Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કારખાનામાં માથા પર લિફ્ટ પટકાતાં મહિલા શ્રમિકનું મોત:સિવિલમાં ટૂંકી સારવાર બાદ મહિલાએ દમ તોડ્યો, પરિવારમાં માતમ

    3 days ago

    અમદાવાદ શહેરના ઔદ્યોગિક વિસ્તાર ઓઢવમાં એક અત્યંત કરુણ અકસ્માત સામે આવ્યો છે. ઓઢવ વિજય એસ્ટેટમાં આવેલા ગજાનંદ સ્ટીલ નામના કારખાનામાં કામ કરી રહેલા 42 વર્ષીય મહિલા શ્રમિકના માથા તેમજ ચહેરાના ભાગે અચાનક લિફ્ટ વાગી જતાં તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ગંભીર દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવ અંગે ઓઢવ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે. ચાર વર્ષથી કારખાનામાં મજૂરી કરતા હતા બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ઓઢવ વિસ્તારમાં રહેતા પ્રદિપકુમાર મેકુલાલ પાલ સ્કૂલ વાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પત્ની સીમાદેવી પાલ (ઉં.વ. 42) છેલ્લા ચારેક વર્ષથી ઓઢવ વિજય એસ્ટેટમાં આવેલા ‘ગજાનંદ સ્ટીલ’ નામના કારખાનામાં શ્રમિક તરીકે કામ કરતા હતા. શુક્રવારે સવારે તેઓ હંમેશ મુજબ કારખાનામાં પોતાની કામગીરી કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક માથા તથા ચહેરાના ભાગે લિફ્ટ ધડાકાભેર વાગી હતી. લિફ્ટની જોરદાર ટક્કર વાગતાં જ સીમાદેવી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈને સ્થળ પર જ લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ ઢળી પડ્યા હતા. ટૂંકી સારવાર બાદ મોત નીપજતાં પોલીસે કાર્યવાહી શરૂ કરી આ દુર્ઘટના બનતાં જ બાજુના કારખાનામાં કામ કરતા સંબંધીએ તાત્કાલિક તેમના પતિ પ્રદિપકુમારને બનાવની જાણ કરી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત સીમાદેવીને પ્રથમ નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. જોકે, તેમની હાલત અત્યંત નાજુક જણાતાં પ્રાથમિક તપાસ બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. બનાવની જાણ થતાં ઓઢવ પોલીસનો કાફલો સિવિલ પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને કારખાનામાં સુરક્ષાનાં સાધનો કે લિફ્ટ મેન્ટેનન્સમાં કોઈ બેદરકારી હતી કે કેમ તે દિશામાં તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ચહેરા પર ઈજા, આંખોમાં ગુસ્સો:'લવ એન્ડ વૉર'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લુક રિવીલ, મેકર્સે લખ્યું- 'નજર મળશે, પરંતુ હટશે નહીં'
    Next Article
    7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી:ગરમી અને ઉકળાટમાં વધારો થવાની શક્યતા, સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ 22 ટકા વરસાદની ઘટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment