Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં હાઈવોલ્ટેજ ડ્રામા:લંડનમાં નોકરીના બહાને પોલીસકર્મી સસરા પાસેથી લાખો રૂપિયા પડાવ્યા, પ્રેમી સાથે છૂમંતર

    2 days ago

    અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં પોલીસ ખાતામાં ફરજ બજાવતા સસરાએ પોતાની પુત્રવધૂનું વિદેશ જવાનું સપનું સાકાર કરવા માટે જીવનભરની મૂડી સમાન જીપીએફ ફંડ ઉપાડી તેમજ ઘર ગીરો મૂકીને લાખો રૂપિયાની વ્યવસ્થા કરી આપી હતી. જોકે, લંડનમાં નોકરીના નામે પુત્રવધૂએ સસરા પાસેથી તબક્કાવાર ₹15.59 લાખ પડાવી લીધા બાદ પોતાના મિત્ર સાથે રફુચક્કર થઈ ગઈ હતી. આ સમગ્ર મામલે ભોગ બનનાર પતિએ પત્ની અને તેના મિત્ર વિરુદ્ધ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પ્રેમલગ્ન બાદ પુત્રવધૂએ લંડનમાં નોકરીનું નાટક રચ્યું ઇસનપુરના વિશાલનગરમાં રહેતા ધ્રુવિત પારેખ ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને તેમના પિતા પોલીસ ખાતામાં ફરજ બજાવે છે. ધ્રુવિતને પોતાના જ વિસ્તારમાં રહેતી અને ખાનગી બેંકમાં નોકરી કરતી પાયલ મકવાણા સાથે પ્રેમ સંબંધ બંધાતા બંનેએ વર્ષ 2023માં પરિવારની સંમતિથી લગ્ન કર્યા હતા. લગ્નના આશરે એક વર્ષ બાદ પાયલે સાસરીમાં વાત મૂકી હતી કે તેને લંડનમાં નોકરીની ઉત્તમ તક મળી રહી છે અને તે વિદેશ જઈને થોડા સમય બાદ પતિ ધ્રુવિતને પણ ત્યાં વર્ક પરમિટ પર બોલાવી લેશે. દીકરા અને પુત્રવધૂ બંનેનું ભવિષ્ય ઉજ્જવળ બનશે તેવું વિચારી સસરાએ સહમતિ દર્શાવી હતી. પાયલે સમગ્ર પ્રક્રિયા પાછળ અંદાજે ₹25 લાખનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. મકાન મોર્ગેજ મૂકી લોન લીધી અને GPF તોડાવ્યું પુત્રવધૂ પર આંધળો વિશ્વાસ મૂકીને પોલીસકર્મી સસરાએ પોતાનું મકાન મોર્ગેજ મૂકી બેંકમાંથી ₹16.80 લાખની લોન મેળવી હતી તેમજ પોતાના પ્રોવિડન્ટ ફંડ (GPF) ખાતામાંથી ₹7 લાખ ઉપાડી લીધા હતા. આમ, કુલ ₹23.80 લાખની રકમ એકઠી કરીને તેમણે પત્ની સાથેના જોઈન્ટ ખાતામાં જમા કરાવી હતી. વિઝા પ્રોસેસ શરૂ કરવાના નામે પરિવારે શરૂઆતમાં પાયલને ₹1.50 લાખ રોકડા આપ્યા હતા. વિઝા ન આવતાં ફિક્સ ડિપોઝિટ અને વ્યાજની લાલચ આપી અમુક સમય બાદ વિઝા ન મળતાં પાયલે સાસરીપક્ષને ભોળવીને જણાવ્યું કે, ખાતામાં રૂપિયા પડી રહે તેના બદલે તેના બેંક કર્મચારી મિત્ર સન્માનસિંગ મન્નાસિંગ ભદોરિયા મારફતે ફિક્સ ડિપોઝિટ (FD) કરાવી દઈએ જેથી સારું વ્યાજ મળશે. આ બહાને ₹18 લાખ પાયલે પોતાની પાસે રાખી લીધા હતા. બાદમાં સન્માનસિંગને રૂપિયાની તાતી જરૂર હોવાનું કહીને દર મહિને ₹5,000 વ્યાજ મળવાની લાલચ આપી પાયલે પતિને વિશ્વાસમાં લઈ તેના ખાતામાં વધુ ₹2.50 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. લાંબો સમય વીતવા છતાં સન્માનસિંગે નાણાં પરત ન કરતાં ગોળ-ગોળ જવાબો આપવાનું શરૂ કર્યું હતું. સાળાએ કહ્યું- ‘બહેનની દાનત ખોટી છે, રૂપિયા પાછા માંગી લો’ પરિવારે હિસાબ અને રૂપિયા પરત માંગતાં પાયલ રિસાઈને પિયર જતી રહી હતી. બાદમાં તેણે સસરાને સિક્યોરિટી તરીકે ચેક આપ્યા હતા પરંતુ 'હું કહું ત્યારે જ બેંકમાં નાખજો' તેવી શરત મૂકી હતી. આ દરમિયાન પાયલના પોતાના સગા ભાઈએ ધ્રુવિતને અંગત રીતે મળીને સાવચેત કર્યા હતા કે, "પાયલની વર્તણૂક અને દાનત સારી નથી, તેણે કોને કોને નાણાં આપ્યા છે તેની તપાસ કરી તુરંત તમારા રૂપિયા પાછા મેળવી લો." આથી સસરાએ કડક વલણ અપનાવતાં પાયલે એક મહિનામાં સન્માનસિંગ પાસેથી પૂરી રકમ અપાવી દેવાની બાંહેધરી આપી હતી. પરિવાર અંબાજી દર્શને ગયો અને પુત્રવધૂ નોકરીનું બહાનું કાઢી પ્રેમી સંગાથે ફરાર ગત 5 સપ્ટેમ્બરે સસરા પગપાળા અંબાજી ગયા હતા અને 12 સપ્ટેમ્બરે ત્યાં નવચંડી યજ્ઞનું આયોજન હોવાથી ધ્રુવિત અને પાયલ પણ દર્શનાર્થે જવાના હતા. જોકે, 12 સપ્ટેમ્બરના રોજ પાયલે ઓફિસે જવાનું બહાનું કાઢી ઘરેથી વિદાય લીધી હતી. સાંજ સુધી તે પરત ન આવતાં ધ્રુવિતે તેની ઓફિસે તપાસ કરી હતી, જ્યાં જાણવા મળ્યું કે તે બપોરે જ નીકળી ગઈ હતી. પાયલ અને તેના મિત્ર સન્માનસિંગ બંનેના મોબાઈલ ફોન સ્વિચ ઓફ આવતાં પરિવારને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો. અંતે પુત્રવધૂ કુલ ₹15.59 લાખની રકમ લઈને મિત્ર સાથે ફરાર થઈ ગઈ હોવાનું સ્પષ્ટ થતાં ધ્રુવિતે ઇસનપુર પોલીસ મથકમાં પાયલ અને સન્માનસિંગ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. પોલીસે બંને સામે કાયદેસરની તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સરખેજમાં હરાજી રદ કરી પોલીસ સ્ટેશન માટે પ્લોટ ફાળવતાં વિવાદ:ધારાસભ્યના કહેવાથી રૂ. 30 લાખમાં દરખાસ્ત મંજૂર; થલતેજ-શીલજમાં બે પ્લોટ એક કંપનીને ફાળવાયા
    Next Article
    Rs 10,000 A Month Into Crypto Vs Rs 10,000 Into Mutual Funds: What Changes Over Five Years?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment