Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલોલ હાઈ-વે પર મહાહોનારત ટળી:પેટ્રોલ ટેન્કરની કેબિનમાં ભયાનક આગ, પોલીસે બંને તરફનો ટ્રાફિક રોકી બચાવ્યો સેંકડો લોકોનો જીવ

    1 day ago

    કલોલના છત્રાલ ત્રણ રસ્તા બ્રિજ નીચે આજે એક મોટી હોનારત થતાં થતાં રહી ગઈ હતી. ઈંધણ ભરેલા એક પેટ્રોલ ટેન્કરની કેબિનમાં ભયાનક આગ ભભૂકી ઊઠતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. જોકે, ઘટના સમયે ટેન્કરના ચાલકે સમયસૂચકતા દાખવી તુરંત નીચે ઉતરી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. ફાયર બ્રિગેડની ત્વરિત કાર્યવાહીથી મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. ધુમાડાના ગોટેગોટા વચ્ચે વિકરાળ જ્વાળાઓ ફેલાઈ પ્રાપ્ત વિગતો અનુસાર, કલોલ-છત્રાલ હાઈવે પરથી પસાર થઈ રહેલા પેટ્રોલ ભરેલા ટેન્કરની કેબિનમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કેબિનમાં આગની જ્વાળાઓ એટલી ઝડપથી પથરાઈ ગઈ કે આસપાસના વાહનચાલકોમાં ફાળ પડી હતી. સંભવિત જોખમ ટાળવા કડી-છત્રાલ હાઈ-વેનો વાહનવ્યવહાર અટકાવ્યો આ આગની ગંભીરતા અને ટેન્કરમાં રહેલા જ્વલનશીલ પેટ્રોલના ભયને ધ્યાનમાં રાખીને ઘટનાસ્થળે પહોંચેલી હાઈવે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હતી. પોલીસ કાફલાએ સુરક્ષાના ભાગરૂપે કડી-છત્રાલ હાઈવેની બંને તરફનો વાહનવ્યવહાર તાત્કાલિક ધોરણે સંપૂર્ણપણે બંધ કરાવી દીધો હતો જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. પેટ્રોલ ભરેલી મુખ્ય ટેન્ક સુધી આગ ન પહોંચવા દીધી છત્રાલ ટોલ રોડ દ્વારા આ અકસ્માત અંગેની જાણ કરવામાં આવતાં જ કલોલ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરોએ સ્થિતિ પર કાબૂ મેળવવા માટે પાણી અને વિશેષ ફોમનો મારો સતત ચાલુ રાખ્યો હતો. ફાયર ટીમની ભારે જહમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો હતો. સદનસીબે, ફાયર બ્રિગેડની સમયસરની કાર્યવાહી અને તકેદારીના કારણે આગ કેબિનથી આગળ વધીને પેટ્રોલ ભરેલી મુખ્ય ટેન્ક સુધી પહોંચી શકી નહોતી. શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન જો આ આગ ટેન્ક સુધી પહોંચી હોત તો અત્યંત ભયાનક વિસ્ફોટ થવાની અને મોટું નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા હતી. પ્રાથમિક તપાસ અને અનુમાન મુજબ ટેન્કરની કેબિનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ અચાનક આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવાયા બાદ વાહનવ્યવહાર પુનઃ શરૂ કરાવીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ચાર અકસ્માતમાં ચાર વ્યક્તિના મોત:સીટીએમ બ્રિજ પર ઘરેથી પુસ્તક લેવા નીકળેલી વિદ્યાર્થીનીને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા મોત
    Next Article
    લુણાવાડામાં ગણેશ વિસર્જન માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત:વિસર્જન રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કરી સુરક્ષા વ્યવસ્થા ચકાસાઈ, આવતીકાલે થશે પ્રતિમાઓનું વિસર્જન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment