Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેયર અને સિટી ઇજનેર ગુસ્સે ભરાયા:ઓઢવમાં રોલર આવ્યા પહેલા જ રોડ પર ગરમ ડામર પાથરી દીધો, અધિકારીઓને નોટિસ સાથે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટની સૂચના

    10 hours ago

    અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં નારી સંરક્ષણ ગૃહ પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનના રાઉન્ડ દરમિયાન રોડ પેચવર્કની કામગીરીમાં ગંભીર બેદરકારી સામે આવી છે. મેયર હિતેશ બારોટ અને ઇન્ચાર્જ સિટી એન્જિનિયર ઋષિ પંડ્યાના આકસ્મિક નિરીક્ષણ વખતે રોડ રોલર વિના જ ડામર પાથરી દેવાતાં મટીરિયલ ઠંડું થઈ ગયું હતું અને નાણાંનો વ્યય થયો હતો. આ બેદરકારી બદલ તંત્ર દ્વારા સંબંધિત કોન્ટ્રાક્ટર એજન્સીને ડી-બાર કરવાની કવાયત હાથ ધરી ઝોનના ત્રણ અધિકારીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. ડામર અને કપચીનું મટીરિયલ પાથરી દેવાયું વરસાદ બાદ શહેરના રસ્તાઓ પર પડેલા ખાડા પુરવા ત્રણ દિવસની તાકીદ કરાઈ હતી. તે અંતર્ગત ઓઢવમાં વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન સામે ચાલી રહેલી કામગીરીના સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન સ્થળ પર રોડ રોલર ગાયબ જણાયું હતું. એટલું જ નહીં, રસ્તા પરથી પાઈપો હટાવ્યા વિના જ ડામર અને કપચીનું મટીરિયલ પાથરી દેવાયું હતું. ડામરનું યોગ્ય તાપમાન જળવાયું ન હોવાથી રોડની ગુણવત્તા જોખમાઈ હતી, જેના પગલે મેયર અને સિટી એન્જિનિયરે સ્થળ પર જ અધિકારીઓનો ઉધડો લીધો હતો. ત્રણ એન્જિનિયરને નોટિસ આપી લેખિત ખુલાસો માગ્યો સમગ્ર મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના એડિશનલ સિટી એન્જિનિયરે ડેપ્યુટી સિટી એન્જિનિયર, આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયરને નોટિસ આપી લેખિત ખુલાસો માગ્યો છે. જ્યારે કદરરૂપ કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર જય ધર્મેન્દ્રકુમાર જાનીને બ્લેકલિસ્ટ/ડી-બાર કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. બીજી તરફ, અધિકારીઓના જણાવ્યા મુજબ મટીરિયલ સપ્લાયર અને લેબર ગેંગ વચ્ચેના સંકલનના અભાવે રોલર 15-20 મિનિટ મોડું પહોંચ્યું હતું, પરંતુ બાદમાં રોલર ફેરવીને પેચવર્ક પૂરું કરવામાં આવ્યું હતું. જાહેર નાણાંના વ્યય અને રોડ રોડના કામોમાં બેદરકારી સામે પાલિકા તંત્રે કડક વલણ અપનાવી તમામ સંચાલકો અને ટેકનિકલ સ્ટાફને જવાબદેહી નક્કી કરવા તાકીદ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરાના નદીસર ગામે CM ભૂપેન્દ્ર પટેલની વિશેષ મુલાકાત:ગ્રામજનો સાથે સંવાદ કર્યો, સેવા-શિક્ષણ-સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો
    Next Article
    ધ્રાંગધ્રા હાઈવે પર દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપાઈ:1992 બોટલ દારૂ અને બીયર સાથે એક શખ્સ પકડાયો, કુલ 7.13 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment