Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં 'સેવા મેરા યોગદાન' અંતર્ગત કીટનું વિતરણ:અનાથ અને દિવ્યાંગ બાળકોને ઉપયોગી કીટ અપાઈ, વડીલોને ભોજન કરાવી આશીર્વાદ લીધા

    1 day ago

    સુરેન્દ્રનગરમાં 'સેવા મેરા યોગદાન' કાર્યક્રમ હેઠળ સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ હતી. આ દરમિયાન સુરેન્દ્રનગર બાલાશ્રમમાં અનાથ બાળકોને ઉપયોગી કીટનું વિતરણ કરવામાં આવ્યું. અંધ વિદ્યાલયના દિવ્યાંગ બાળકોને પણ ઉપયોગી કીટ અપાઈ હતી. આ ઉપરાંત, વડીલો માટે ભોજનનું આયોજન કરી તેમને જમાડવામાં આવ્યા હતા. વડીલોના આશીર્વાદ લઈને સેવા અને માનવતાનો સંદેશ આપવામાં આવ્યો. આ સેવાકીય કાર્યક્રમમાં હાજર આગેવાનો અને કાર્યકર્તાઓએ સેવા, સંવેદના અને સમર્પણના ભાવને આગળ વધારવાનો સંકલ્પ લીધો. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, સુરેન્દ્રનગર મહાનગર ભાજપ અધ્યક્ષ દેવાંગભાઈ રાવલ, કોર્પોરેટરો અને સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ પ્રવૃત્તિઓ દ્વારા જરૂરિયાતમંદ બાળકો અને વડીલો સાથે સમય વિતાવી સેવા અને માનવતાના ભાવને ઉજાગર કરવામાં આવ્યો.
    Click here to Read More
    Previous Article
    જમીન દલાલ ફૈઝલ ફત્તાની ઘાતકી હત્યાનો મુખ્ય આરોપી કોર્ટમાં હાજર:10 લાખની સોપારી આપનાર મુબારક પટેલે ગણેશ વિસર્જનનાં બંદોબસ્ત વચ્ચે શરણાગતિ સ્વીકારી
    Next Article
    Not A Fan Of Lauki? Try This Easy And Flavourful Bottle Gourd Chutney

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment