Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાઈપ-દંડાથી મારી-મારીને રોડ વચ્ચે બેને અધમુઆ કરી નાખ્યાં:સુરતમાં ટેમ્પો સાઈડમાં લેવા બાબતે માથાકૂટ, બેભાન યુવક હલતો પણ નહોતો, છતાં આરોપી મારતો રહ્યો

    17 hours ago

    સુરતના પાંડેસરા વિસ્તારની 'તેરે નામ ચોકડી' પાસે એક 25 સપ્ટેમ્બરે ચોંકાવનારી ઘટના સામે આવી. અહીં માલ-સામાન ઉતારવા આવેલા એક ટેમ્પોચાલક અને તેના સાથીદારને જાહેરમાં ઢોર માર મારી અધમુવા કરી દીધા હતાં. પ્રાપ્ત માહિતી અનુસાર, ટેમ્પોને રસ્તાની સાઈડ પર લેવા બાબતે સ્થાનિક લોકો અને ટેમ્પો ચાલક વચ્ચે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ માથાકૂટે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ત્રણથી ચાર યુવાનો તેમજ બે મહિલાએ ભેગા મળીને ટેમ્પો ચાલક અને તેના સાથી પર લાકડાના ફટકા અને પ્લાસ્ટિકની પાઇપ વડે હિચકારો હુમલો કરી દીધો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. મારામારીના દૃશ્યો યુવક બેભાન થયો છતાં અમાનવીય રીતે માર મારવાનું ચાલુ રાખ્યું વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, હુમલાખોરો રસ્તા વચ્ચે યુવકોને નિર્દયતાથી લાતો અને મુક્કા મારી રહ્યા છે. મારનો ભોગ બનેલા બે યુવકો રસ્તા પર બેભાન થઈને ઢળી પડ્યા હોવા છતાં એક હુમલાખોર અમાનવીય રીતે પ્લાસ્ટિકની પાઇપથી તેને મારી રહ્યો છે. આજુબાજુ મોટી સંખ્યામાં દુકાનો આવેલી છે અને લોકોનું ટોળું આ સમગ્ર ઘટનાનો તમાશો જોઈ રહ્યું હતું, પરંતુ કોઈએ પણ વચ્ચે પડીને યુવકોને બચાવવાનો કે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવાનો પ્રયાસ કર્યો ન હતો. વીડિયોના આધારે પાંડેસરા પોલીસે 5ની અટકાયત કરી સોશિયલ મીડિયામાં રસ્તા વચ્ચે જાહેરમાં થઈ રહેલી આ મારામારીના દૃશ્યો વાઇરલ થતાં જ પાંડેસરા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાતે પહોંચી હતી. વીડિયો ફૂટેજના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ માર મારનારા પાંચ આરોપીની ઓળખ કરીને અટકાયત કરી છે. આ મામલે પાંડેસર પોલીસ સ્ટેશનના PI કે.ડી. જાડેજાએ જણાવ્યું કે, પીડિતોનો સંપર્ક કરીને ફરિયાદ નોંધવાની તજવીજ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળની દર્શન શાળામાં વંદે માતરમની રચનાના 150 વર્ષની ઉજવણી:રમેશભાઈ કોટક અને વિઠલાણી સાહેબે વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય ગીતનું મહત્વ સમજાવ્યું
    Next Article
    અંબિકા સ્કૂલ સામે 2 માસ બાદ પણ કાર્યવાહી નહિ:મંજૂરી વિના સ્થળ ફેરફાર મામલે તપાસમાં ઢીલ, હિયરિંગ માટે બોલાવત શાળા સંચાલકે કહ્યું-અંબાજી દર્શન કરી આવીએ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment