Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણ તાલુકાના તલાટી ક્યારે ક્યાં મળશે જાણો:અરજદારોની સરળતા માટે મામલતદાર કચેરીએ દૈનિક હાજરીનું સમયપત્રક જાહેર કર્યું

    7 hours ago

    વઢવાણ મામલતદાર કચેરીએ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરજ બજાવતા રેવન્યુ તલાટીઓનું દૈનિક હાજરી અને કામગીરીનું સમયપત્રક જાહેર કર્યું છે. આનાથી ગ્રામજનો અને અરજદારોને મહેસૂલી કામકાજ માટે કચેરીના ધક્કા નહીં ખાવા પડે. તેમને સંબંધિત તલાટી કયા દિવસે અને કયા સ્થળે મળશે તેની માહિતી સરળતાથી મળી રહેશે. મામલતદાર કચેરીએ આપેલી માહિતી મુજબ, તમામ ગ્રામ્ય સેજાના રેવન્યુ તલાટીઓ સોમવારથી બુધવાર સુધી પોતાના સેજાના મુખ્યમથકે હાજર રહેશે. આ દિવસોમાં તેઓ અરજદારોના મહેસૂલી કામ કરશે. ગુરુવાર, શુક્રવાર અને મહિનાના પહેલા, ત્રીજા અને પાંચમા શનિવારે તેઓ મુખ્યમથક સિવાયના અન્ય ગામોમાં ક્ષેત્રીય કામગીરી કરશે. જરૂર પડ્યે, તલાટીઓ મામલતદાર કચેરીમાં પણ હાજર રહેશે. કયા સેજામાં કયા તલાટી મળશે તેની વિગત પણ જાહેર કરવામાં આવી છે: ખોડુ સેજા – ખોડુ, રૂપાવટી, વેળાવદર માટે એચ. જી. પટેલ. પ્રાણગઢ સેજા – પ્રાણગઢ, નગરા, અધેલી માટે આર. એલ. ચિત્રા. લટુડા સેજા – લટુડા, કટુડા, ભદ્રેશી માટે એન. એ. બારૈયા. અણીન્દ્રા સેજા – અણીન્દ્રા, કરણગઢ, બાકરથળી, ખજેલી માટે એમ. પી. સોલંકી. બાળા સેજા – બાળા, રાજપર, ઝાંપોદડ માટે એમ. કે. ત્રિવેદી. કોઠારીયા સેજા – કોઠારીયા, દેદાદરા, વાડલા માટે એચ. જી. વાઘેલા. મેમકા સેજા – મેમકા, સાંકળી, નાના કેરાળા, રાઇ, ભડીયાદ માટે એચ. એચ. ડાભી. ખારવા સેજા – ખારવા, ગોમટા, બલદાણા માટે આર. જે. ઝાલા. વસ્તડી સેજા – વસ્તડી, વડોદ માટે પી. એમ. સોલંકી. ફુલગ્રામ સેજા – ફુલગ્રામ, મઢાદ (મૂળી), મઢાદ (વઢવાણ) માટે ડી. એમ. રાઠોડ. રામપરા સેજા – રામપરા, ટુવા માટે બી. કે. પરમાર. ગુંદીયાળા સેજા – ગુંદીયાળા, ખોલડીયાદ, મુંજપર માટે પી. જે. વીરડા. ટીંબા સેજા – ટીંબા, વાઘેલા, કારીયાણી માટે પી. આર. ડોડીયા. વઢવાણ શહેર વિસ્તાર માટે ત્રણ તલાટીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ તલાટીઓ મામલતદાર કચેરી ખાતે હાજર રહેશે. વઢવાણ-૧ વિસ્તારની કામગીરી રેવન્યુ તલાટી પી. પી. પરાલીયા સંભાળશે. વઢવાણ-૨ વિસ્તારની કામગીરી પી. આર. સુરેલા અને વઢવાણ-૩ વિસ્તારની કામગીરી પી. એ. ચાવડા સંભાળશે. ખાસ કરીને, વઢવાણ-૩ના રેવન્યુ તલાટી પી. એ. ચાવડા અઠવાડિયાના બધા દિવસો દરમિયાન મામલતદાર કચેરીમાં હાજર રહેશે. તેઓ અરજદારોને મહેસૂલી સેવાઓ આપશે. મામલતદાર કચેરીએ નાગરિકોને અપીલ કરી છે કે, પોતાના મહેસૂલી કામ માટે નક્કી કરેલા દિવસ અને સમય મુજબ સંબંધિત રેવન્યુ તલાટીનો સંપર્ક કરે. આનાથી કામગીરી વધુ સારી અને સરળતાથી થઈ શકશે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં ત્રણ અલગ ઘટનાઓ: બસ સ્ટેશન પર 9 લાખની ચોરી:અજાણ્યા પ્રૌઢનું મોત અને ગણપતિ પંડાલ બહારથી મોબાઈલ ગુમ થવાની ઘટના
    Next Article
    मोदी-शाह के ख़िलाफ़ होगी जाँच, वोट चोरी पर चुप नहीं बैठी है कांग्रेस

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment