Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાંદખેડામાં પતિની પત્ની સામે કાળાજાદૂની ફરિયાદ:લગ્ન બાદ તાંત્રિક વિધિના નામે રૂપિયા પડાવ્યાનો આક્ષેપ, ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી

    13 hours ago

    ચાંદખેડા વિસ્તારમાં રહેતા યુવકે પોતાની પત્ની તપસ્યા 6 લોકો વિરુદ્ધ વિશ્વાસઘાત તથા કાળાજાદૂની ફરિયાદ નોંધાવી છે. યુવકના વર્ષ 2025માં મહારાષ્ટ્રમાં રહેતી યુવતી સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ પત્નીએ કાવતરાના ભાગરૂપે લગ્ન કર્યા હોવાની અને તાંત્રિક વિધિના નામે રૂપિયા પડાવવાનો પ્રયાસ કરાયો હોવાના આક્ષેપ સાથે ચાંદખેડા પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 'કાળા જાદૂથી તને પોતાના જીવનમાં લાવવામાં આવ્યો' ચાંદખેડામાં રહેતા 26 વર્ષીય અર્જુન રાજપૂતે ફરિયાદ નોંધાવી છે કે, લગ્ન બાદ તપસ્યા અવારનવાર અર્જુન પાસેથી રૂપિયા માગતી હતી અને પૈસા ન આપે તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતી હતી. તપાસ્યા અર્જુનને અપમાનજનક વાતો કહી માનસિક ત્રાસ આપતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. તપસ્યાએ અર્જુનને જણાવ્યું હતું કે, તેના અનેક યુવકો સાથે પ્રેમસંબંધ છે અને અર્જુનને કાળા જાદૂથી થોડા સમય માટે પોતાના જીવનમાં લાવવામાં આવ્યો છે. પત્ની, સાસરીયાના ત્રાસથી કંટાળી યુવકે ફરિયાદ નોંધાવી તપસ્યાએ તેના મોબાઇલમાં તાંત્રિકોના ફોટોગ્રાફ્સ બતાવ્યા હતા અને તેની મુલાકાત બે તાંત્રિક સાથે કરાવી હતી. ત્યારબાદ તપસ્યાએ તેની માતા સાથે મળીને અર્જુન સાથે વીડિયો કોલ કર્યો હતો, જેમાં તેના પર તાંત્રિક વિધિ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. શ્રદ્ધા શર્મા નામની મહિલા તાંત્રિકે અર્જુન ઉપર બે વખત વિધિ કરી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. વિધિ બાદ અર્જુનની તબિયત વધુ લથડી હતી. ત્યારે પત્ની અને સાસરિયાના ત્રાસથી કંટાળીને અંતે તેણે ચાંદખેડા પોલીસનો સંપર્ક કર્યો છે. અર્જુનની ફરિયાદના આધારે પત્ની તપાસ્યા, ધર્મિષ્ઠા, અજય, કર્ણજિત, રજની અને શ્રદ્ધા વિરુદ્ધ પોલીસે તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વઢવાણમાં 1ઓક્ટોબરથી પ્રદર્શન સહ વેચાણ મેળો યોજાશે:મહિલા કારીગરોએ સ્ટોલ મેળવવા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત
    Next Article
    Video: BMW Drifts On Gurugram Road In Front Of McLaren Supercars, Hunt On For Driver

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment