Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:પીએમ મોદીની જેન-ઝી સાથે ભજન ક્લબિંગ; રામમંદિર દાન ચોરી- ચંપત રાય સાક્ષી; ચૂંટણી કમિશનર વિરુદ્ધ રસ્તાઓ પર ઉતરી કોંગ્રેસ

    7 hours ago

    નમસ્તે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીના દીનદયાલ પાર્કમાં પંડિત દીનદયાલની 110મી જયંતી પર થયેલા ભજન ક્લબિંગ પ્રોગ્રામમાં સામેલ થયા. રામમંદિર દાન ચોરી કેસમાં પોલીસે ફૈઝાબાદ કોર્ટમાં 73 હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરી. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જાણો કે CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દેશભરમાં વિરોધ પ્રદર્શન થયું. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર અમેરિકાના ન્યૂ યોર્કમાં ચાલી રહેલી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરનું ભાષણ. 📰 કાલના મોટા સમાચારો 1. PM મોદીનું Gen-Z સાથે ભજન ક્લબિંગ, VIDEO:ગુજરાતી-હિન્દી ભજનો પર ખંજરી વગાડી, નવી પેઢીના આધ્યાત્મિક ટ્રેન્ડ સાથે તાલ મિલાવ્યો; દિલ્હીમાં કાર્યક્રમ યોજાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સાંજે દિલ્હીના દિનદયાલ ઉપાધ્યાય પાર્કમાં ‘ભજન ક્લબિંગ’ કાર્યક્રમમાં ભાગ લીધો. આ કાર્યક્રમ પંડિત દિનદયાલ ઉપાધ્યાયની 110મી જન્મજયંતિ પર આયોજિત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પીએમ મોદી ગુજરાતી, હિન્દી ભજનો પર ખંજરી વગાડતા અને Gen-Z સાથે સૂર પૂરાવતા જોવા મળ્યા. 'ભજન ક્લબિંગ' યુવાનો, ખાસ કરીને Gen Z વચ્ચે ઝડપથી ઉભરતો એક આધ્યાત્મિક ટ્રેન્ડ છે. આ પરંપરાગત ભજનો અને કીર્તનને આધુનિક કન્સર્ટ અથવા નાઇટ-ક્લબ જેવી 'વાઇબ' અને પ્રોડક્શન સાથે રજૂ કરવાની એક નવી રીત છે. સંપૂર્ણ સમાચાર વાંચો 2. 8 આરોપી, 173 સાક્ષી અને 73,480 પાનાં:અયોધ્યા રામ મંદિર દાનચોરી કેસમાં મોટો ધડાકો, 67 લોકો સામેલ; મોબાઇલ ચેટમાં નોટોના બંડલ છુપાવવાની વાત; કર્મચારીએ જ પકડી ચોરી અયોધ્યા રામ મંદિરના દાન ચોરીના મામલામાં પોલીસે ગુરુવારે ફૈઝાબાદ જિલ્લા કોર્ટમાં 73,480 પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે. દાનની રકમ ચોરી થવાનો મામલો પહેલીવાર 4 જૂન, 2026ના રોજ સામે આવ્યો હતો. ચાર્જશીટ મુજબ, કાઉન્ટિંગ રૂમમાં કર્મચારીઓને દાનના રૂપિયા છુપાવતા એક કર્મચારીએ જ જોયા હતા. આ કર્મચારી આનંદ ચૌધરીએ તેની જાણકારી તત્કાલીન ટ્રસ્ટ મહાસચિવ ચંપત રાયને આપી અને વીડિયો પણ મોકલ્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો 3. જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ કોંગ્રેસનું દેશભરમાં પ્રદર્શન:દિલ્હી-પટનામાં માર્ચ, દેહરાદૂનમાં કાર્યકર્તાઓ બેરિકેડ્સ પર ચઢ્યા; કોકરોચ પાર્ટીએ કહ્યું- 2 ઑક્ટોબરથી આંદોલન કોંગ્રેસ શુક્રવારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે દેશભરમાં પ્રદર્શન કરી રહી છે. ઉત્તરાખંડના દેહરાદૂનમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ બેરિકેડિંગ પર ચઢી ગયા. પટનામાં પ્રદર્શનકારીઓ પર પોલીસે વોટર કેનનથી પાણીનો મારો ચલાવ્યો. આ તરફ, કોકરોચ જનતા પાર્ટી (CJP)એ શુક્રવારે ફરી કહ્યું કે જો જ્ઞાનેશ કુમાર રાજીનામું નહીં આપે, તો 2 ઓક્ટોબરથી દેશવ્યાપી આંદોલન કરવામાં આવશે. CJP સંસ્થાપક અભિજીત દીપકેએ કહ્યું કે આ આંદોલનને શહેરે-શહેરે લઈ જવામાં આવશે. સંપૂર્ણ સમાચાર વાંચો 4. દારૂ પીને પ્લેન ઉડાવવા નીકળ્યો એર ઇન્ડિયાનો પાઇલટ!:સ્વિટ્ઝર્લેન્ડમાં પકડાયો ને ફ્લાઇટમાંથી ઉતારી દેવાયો; DGCAએ આકરાં પગલાં લીધા એર ઈન્ડિયાએ ઝ્યુરિખ-દિલ્હી ફ્લાઇટના પાઇલટને નશામાં મળી આવ્યા બાદ સસ્પેન્ડ કરી દીધો છે. તેને સ્વિટ્ઝર્લેન્ડમાં જ ઉતારી દેવામાં આવ્યો હતો. ઉડાન પહેલાં કરવામાં આવતા ફરજિયાત આલ્કોહોલ ટેસ્ટમાં તેના નશામાં હોવાની પુષ્ટિ થઈ હતી. તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી પાઇલટનું સસ્પેન્શન ચાલુ રહેશે. આ મામલો 6 સપ્ટેમ્બરનો છે. ટેકઓફ પહેલાં ગ્રાઉન્ડ સ્ટાફને પાઇલટ પાસેથી દારૂની ગંધ આવી હતી. તેમણે અધિકારીઓને તેની જાણ કરી હતી. ત્યારબાદ પાઇલટને પ્લેનમાંથી ઉતારી દેવામાં આવ્યો હતો. તેને એ જ ફ્લાઇટથી ભારત મોકલવામાં આવ્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો 5. ‘અન્ય કાયર પણ બહાર જઈ શકે છે!’:UNમાં નેતન્યાહૂની એન્ટ્રી થતાં જ 75 દેશોનો બહિષ્કાર, 3 મિનિટ શાંત રહ્યા બાદ ઇઝરાયલી PMનો ગર્જના સાથે વળતો પ્રહાર ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગુરુવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાષણ આપ્યું. તેઓ મંચ પર આવતાં જ 75 દેશોના પ્રતિનિધિઓએ હૂટિંગ કરીને તેમનો વિરોધ શરૂ કર્યો અને બહાર જવા લાગ્યા. જોકે આ દરમિયાન ગેલેરી નેતન્યાહૂના સમર્થકોથી ભરેલી હતી. તેમણે તાળીઓ પાડીને રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું અને ‘અમ યિસરાઇલ ચાઈ’ એટલે કે ‘ઇઝરાયલના લોકો જીવંત છે’ના નારા લગાવ્યા. સંપૂર્ણ સમાચાર વાંચો 6. સુરતમાં બપ્પાને જવાની ના પાડી બાળકી ભાવુક થઈ:ભક્તિમાં ગળાડૂબ ભક્તોએ ભીની આંખે ગણપતિ દાદાને વિદાય આપી, અમદાવાદ-વડોદરામાં ક્રેનથી વિસર્જન ગણેશ ચતુર્થીથી શરૂ થયેલા 10 દિવસીય ગણેશોત્સવનું આજે (25 સપ્ટેમ્બર) અનંત ચતુર્દશીએ સમાપન થઈ રહ્યું છે, ત્યારે રાજ્યભરમાં નાની-મોટી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે. સુરત, રાજકોટ અને વડોદરા સહિત મોટાભાગના શહેરમાં વિસર્જન યાત્રામાં જમાવટ જોવા મળી રહી છે. સુરતમાં વહેલી સવારથી શરૂ થયેલી વિસર્જન યાત્રામાં બપોર બાદ મુંબઈ જેવો માહોલ જામ્યો હતો. શહેરમાં ત્રણ-ત્રણ માળ ઊંચી મૂર્તિઓની રાજમાર્ગ પર શાહી સવારી નીકળી હતી. વિશ્વ શાંતિના સંદેશ સાથે તિરંગા યાત્રા સાથે ગણેશ વિસર્જન યાત્રા નીકળી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો 7. 'બાળક છે રડવાનું જ, બેનને બેસવા દો':પોલીસ માતાને બહાર કાઢતી હતી ને CMએ ભાષણ અટકાવ્યું, ભાવનગરમાં હળવી ટકોરથી ભૂપેન્દ્ર પટેલે લોકોના દિલ જીત્યા ભાવનગર શહેરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ કાર્યોના લોકાર્પણ કર્યા હતા. આ દરમિયાન CMની નાનકડી એવી વાતે લોકોના દિલ જીતી લીધા હતા. મુખ્યમંત્રી મંચ પરથી ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે ઓડિટોરિયમમાં એક બાળક જોરજોરથી રડવા લાગ્યું હતું. કાર્યક્રમમાં ખલેલ ન પડે તે હેતુથી પોલીસ કર્મીઓએ બાળકની માતાને ઊભા કરી હોલની બહાર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ બાબત મુખ્યમંત્રીના ધ્યાને આવતાં જ તેમણે સંબોધન અટકાવીને પોલીસને તાત્કાલિક રોકી દીધી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ મણિપુરમાં ઉગ્રવાદીઓએ 4 નાગા જાતિ લોકોની હત્યા કરી:બંધનું એલાન, ખાંડ ₹450 પ્રતિ કિલો વેચાઈ રહી છે; આ વર્ષે અત્યાર સુધીમાં 44 મોત (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. ઈન્ટરનેશનલઃ યુએનમાં નેપાળના PMએ ભારત-ચીનનો આભાર માન્યો:કહ્યું- હિમાલયને બચાવવા માટે સાથે આવો, ભોટેકોશીની પૂર સમગ્ર દુનિયા માટે ચેતવણી (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ કોર્ટે 7 વિદેશીઓને US-યુક્રેન જવાની મંજુરી આપી:તેમના પર મ્યાનમારમાં ઉગ્રવાદીઓને ટ્રેનિંગ આપવાનો આરોપ, NIAએ માર્ચમાં પકડ્યા હતા (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. ઈન્ટરનેશનલઃ ખતરનાક! AI એજન્ટે સરકારી સિસ્ટમ હેક કરી:સીક્રેટ ફાઇલોમાંથી ગુપચુપ ડેટો ચોરી લીધો, સરકારને 54 દિવસ પછી જાણ થઈ; CEO સેમે કહ્યું- AI પરનું નિયંત્રણ ગુમાવવાનો ડર (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. બિઝનેસઃ દાવો- બેંકોમાં 5-ડે વર્કિંગ પર સરકારનો ઇનકાર:કર્મચારીઓની માંગ પર સહમતિ નહીં, 28 સપ્ટેમ્બરથી 3 દિવસની હડતાળ; 27 સપ્ટેમ્બર રવિવારે બેંકો ખુલ્લી રહેશે (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. સ્પોર્ટ્સઃ વૈભવ સૂર્યવંશીએ ગંભીરને સંભળાવી દીધું?:ટોકિયો ટ્રિપ વચ્ચે ઈન્સ્ટાગ્રામ પર આ કેવી પોસ્ટ કરી, લખ્યું- ‘પ્લાન A ફેલ થાય તો...’; ફેન્સ ચકડોળે ચડ્યા (સંપૂર્ણ સમાચાર વાંચો) 7. એન્ટરટેઇનમેન્ટઃ અભિનેતા મુશ્તાક ખાનને સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા:રાજપાલ યાદવે કહ્યું- નિધનના 2 કલાક પહેલાં જ મળ્યો હતો; સની દેઓલ-અનુપમ ખેરે દુઃખ વ્યક્ત કર્યું (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ દરિયામાં મળ્યો ત્રણ હોઠવાળો જીવ કેનેડાના દરિયામાં વૈજ્ઞાનિકોને એવો જીવ મળ્યો છે, જેના મોં પર ત્રણ હોઠ છે. લાલ આંખો અને કાંટાવાળા પગ ધરાવતો આ દરિયાઈ જીવ હકીકતમાં દરિયાઈ કરોળિયાની નવી પ્રજાતિ છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. બેંક અને UPIનો ડબલ એટેક:મફત પેમેન્ટના દહાડા પૂરા?, વેપારીઓ પાસે ત્રણ રસ્તા, ચાની કીટલીથી કરિયાણા સુધી સપાટો, 21 હજાર કરોડનો ખેલ જાણો 2. લીંબુના ભાવે બધા રેકોર્ડ તોડ્યા:શું 300 રૂપિયે કિલો દિવાળી સુધી રહેશે; કોરોના વખતે પણ આટલા ભાવ નહોતા, ઊંચી કિંમતના ત્રણ કારણો 3. હત્યારા પ્રભાકરણને રાજીવ ગાંધીએ પોતે બુલેટપ્રૂફ જેકેટ આપ્યું હતું:સેનાના હેલિકોપ્ટરથી દિલ્હી પહોંચ્યો હતો, પુત્ર રાહુલના હાથે ભેટ અપાવી 4. 'સાઉથના અંબાણી' તરીકે લોકપ્રિય છે મામૂટી:ડાંગરની ખેતી કરતાં ખેડૂત પરિવારનો દીકરો કેવી રીતે બન્યો 'મેગાસ્ટાર'? દરેક કારના 369 નંબર પાછળનું રહસ્ય શું? 5. આજનું એક્સપ્લેનર:શું જ્ઞાનેશ કુમાર રાજીનામું આપશે; ચૂંટણી પંચ પર સર્જાયેલા ઘમસાણના 5 પાત્રો, કેવી રીતે આરોપો લાગ્યા અને હવે આગળ શું? 6. મેડમના મસાજે સાહેબને આંટીમાં લીધા:મંત્રીજીએ ગિલ્લી દંડો પકડ્યો; રસ્સો ખેંચવા જતા કાર્યકરોએ ઢીલ આપી દીધી 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શનિવારનું રાશિફળ: મેષ રાશિના ભાગ્યના દ્વાર ખુલશે, વૃષભ સહિત 4 રાશિને મહેનતનું મીઠું ફળ મળશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    How America Stole the World
    Next Article
    તાલુકા મથકે ધક્કા ટળે તે માટે ઉપલોવાસ પ્રા.શાળામાં કાર્યક્રમ:બળદિયામાં વિવિધ યોજનાઓ માટે 200 જેટલી અરજીઓ રજૂ કરાઇ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment