Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટી-સિરીઝની સત્યનારાયણ પૂજામાં બોલિવૂડ સેલેબ્સનો જમાવડો:વરુણ, કાર્તિક, સારા, રકુલ સહિતના સ્ટાર્સ જોડાયા; 'હનુમાન અંશ' ફેમ એક્ટર પણ પહોંચ્યા

    21 hours ago

    ગણેશોત્સવના અવસરે મુંબઈ સ્થિત ટી-સિરીઝની ઓફિસમાં આયોજિત સત્યનારાયણ પૂજનમાં બોલિવૂડની અનેક હસ્તીઓએ હાજરી આપી. દર વર્ષની જેમ આ વર્ષે પણ સંગીત કંપની ટી-સિરીઝના કાર્યાલયમાં ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. આ ખાસ અવસરે વરુણ ધવન, કાર્તિક આર્યન, ટાઇગર શ્રોફ, તૃપ્તિ ડિમરી અને આયુષ્માન ખુરાના સહિત અનેક કલાકારોએ બાપ્પાનાં દર્શન કરી આશીર્વાદ લીધા. તમામ સિતારાઓ પરંપરાગત ભારતીય પરિધાનોમાં બાપ્પાની સામે માથું ટેકવતા જોવા મળ્યા. આ દરમિયાન જૅકી શ્રોફ ત્યાં હાજર ફોટોગ્રાફરોને પ્રસાદ વહેંચતા જોવા મળ્યા. તસવીરો જુઓ પતિ ડેનિયલ સાથે પહોંચી સની, તૃપ્તિ ડિમરી પણ જોવા મળી એક્ટ્રેસ સની લિયોની પતિ ડેનિયલ વેબર સાથે ટી-સિરીઝની ઓફિસે પહોંચી. આ દરમિયાન સની પરંપરાગત સાડીમાં જોવા મળી, જ્યારે ડેનિયલ કુર્તા-પાયજામા પહેરેલો જોવા મળ્યો. તેના ઉપરાંત એક્ટ્રેસિસ તૃપ્તિ ડિમરી, નેહા શર્મા, રકુલ પ્રીત સિંહ અને પલક તિવારી પણ સાદગીભર્યા પરંપરાગત વસ્ત્રોમાં બાપ્પાના આશીર્વાદ લેવા પહોંચી. 'હનુમાન અંશ' ફેમ શોભિનવ પણ જોવા મળ્યા એક્ટર આયુષ્માન ખુરાના પત્ની તાહિરા કશ્યપ સાથે ટી-સિરીઝની ઓફિસે પહોંચ્યા. બંને એથનિક વેરમાં જોવા મળ્યા. ફિલ્મ ‘હનુમાન અંશ’માં નીમ કરૌલી બાબાની મુખ્ય ભૂમિકા ભજવનારા એક્ટર શોભિનવ સત્ય પણ ખૂબ જ સાદા અંદાજમાં દર્શન કરવા પહોંચ્યા. તેમણે સાદગીભર્યો કુર્તો પહેર્યો હતો. તેમણે હાથ જોડીને ત્યાં હાજર લોકોનો આભાર માન્યો. દર વર્ષે ટી-સિરીઝમાં પૂજાનું આયોજન થાય છે ટી-સિરીઝના મેનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમાર દર વર્ષે ગણેશ ચતુર્થીના પાવન અવસરે મુંબઈ સ્થિત પોતાની ઓફિસમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરે છે. ઉત્સવ દરમિયાન ફિલ્મ અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા નિર્માતા, ડિરેક્ટર, સિંગર અને એક્ટર્સ બાપ્પાના આશીર્વાદ લેવા પહોંચે છે. ‘લવ એન્ડ વૉર’નો લુક રિલીઝ થયા બાદ જાહેરમાં દેખાયો રણબીર બોલિવૂડ એક્ટર રણબીર કપૂર ફિલ્મ ‘લવ એન્ડ વૉર’માં પોતાનો લુક રિલીઝ થયા બાદ સ્પોટ થયો હતો. તે મુંબઈમાં પોતાના લાઇફસ્ટાઇલ બ્રાન્ડ આર્ક્સના નવા સ્ટોરના લોન્ચ ઇવેન્ટ દરમિયાન સાદા લુકમાં નજરે પડ્યો. આ દરમિયાન તે સ્લીવ-લેસ સફેદ ટી-શર્ટ, બ્લેક જોગર્સ અને કાળા સનગ્લાસ પહેરેલા જોવા મળ્યો. આ દરમિયાન ત્યાં હાજર પાપારાઝીએ તેને પ્રશ્ન કર્યો કે રણબીર, તમને ગોળી ક્યાં વાગી? તેના જવાબમાં રણબીર પોતાનો હાથ બતાવ્યો. હકીકતમાં, ‘લવ એન્ડ વૉર’માં તેના પ્રથમ લુકમાં તેની શર્ટ પર લોહીના ડાઘ જોવા મળ્યા હતા. ત્યારબાદ પાપારાઝીએ તેને આ પ્રશ્ન કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ग्रेटर नोएडा में यूपी इंटरनेशनल ट्रेड शो के लिए फ्री शटल, GIP मॉल-बॉटेनिकल गार्डन समेत ये रूट, नोट कर लें टाइम
    Next Article
    પરિવારને એકબાદ એકે આવી માર્યો, કાકા-ભત્રીજો લોહીલુહાણ:અમદાવાદમાં ટોળાએ દુકાનમાં ઘૂસી તોડફોડ કરી; ઢાલગરવાડમાં 1000થી વધુ દુકાનો બંધ, બેનર સાથે વિરોધ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment