ સ્પર્ધા યોજાઈ:તાલુકા કક્ષાએ ચિત્ર અને વક્તૃત્વમાં વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતાનું પ્રદર્શન કર્યું

    10 hours ago

    વલસાડ જિલ્લામાં "સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત તાલુકા કક્ષાની ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જૂથના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની સર્જનાત્મકતા અને વક્તૃત્વ કૌશલ્યનું પ્રદર્શન કર્યું. આ સ્પર્ધા જિલ્લા શિક્ષણાધિકારી ડો. રાજેશ્રી એલ. ટંડેલના માર્ગદર્શન હેઠળ યોજાઈ. શિક્ષણ નિરીક્ષક ડો. બિપીન પટેલ અને અપેક્ષા પટેલના સંકલનથી વલસાડ, ધરમપુર, પારડી, વાપી, ઉમરગામ, સરીગામ અને કપરાડા-નાનાપોંઢાની શાળાઓમાં તેનું આયોજન થયું. વિદ્યાર્થીઓએ "મારા સપનાનું વિકસિત ભારત" અને "25 વર્ષ: સેવા અને સુશાસન" જેવા વિષયો પર ચિત્રો દોર્યા તેમજ વક્તૃત્વ રજૂ કર્યું. ધોરણ 9-10 અને 11-12 એમ બંને જૂથમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પસંદ કરાયા. તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓ 3 ઓક્ટોબર 2026ના રોજ યોજાનારી જિલ્લા કક્ષાની અંતિમ સ્પર્ધામાં ભાગ લેશે. આ આયોજનમાં મદદનીશ શિક્ષણ નિરીક્ષકો, SVS કન્વીનરો, આચાર્યો, શિક્ષકો અને નિર્ણાયકોનો સહયોગ મળ્યો.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં જાળેશ્વર મંદિરે ભવાઈ વેશ સંપન્ન, રામ-રાવણ યુદ્ધ ખેલાયું:પરંપરાગત લોકમેળામાં આખી રાતથી બપોર સુધી ગ્રામજનો ઉમટ્યા, ઔદિચ્ય બ્રાહ્મણ સમાજે નિભાવી પરંપરા
    Next Article
    અદાણી શાંતિગ્રામના પ્રોજેક્ટ મેનેજરનો પોર્ટફોલિયો રાતોરાત શૂન્ય:ઇન્કમટેક્સ નોટિસના નિકાલના નામે ગઠિયા LTના શેર અને સરકારી બોન્ડ્સ ચાંઉ કરી ગયા, બે કર્મચારીઓ સાથે ઠગાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment