Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લુણાવાડામાં ગણપતિ વિસર્જન યાત્રાનો ભવ્ય પ્રારંભ:પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઢોલ-નગારાં અને ડીજેના તાલે ગણેશભક્તો વિસર્જન યાત્રામાં જોડાયા, વાસિયા તળાવ ખાતે વિસર્જનની વ્યવસ્થા

    9 hours ago

    મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં દસ દિવસ સુધી ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કર્યા બાદ આજે ગણપતિ વિસર્જન યાત્રાનો ભવ્ય પ્રારંભ થયો છે. સાંજે પાંચ વાગ્યાથી શહેરના વિવિધ વિસ્તારો અને પંડાલોમાં સ્થાપિત ગણેશજીની પ્રતિમાઓની વિસર્જન યાત્રા શરૂ થઈ હતી. ઢોલ-નગારાં અને ડીજેના તાલે ‘ગણપતિ બાપા મોરિયા, આવતા વર્ષે વહેલા આવજો’ના જયઘોષ સાથે ભક્તો નાચતા-ગાતા યાત્રામાં જોડાયા હતા. વર્ષો જૂની પરંપરા મુજબ સૌપ્રથમ ગણપતિ મંદિરની પ્રતિમાનું વિસર્જન લુણાવાડાની ગણપતિ વિસર્જન યાત્રા પોતાની આગવી અને વર્ષો જૂની પરંપરા માટે જાણીતી છે. પરંપરા અનુસાર સૌપ્રથમ ગણપતિ મંદિર ખાતે સ્થાપિત ગણેશજીની પ્રતિમાની શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવે છે. ત્યારબાદ પાલખીમાં પ્રતિમાની શોભાયાત્રા શહેરના માર્ગો પરથી પસાર થઈ વાસિયા તળાવ ખાતે પહોંચે છે, જ્યાં સૌપ્રથમ આ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. ત્યારબાદ શહેરનાં વિવિધ ગણેશ મંડળોની પ્રતિમાઓનું વિસર્જન શરૂ થાય છે. નંબરના ક્રમ મુજબ ગણેશ મંડળોની પ્રતિમાઓનું વિસર્જન લુણાવાડા શહેરની વિસર્જન યાત્રાની વિશેષતા એ છે કે વિવિધ ગણેશ મંડળોની પ્રતિમાઓ એકસાથે લાઇનબંધ રીતે આગળ વધે છે. નગરપાલિકા દ્વારા દરેક ગણેશ મંડળની યાત્રાને એક નંબર ફાળવવામાં આવે છે. આ નંબરના ક્રમ અનુસાર ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવે છે, જેથી સમગ્ર પ્રક્રિયા વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ શકે. મોટી પ્રતિમાઓ માટે ક્રેનની વ્યવસ્થા વાસિયા તળાવ ખાતે ગણેશજીની પ્રતિમાઓના વિસર્જન માટે તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મોટી પ્રતિમાઓને તળાવમાં ઉતારવા માટે મોટી ક્રેનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી ગણેશ મંડળોની પ્રતિમાઓ વાજતે-ગાજતે વિસર્જન યાત્રામાં જોડાઈ રહી છે અને ગણપતિ બાપાના જયઘોષથી શહેર ગુંજી ઊઠ્યું છે. 250 પોલીસ જવાનો સહિત ચુસ્ત બંદોબસ્ત ગણપતિ વિસર્જન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વિસર્જન યાત્રા દરમિયાન એક DySP, લુણાવાડા ટાઉન PI સહિત કુલ ત્રણ PI, પાંચ PSI, SRPનું એક સેક્શન, 250 પોલીસ જવાનો અને 146 હોમગાર્ડ તથા GRD જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા વિસર્જન પ્રક્રિયા સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. શહેરમાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ગણેશજીની પ્રતિમાઓની વિદાયનો કાર્યક્રમ ચાલી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર ITI દ્વારા 42 એપ્રેન્ટિસ અરજીઓ સ્વીકારી:મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હેઠળ સેવાસેતુ કાર્યક્રમમાં ભલામણ કરાઈ, ત્વરિત નિકાલ થયો
    Next Article
    રેલનગરમાં મેનેજરની બે કાર પર પાડોશીએ જ સળગાવી:પાર્કિંગના CCTV ચેક કરતા ઘટસ્ફોટ થયો, બે મહિના અગાઉ કારમાલિકે આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment