Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના એડવોકેટ રાકેશ પટેલ બાર કાઉન્સિલના કો-ઓપ્ટ મેમ્બર નિમાયા:કાયદાકીય અને સામાજિક ક્ષેત્રે સક્રિય રાકેશભાઈને વકીલ આલમે અભિનંદન પાઠવ્યા

    2 days ago

    વલસાડના જાણીતા એડવોકેટ રાકેશભાઈ બી. પટેલની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો-ઓપ્ટ મેમ્બર તરીકે નિમણૂક થઈ છે. તેઓ કાયદાકીય ક્ષેત્ર ઉપરાંત સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે પણ લાંબા સમયથી સક્રિય છે. તેમને આ નવી જવાબદારી મળતા વલસાડના વકીલ આલમમાં ખુશીનો માહોલ છે. રાકેશભાઈ પટેલે વર્ષ 2000માં વકીલાત શરૂ કરી હતી. વર્ષ 2008માં તેમણે નોટરી તરીકેની જવાબદારી સંભાળી. તેઓ વકીલોના હિત સાથે જોડાયેલી સંસ્થાકીય કામગીરીમાં પણ સક્રિય રહ્યા છે. વર્ષ 2010માં તેઓ વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળમાં સહમંત્રી તરીકે ચૂંટાયા હતા. ત્યારથી, વર્ષ 2020થી તેઓ વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળના ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. કાયદાકીય ક્ષેત્ર ઉપરાંત રાકેશભાઈ પટેલ સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં પણ સક્રિય છે. તેઓ ફલધરા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલા છે. આ ઉપરાંત, તેઓ ફલધરા કેળવણી મંડળમાં કમિટી મેમ્બર તરીકે પણ સેવા આપે છે. તેમણે ઘોડિયા સમાજના નાના વણઝારિયા કુટુંબમાં માજી પ્રમુખ તરીકે પણ સેવા આપી છે. લાંબા સમયથી વકીલાત, વકીલ સંગઠન, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે સક્રિય રહેલા રાકેશભાઈ બી. પટેલને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં કો-ઓપ્ટ મેમ્બર તરીકેની નવી જવાબદારી મળતા વકીલમિત્રો અને વિવિધ ક્ષેત્રના આગેવાનોએ તેમને અભિનંદન પાઠવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં ધારાસભ્યની હાજરીમાં સેવા સેતુ કાર્યક્રમ:સરકારી હાઈસ્કૂલ ખાતે યોજાયો, 54 સેવાઓનો નાગરિકોએ લાભ લીધો
    Next Article
    કાટવાડ ગામે પરિણીતાની આત્મહત્યા, પતિ સહિત 4 ઝડપાયા:દહેજ અને આડા સંબંધોના ત્રાસથી કંટાળી ફાંસો ખાધો, જેઠ-જેઠાણી હજુ ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment