Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    25 સપ્ટેમ્બરે નવી કલેક્ટર કચેરીને ખુલ્લી મુકાશે:મુખ્યમંત્રીના હસ્તે 738 કરોડોના લાઈબ્રેરી-આવાસ સહિતના 79 વિકાસકામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ

    8 hours ago

    ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 25 સપ્ટેમ્બરે ભાવનગરની મુલાકાત દરમિયાન જિલ્લાને રૂ. 738.09 કરોડના કુલ 79 વિવિધ વિકાસલક્ષી કામોની મોટી ભેટ આપશે. આ મુલાકાત દરમિયાન નવનિર્મિત જિલ્લા કલેક્ટર કચેરીનું લોકાર્પણ કરવા સાથે ભાવનગર મહાનગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ તેમજ પ્રાદેશિક કમિશનર નગરપાલિકા કચેરીના કરોડોના વિકાસકામોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. નવી કલેક્ટર કચેરી અને મનપાના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ મુખ્યમંત્રી રૂ. 33 કરોડના ખર્ચે તૈયાર થયેલી અદ્યતન કલેક્ટર કચેરીનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત મેઘાણી ઓડિટોરિયમ ખાતેથી ભાવનગર મહાનગરપાલિકાના રૂ. 621.63 કરોડના 30 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે, જેમાં 26 કામોનું ખાતમુહૂર્ત અને 4 કામોનું લોકાર્પણ સામેલ છે. જેમાં વિવિધ વોર્ડમાં સીસી રોડ, પેવર બ્લોક, સિવિક સેન્ટર, રીડિંગ લાયબ્રેરી અને માલેશ્રી નદી પર ફોરલેન બ્રિજ જેવા મહત્વના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. પીવાના પાણી અને આવાસ યોજનાના કામોને વેગ મહાપાલિકાના લોકાર્પણ થનારા કામોમાં રુવા અને આણંદનગરમાં ઈએસઆર તથા એસયુએમપી બનાવવાની સાથે વોટર નેટવર્ક અપગ્રેડેશનનો સમાવેશ થાય છે. સાથોસાથ પ્રધાનમંત્રી આવાસ યોજના (EWS-1) અંતર્ગત રુવા ખાતે 105 આવાસોનું પણ લોકાર્પણ કરાશે. આ સિવાય માર્ગ અને મકાન વિભાગ પંચાયતના રૂ. 57.03 કરોડના 46 કામો તથા નગરપાલિકાના રૂ. 13.24 કરોડના વિવિધ વિકાસકામોને લીલી ઝંડી અપાશે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં મહિલાઓને સ્વરોજગાર માટે બ્યુટી પાર્લર કીટનું વિતરણ:ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ અને સાકાતા ઇન્ક્સના સહયોગથી અપાઈ કીટ
    Next Article
    PM मोदी से कभी न पूछे जाएँ सवाल, यही है सरकार की पॉलिसी?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment