Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં મહિલાઓને સ્વરોજગાર માટે બ્યુટી પાર્લર કીટનું વિતરણ:ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ અને સાકાતા ઇન્ક્સના સહયોગથી અપાઈ કીટ

    7 hours ago

    ભરૂચમાં મહિલાઓને સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવા એક ખાસ પહેલ કરાઈ છે. ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ અને પાનોલીની સાકાતા ઇન્ક્સ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના CSR સહયોગથી બ્યુટી પાર્લરની તાલીમ લેનાર મહિલાઓને બ્યુટી પાર્લર કીટનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમ ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પરેશ મેવાડાના આયોજન હેઠળ શહેરના આંબેડકર ભવન ખાતે યોજાયો હતો. અહીં તાલીમ મેળવેલી બહેનોને બ્યુટી પાર્લર કીટ આપવામાં આવી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. તેમની સાથે ભરૂચ જેલ સુપ્રીટેન્ડેન્ટ એન.પી. રાઠોડ, જિલ્લા પંચાયત સદસ્ય મગન પટેલ પણ ઉપસ્થિત રહ્યા. સાકાતા ઇન્ક્સ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સિનિયર મેનેજર અનસુમન ગુપ્તા, જીએમ ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ્સ કૌશિક જોશી અને ડીજીએમ એચઆર એન્ડ એડમિન હિતેશ ગાંધી સહિતના મહાનુભાવો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને તાલીમની સાથે જરૂરી સાધનો પૂરા પાડીને તેમને સ્વરોજગારની તકો આપવાનો હતો. હાજર રહેલા મહેમાનોએ મહિલાઓને તાલીમનો પૂરો લાભ લઈને આત્મનિર્ભર બનવા પ્રોત્સાહન આપ્યું હતું. ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ અને સાકાતા ઇન્ક્સ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના CSR સહયોગથી શરૂ કરાયેલી આ પહેલથી મહિલાઓને બ્યુટી પાર્લરનો વ્યવસાય શરૂ કરવા માટે જરૂરી સાધનો મળ્યા છે. આનાથી તેમના માટે રોજગારની નવી તકો ઊભી થઈ છે.
    Click here to Read More
    Previous Article
    CJP: Abhijeet Dipke ने Gyanesh Kumar को दिया 48 Hours का Ultimatum! | Election Commission | SIR Vote
    Next Article
    25 સપ્ટેમ્બરે નવી કલેક્ટર કચેરીને ખુલ્લી મુકાશે:મુખ્યમંત્રીના હસ્તે 738 કરોડોના લાઈબ્રેરી-આવાસ સહિતના 79 વિકાસકામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment