Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી:ગરમી અને ઉકળાટમાં વધારો થવાની શક્યતા, સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ 22 ટકા વરસાદની ઘટ

    3 days ago

    રાજ્યમાં હજુ પણ 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં ભારે કે અતિભારે વરસાદની હાલ કોઈ આગાહી કરવામાં આવી નથી. ચોમાસાની વિદાય સાથે આગામી દિવસોમાં ગરમી અને ઉકળાટમાં વધારો થઈ શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં ચાલુ રહેવાની શક્યતા છે. ગુજરાતની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રય યાદવે જણાવ્યું હતું કે, આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાતાવરણ સુકું રહેશે. અત્યારે ગુજરાત રાજ્યની આસપાસ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયેલું છે. જેની સ્થિતિ 74 ડિગ્રી પૂર્વ રેખાંશ અને 26 ડિગ્રી ઉત્તર અક્ષાંશ પર બનેલી છે. ગુજરાતના જમીન વિસ્તારમાં પવનની દિશા મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફની છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાર દિવસ વાતાવરણ સૂકું રહેશે અને ત્યારબાદ ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. રાજ્યમાં 9 ટકા વરસાદની ઘટ વધુમાં રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, 1 જૂનથી લઈને આજના દિવસ સુધી રાજ્યમાં 637 મિ.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે સામાન્ય રીતે 701 મિ.મી. વરસાદ થવો જોઈતો હતો. જેથી રાજ્યમાં અત્યારે સામાન્ય કરતાં 9 ટકા ઓછો વરસાદ પડ્યો છે. ગુજરાત રિઝનમાં 923 મિ.મી. વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય વરસાદ 913 મિ.મી. હોવો જોઈએ, એટલે કે ગુજરાત રિઝનમાં સામાન્ય કરતાં 1 ટકા વધુ વરસાદ થયો છે. બીજી તરફ, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં 411 મિ.મી. વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય રીતે 529 મિ.મી. વરસાદ થવો જોઈતો હતો. જેથી સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં 1 જૂનથી 26 સપ્ટેમ્બર સુધી સામાન્ય કરતાં 22 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    કારખાનામાં માથા પર લિફ્ટ પટકાતાં મહિલા શ્રમિકનું મોત:સિવિલમાં ટૂંકી સારવાર બાદ મહિલાએ દમ તોડ્યો, પરિવારમાં માતમ
    Next Article
    હાટકેશ્વર સર્કલ પાસે પીએસઆઈ સાથે એક્ટિવાચાલકે માથાકૂટ કરી:ગણેશ વિસર્જન બંદોબસ્ત દરમિયાન ટ્રાફિક ક્લિયર કરાવવા ઈશારો કરતા ચાલક ઉશ્કેરાયો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment